Nirmal Metro Gujarati News
article

અમદાવાદ શહેરમાં જીતો અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પને જન સુધી પહોંચાડવા આજે ‘વિશ્વ નવકાર મહામંત્ર’ દિવસનું અદભૂત આયોજન

 

 

નવકાર મહામંત્ર કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જીતો એપેક્સના મુખ્ય કાર્યક્રમ અને અન્ય બીજા કાર્યક્રમને દિલ્હી વિજ્ઞાન ભવનથી સમગ્ર ભારતને વર્ચ્યુલ માધ્યમથી સંબોધશે

 

 

 

 

 

 

 

અમદાવાદ : જીતો અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પને જન જન સુધી પહોંચાડવા ‘વિશ્વ નવકાર મહામંત્ર’ દિવસનું ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ કલ્યાણના અર્થે આ મહત્વપૂર્ણ આયોજન આજે જૈન સમુદાય દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યું છે. જે એક અદભૂત ક્ષણ સાબિત થશે. નવકાર મહામંત્રનો મૂળ સંદેશ બધા જીવો પ્રત્યે સ્નેહ અને આદરનો છે. આ મૂલ્ય ઘણા ધર્મોના મૂળ સિદ્ધાંતો સાથે મેળ ખાય છે. એટલું જ નહિ, નવકાર મહામંત્ર અહિંસાનો મજબૂત સંદેશ આપે છે. આ મૂલ્ય જૈન ધર્મ ઉપરાંત હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ અને અન્ય ઘણા ધર્મોમાં પણ એક મહત્વપૂર્ણ સિદ્ધાંત છે. આ મંત્રોચ્ચાર થકી આત્મ – શુદ્ધિ અને આધ્યાત્મિક વિકાસના માધ્યમથી વિશ્વનું કલ્યાણ પણ થશે.

 

આ નવકાર મંત્રના જાપથી એક ઐતિહાસિક રેકોર્ડ બનશે. આ કાર્યક્રમ આજે ૯ એપ્રિલ બુધવારના રોજ ૭:૦૧ વાગ્યાથી અમદાવાદના હેલ્મેટ સર્કલ પાસે આવેલા ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ – જીએમડીસી ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જીતો એપેક્સના મુખ્ય કાર્યક્રમને દિલ્હી વિજ્ઞાન ભવન ખાતે યોજાઈ રહેલા અન્ય બીજા કાર્યક્રમોને ત્યાંથી ઉપસ્થિત રહીને સમગ્ર ભારતને વર્ચ્યુલી માધ્યમથી સંબોધિત કરશે. આ ઉપરાંત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ટોરેન્ટ ગ્રુપના શ્રી સુધીરભાઈ મહેતા તેમજ તમામ જૈન સમુદાય જેમ કે, શ્વેતાંબર સંઘ, દિગંબર સંઘ, તેરાપંથી સંઘ, સ્થાનકવાસી સંઘ એમ તમામ જૈન સમુદાયના જૈન મુની આ નવકાર મહામંત્રમાં ઉપસ્થિત રહેશે. ગચ્છાધિપતિશ્રી, આચાર્યશ્રી, સાધુ-સાધ્વીજી ભગવંતો નવકાર મહામંત્રના આશીર્વાદ આપવા માટે પધારશે. જીતો અમદાવાદના હોદ્દેદારો તેમજ વિવિધ સંઘોના અગ્રણીઓ પણ હાજરી આપશે તથા જીતો ચેરમેન ઋષભ પટેલ અને સ્ટીયરીંગ કમિટી મેમ્બર, કન્વીનર આસિત શાહ પણ ઉપસ્થિત રહેશે.

