અમારી કંપની રોલ્ડ સ્ટીલ પ્રોડક્ટ્સ કામધેનુ બ્રાન્ડ હેઠળ ટીએમટી બારના ઉત્પાદનના વ્યવસાયમાં સંકળાયેલી છે જે મુખ્યત્વે બાંધકામ ઉદ્યોગ અને માળખાકીય વિકાસ માટે કામકાજ કરે છે. અમારી કંપની રિહિટિંગ ફર્નેસ અને રોલિંગ મિલ દ્વારા બિલેટ્સમાંથી ટી એમ ટી બાર બનાવે છે.
આદિત્ય અલ્ટ્રા સ્ટીલે તેની પ્રારંભિક પબ્લિક ઑફરિંગ (IPO) 9 સપ્ટેમ્બર, 2024 ના રોજ જાહેર કરવાની તેની યોજનાની જાહેરાત કરી છે. કંપની એન એસ ઈ ઇમર્જ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ થતા શેર સાથે રૂ. 45.88 કરોડ (ઉપલા બેન્ડ પર) એકત્ર કરવાનો છે.
આ ઈસ્યુ કુલ 74,00,000 ઈક્વિટી શેરનો છે જેની ફેસ વેલ્યુ ₹ 10 દરેક છે.
ઇક્વિટી શેર ફાળવણી
ઇકવિટી શેર સાઈઝ (ફ્રેશ ઈશ્યુ): 74,00,000 શેર
માર્કેટ મેકર ક્વોટા: 3,70,000 શેર્સ
ક્યુ આઈ બી ક્વોટા (એન્કર ભાગ સહિત): 35,12,000 શેર
રિટેલ ક્વોટા: 24,62,000 શેર્સ
નોન-રિટેલ ક્વોટા: 10,56,000 શેર્સ
પ્રાઇસ બેન્ડ: ₹59 થી ₹62
લોટ સાઈઝ: 2000 શેર
આઇ પી ઓ નું કદ (ઉચ્ચ કિંમત પર): ₹ 45.88 કરોડ
પ્રી-ઇશ્યુ નંબર: 1,74,35,568 શેર
પોસ્ટ ઇસ્યૂ નંબર: 2,48,35,568 શેર
એન્કર માટે બિડ ખુલશે: સપ્ટેમ્બર 06, 2024
સામાન્ય ઇસ્યૂ ખુલે છે: સપ્ટેમ્બર 09, 2024
ઇસ્યૂ બંધ થાય છે: સપ્ટેમ્બર 11, 2024
લિસ્ટિંગ તારીખ: સપ્ટેમ્બર 16, 2024
ઈશ્યુમાંથી મળેલી ચોખ્ખી આવકનો ઉપયોગ મુખ્યત્વે સોલાર પ્લાન્ટ ઇન્સ્ટો લેશન માટે રૂ. ₹1535.00 લાખ, કંપનીની કાર્યકારી મૂડીની આવશ્યકતા, સામાન્ય કોર્પોરેટ હેતુઓ અને જાહેર ઈશ્યુના ખર્ચ રૂ. 1500 લાખ વપરાશે.
ઇશ્યૂના લીડ મેનેજર સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટ લિમિટેડ છે. ઈસ્યુના રજીસ્ટ્રાર કેમિયો કોર્પોરેટ સર્વિસીસ લિમિટેડ છે.
શ્રી સન્ની સુનિલ સિંઘીએ જણાવ્યું હતું કે “અમને એન એસ ઇ ઇમર્જ પ્લેટફોર્મ પર અમારા આગામી આઈ પી ઓની જાહેરાત કરતાં આનંદ થાય છે. ભારતમાં ટી એમ ટી બારનું બજાર બાંધકામ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોને કારણે વિસ્તરી રહ્યું છે અને તેથી અમારી કંપનીની ભાવિ સંભાવનાઓ ઉજ્જવળ છે”.