Nirmal Metro Gujarati News
business

ટોયોટા કિર્લોસ્કર મોટર અર્બન ક્રુઝર ટાઈઝરની એક્સક્લુઝિવ લિમિટેડ એડિશન સાથે તહેવારોની ઉજવણી કરશે

એક્સક્લુઝિવ ફેસ્ટિવલ લિમિટેડ એડિશનમાં શ્રેષ્ઠ પ્રીમિયમ-નેસ અને સ્ટાઇલ ઓફર કરાશે
તમામ ટોયોટા ડીલરશીપ પર 31 ઑક્ટોબર 2024 સુધી રૂ.20160થી વધુ કિંમતની કોમ્પલીમેન્ટ્રી એસેસરીઝ પૅકેજ ઉપલબ્ધ છે
બેંગ્લોર, 16 ઑક્ટોબર 2024: તહેવારોના ઉત્સાહને વધુ વધારતાં ટોયોટા કિર્લોસ્કર મોટર (TKM) એ આજે તેના અત્યંત લોકપ્રિય મૉડલ – અર્બન ક્રુઝર ટાઈઝરની લિમિટેડ એડિશનની જાહેરાત કરી છે. આ સ્પેશિયલ એડિશન સ્ટાઇલ અને પ્રીમિયમનેસને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીને ડિઝાઇન કરવામાં આવી છે, જે ગ્રાહકોના આનંદ અને ઉત્સાહ વધારવા માટે સારી રીતે તૈયાર ટોયોટા જેન્યુઇન એસેસરીઝ (TGA) પેકેજ સાથે આવે છે.
તમામ ટર્બો વેરિઅન્ટમાં ઉપલબ્ધ લિમિટેડ એડિશન 20,160 રૂપિયાના વ્યાપક TGA પૅકેજ સાથે આવે છે, જે અનેક રીતે UC Taisorના બાહ્ય અને આંતરિક બંનેને શ્રેષ્ઠ બનાવે છે. મુખ્ય લાક્ષણિકતાઓની યાદી:

ગ્રેનાઈટ ગ્રે અને લાલ રંગમાં આગળ અને પાછળનું સ્પોઇલર
પ્રીમિયમ ડોર સિલ ગાર્ડ્સ
હેડલેમ્પ્સ અને ફ્રન્ટ ગ્રિલ માટે ક્રોમ ગાર્નિશ
બોડી સાઇડ મોલ્ડિંગ
પ્રીમિયમ ડોર વાઇઝર
બધા હવામાન માટે 3D મેટ અને વેલકમ ડોર લેમ્પ

તમામ TGA ને ડીલરશીપ પર પ્રમાણિત ટોયોટા ટેકનિશિયનો દ્વારા ફીટ કરવામાં આવશે, જેનાથી ઉચ્ચ ગુણવત્તા અને ગ્રાહક સંતોષની ખાતરી થશે.

ફેસ્ટિવ એડિશનની શરૂઆત પર ટોયોટા કિર્લોસ્કર મોટરના સેલ્સ-સર્વિસ-યુઝ્ડ કાર બિઝનેસના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી સબરી મનોહરે જણાવ્યું હતું કે, “ટોયોટામાં અમારા પ્રયત્નો હંમેશા અમારા ગ્રાહકોના ખાસ પ્રસંગો અને ઉજવણીનો ભાગ બનવા પર કેન્દ્રિત રહ્યો છે જે આનંદદાયક ગ્રાહક કેન્દ્રિત અનુભવ તૈયાર કરવાના પ્રત્યે અમારા સમર્પણને દર્શાવે છે. અર્બન ક્રુઝર હાઈરાઈડર ફેસ્ટિવ એડિશનની તાજેતરની રજૂઆત બાદ અમે અર્બન ક્રુઝર ટાઈઝર ફેસ્ટિવ એડિશન ઓફર કરવા માટે ઉત્સાહિત છીએ, જે આ તહેવારની સિઝનમાં કંઈક નવું અને રોમાંચક લાવવા માટે ડિઝાઇન કરાયેલ છે. અમને વિશ્વાસ છે કે અમારા ગ્રાહક આ નવી એડિશનમાં વધુ મૂલ્ય મેળવશે.”

એપ્રિલ 2024 માં લોન્ચ થયા બાદથી અર્બન ક્રુઝર ટેસર ગ્રાહકોની વચ્ચે ઝડપથી પ્રિય બની ગઇ છે, ખાસ કરીને જેઓ સ્ટાઇલ, પર્ફોમન્સ અને વર્સેટિલિટીનું મિશ્રણ ઇચ્છે છે. ટોયોટાની SUV હેરિટેજથી પ્રેરિત ટેસરમાં આકર્ષક બાહ્ય સુવિધાઓ ધરાવે છે જે પ્રતિષ્ઠાની ભાવનાને વધારે છે, જે તેની આકર્ષક, એરોડાયનેમિક ડિઝાઇન અને બોલ્ડ ફ્રન્ટ ગ્રિલ દ્વારા પૂરક છે. વિશ્વસનીયતા અને આરામ માટે પ્રતિષ્ઠા સાથે ટાઇઝર એ સમગ્ર ભારતમાં SUV ઉત્સાહીઓના દિલ પર કબજો જમાવ્યો છે.
1.0L ટર્બો 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં ઉપલબ્ધ છે જે 5500 rpm પર 100.06 PS ની મહત્તમ શક્તિ પ્રદાન કરે છે. પાવર પેક્ડ ડ્રાઇવિંગ અનુભવ ઉપરાંત 1.0L ટર્બો મેન્યુઅલ માટે 21.5* કિલોમીટર/લિટર અને ઑટોમેટિક માટે 20.0* કિમી/લિટર ની સેગમેન્ટની શ્રેષ્ઠ ઇંધણ કાર્યક્ષમતા પણ પ્રદાન કરે છે.
ગ્રાહકો ઑનલાઇન કાર બુક કરાવી શકે છે https://www.toyotabharat.com/online-booking/ અથવા તેમની નજીકની ટોયોટા ડીલરશીપની મુલાકાત લો.

Related posts

Hindustan Zinc kicks off inaugural Vedanta Zinc City Half Marathon

Reporter1

AVIVA INDIA REDEFINES RETIREMENT SECURITY WITH AVIVA SIGNATURE INCREASING INCOME PLAN

Reporter1

Toyota Kirloskar Motor Introduces Limited Festival Edition of Toyota Rumion

Reporter1
Translate »