 

 

આ કાર્યક્રમ પહેલા જ શહેરમાં કળશયાત્રા શરુ કરાઈ છે જે જીએમડીસી ખાતે આજે પૂર્ણ થશે. આ કળશયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં કળશ આપવામાં આવ્યા છે. અમદાવાદના તમામ જૈન મંદિરોમાંથી કળશ જૈન સમુદાયના લોકો દ્વારા તેમના ઘરે લઈ જવામાં આવ્યો છે, આ કળશની પૂજા કરીને નવકાર મંત્રના જાપની પણ માળાઓ કરવામાં આવી રહી છે. 9 એપ્રિલના રોજ મોટી સંખ્યામાં સંઘો દ્વારા કળશને લઈને આવવામાં આવશે અને સામૂહીક નવકાર મંત્રનો જાપ કરવામાં આવશે.

 

 

નવકાર મંત્ર એ જૈન ધર્મનો એક મહત્વપૂર્ણ મંત્ર છે આ આયોજન કરવાના અનેક હિતકારી કારણો છે, નવકાર મંત્રનો નિયમિત જાપ કરવાથી મન શાંત અને સ્થિર બને છે. ચિંતા, તણાવ અને ઉદાસીથી રાહત અને માનસિક શાંતિ આપે છે, પાપોનો નાશ થાય છે, પુણ્ય વધે છે અને મોક્ષની પ્રાપ્તી થાય છે. એટલું જ નહીં મંત્રના જાપથી આત્મજ્ઞાન મળે છે, લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે તથા સાચા માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપે છે. એટલા માટે જ તો રોજિંદા જીવનમાં નવકાર મહામંત્રનું જૈન ધર્મમાં ખૂબ જ મહત્વ છે, જે અન્ય ધર્મોમાં પણ ખૂબ આદર પામે છે. તેના મૂલ્યો અને સંદેશની ઘણા ધર્મોમાં પ્રશંસા કરવામાં આવી છે. અન્ય ધર્મોમાં નવકાર મહામંત્ર પ્રત્યે દ્રષ્ટિકોણ જોઈએ એક મહત્વપૂર્ણ સિદ્ધાંત છે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પાવન દિવસ પર જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 25000થી વધુ લોકો જોડાશે. ભારત સહિત વિશ્વના વિવિધ.. દેશોમાંથી લાખોની સંખ્યામાં લોકો જોડાશે. આ ઉપરાંત ૧૦૦થી વધુ અનુષ્ઠાન અને ૬૦૦૦થી વધુ દેરાસર અને સ્થાનક પર આ કાર્યક્રમનું સીધું લાઈવ પ્રસારણ દેરાસરો, ઉપાશ્રયો તથા વિવિધ જગ્યાએ કરવામાં આવશે જેનો વિશ્વભરના લોકો લાભ લેશે. આજનો આ દિવસ એ દેશ માટે અનોખો અને ઐતિહાસિક દિવસ સાબિત થશે. આજે મોટી સંખ્યામાં લોકો જોડાવા માટે પહેલાથી જ ખૂબ જ આતુર છે. કેમ કે, આ આયોજન જાતીય બંધનોને તોડીને તમામ સમુદાયના લોકોને સાથે લાવશે અને એકતા તેમજ સદભાવનાનો સંદેશ વિશ્વભરના લોકો સુંધી પહોંચશે. આ આયોજન થકી જૈન સમાજ અને જીતો પરિવાર વિશ્વ કલ્યાણ્યના આ વિચારને જન જન સુધી પહોંચાડવાનું એક માધ્યમ બનશે.

Related posts

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઘુમા સ્થિત ખોડિયાર ધામ પુનઃ નિર્માણ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આયોજિત શતચંડી મહાયાગ મહોત્સવમાં આપી હાજરી

Reporter1

સદગુરુ મનનો જ્ઞાતા પણ છે અને નિર્માતા પણ છે. ગુરુ આપણને પોતાની નજરમાંથી ઉતારી નથી નાખતા,આપણે સ્વયં ઉતરી જઈએ છીએ

Reporter1

Casio strengthens its retail presence in Gujarat, launches a new exclusive store in Vadodara

Reporter1
Translate »