Nirmal Metro Gujarati News
article

જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ ઇન્ડિયા (JCI) ઝોન 8 દ્વારા વિધાનસભાની મુલાકાત

 

જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ ઇન્ડિયા (JCI) ઝોન 8 ના સભ્યો આગામી 18મી માર્ચ, મંગળવાર ના રોજ ગાંધીનગર ખાતે વિધાનસભાની મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન આશરે 500 જેટલા JCI સભ્યો, ઝોન ગવર્નિંગ બોર્ડ સભ્યો, પૂર્વ ઝોન પ્રમુખશ્રીઓ વગેરે ઉપસ્થિત રહેશે.

 

આ અવસરે માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે ખાસ મુલાકાત યોજાશે. સાથે જ સચિવાલય ભવન ખાતે વિધાનસભા સત્રની કામગીરીનું અવલોકન કરવામાં આવશે. જેઓ આ મુલાકાત દરમિયાન વિવિધ સામાજિક અને યુવા વિકાસ સંકળાયેલા માંગણીના મુદ્દાઓ અંગે ચર્ચા કરશે અને લેવાયેલા નિર્ણયો માટે સાક્ષી બનશે.

 

JCI (Junior Chamber International) એક વૈશ્વિક યુવા સંસ્થા છે, જે છેલ્લા 108 વર્ષથી 120 કરતાં વધુ દેશોમાં 18 થી 40 વર્ષના યુવાનો માટે કાર્યરત છે. આ સંસ્થાએ વિશ્વભરમાં અનેક નામાંકિત નેતાઓના ઘડતર માં મહત્વની ભૂમિકા નિભાવેલી છે.

Related posts

Unacademy: JEE Main 2025 Session 1 Results Break Record Again

Reporter1

ReNew’s partners with Dholera School for CSR initiative

Master Admin

જીવનને પ્રકાશથી ભરી દઈએ

Master Admin
Translate »