Nirmal Metro Gujarati News
business

પરમ્પરા એક્ઝિબિશન દ્વારા ગુજરાતનું પ્રથમ ગિફ્ટ એક્ઝિબિશન ‘ગિફ્ટઓફેસ્ટ’ યોજાશે

 

ગુજરાતનું પ્રથમ ગિફ્ટ એક્ઝિબિશન ‘ગિફ્ટઓફેસ્ટ’ અમદાવાદમાં ૨ થી ૪ ઓગસ્ટ દરમિયાન યોજાશે

 

અમદાવાદ: મેટ્રોબિટ ફાઉન્ડેશનના સહયોગ અને પરમ્પરા એક્ઝિબિશન દ્વારા આયોજિત ગુજરાતનું પ્રથમ ગિફ્ટ એક્ઝિબિશન ‘ગિફ્ટઓફેસ્ટ’ અમદાવાદમાં ૨ થી ૪ ઓગસ્ટ દરમિયાન યોજાશે. આ એક્ઝિબિશન ખાસ કરીને તહેવારોની સિઝન પહેલા આયોજિત કરવામાં આવ્યું છે. આ ગિફ્ટઓફેસ્ટનો ઉદ્દેશ ગિફ્ટિંગ ઇન્ડસ્ટ્રી માટે પ્રીમિયમ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે, જે ઇન્ડસ્ટ્રીમાં કોલોબ્રેશન અને ગ્રોથની સુવિધા આપતા એક્ઝિબિટર્સની વિવિધ રેન્જને એકસાથે લાવશે.

 

ગિફ્ટઓફેસ્ટ એ ગિફ્ટ પ્રોડક્ટ ક્રિએટર માટે પોતાની ઓફર પ્રદર્શિત કરવા માટે એક સંપૂર્ણ તક પૂરી પાડે છે. સ્મોલ બિઝનેસમેન ઓનર્સ, આર્ટીસન્સથી માંડીને ડિઝાઇનર્સ, વેન્ડર્સ, ટેક્નોલોજી ઇનોવેટર્સ, ડીઆઇવાય ઉત્સાહીઓ અને ઘર સજાવટના નિષ્ણાતો સુધી પ્રોડક્ટસ ગીફ્ટિંગ આપનાર કોઈપણનું સ્વાગત છે.

 

આ અંગે વાત કરતા પરમ્પરા એક્ઝિબિશનના ફાઉન્ડર હેતલ શાહે કહ્યું કે, “ગિફ્ટઓફેસ્ટ માત્ર એક પ્રદર્શન નથી પરંતુ ગિફ્ટિંગ ઉદ્યોગમાં સર્જનાત્મકતા અને નવીનતાની ઉજવણી છે. અમારું લક્ષ્ય ગિફ્ટિંગ ઉદ્યોગ માટે એક અનોખું પ્લેટફોર્મ બનાવવાનું છે, જ્યાં વ્યવસાયો જોડાઈ શકે, સહયોગ કરી શકે અને ગ્રોથ કરી શકે. આ ગિફ્ટિંગમાં લેટેસ્ટ ટ્રેન્ડ, ઇનોવેશનનું પ્રદર્શન થશે અને વ્યવસાયો માટે નવીન ભેટ ઉત્પાદનો શોધવાની યુનિક તક રજૂ કરશે. અમે ગિફ્ટઓફેસ્ટને માઇલસ્ટોન ઇવેન્ટ બનાવવા માટે દરેકને અમારી સાથે જોડાવા માટે આમંત્રિત કરીએ છીએ.”

 

ગિફ્ટઓફેસ્ટમાં પ્રદર્શિત થનાર ઉત્પાદનોની રેન્જમાં અપલાયન્સ, નોવેલ્ટીસ, ફર્નિચર, જેમસ્ટોન્સ, સ્ટેશનરી અને જર્નલ્સ, દુર્લભ પુસ્તકો અને હસ્તપ્રતો, લગ્ન અને વૈભવી ભેટો, જ્વેલરી, ગૌરમેટ ગિફ્ટ હેમ્પર્સ, બ્યુટી એન્ડ વેલનેસ પ્રોડક્ટ અને ટ્રાવેલ તેમજ હોલીડે સંબંધિત પ્રોડક્ટસનો સમાવેશ થાય છે.

 

ગિફ્ટઓફેસ્ટમાં મલ્ટીપલ સ્પોન્સરશિપની તકો પણ પ્રદાન કરે છે, જેમાં ટાઇટલ સ્પોન્સરશિપ, સ્પોન્સરશિપ દ્વારા સંચાલિત, સહયોગી સ્પોન્સરશિપ, સ્પોન્સરશિપ દ્વારા સપોર્ટેડ, આઉટડોર મીડિયા પાર્ટનરશિપ, ગિફ્ટિંગ પાર્ટનરશિપ, ફૂડ એન્ડ બેવરેજિસ પાર્ટનરશિપ અને અન્ય ઘણા લોકોનો સમાવેશ થાય છે.

 

ગીફ્ટઓફેસ્ટ ૨, ૩ અને ૪ ઓગસ્ટના રોજ અમદાવાદના થલતેજ પાસે આવેલા ગ્વાલિયા બ્લૂમ્સ ખાતે યોજાશે. સ્ટોલ બુકિંગ માટે, 9712911366 અથવા 9824200606 પર સંપર્ક કરો. ગિફ્ટઓફેસ્ટમાં અમારી સાથે જોડાઓ અને ગુજરાતની ગિફ્ટિંગ રીવોલ્યુશનનો ભાગ બનો!

 

પરમ્પરા એક્ઝિબિશન ૫ વર્ષનો ઇતિહાસ છે, જેમાં જીવનશૈલી, રત્ન, કલા અને હસ્તકલા અને રિયલ એસ્ટેટ જેવા વિવિધ ક્ષેત્રોમાં પ્રદર્શનો આયોજિત કરવામાં આવ્યાં છે. ૧૫૫૦થી વધુ એક્ઝિબિટર્સ અને ૧૦૦થી વધુ પ્રોડક્ટ કેટેગરીઝ સાથે કંપની દેશભરમાં પોતાની ઇવેન્ટ્સનું વિસ્તરણ કરવા તૈયાર છે.

 

મેટ્રોબિટ ફાઉન્ડેશન દિવ્યાંગ વ્યક્તિઓ પ્રત્યે સમર્પિત છે અને એક એવી દુનિયા બનાવવા માટે પ્રતિબદ્ધ છે, જ્યાં દરેકને પોતાના સપના સાકાર કરવાની તક મળે. આ ફાઉન્ડેશનનો ઉદ્દેશ્ય દિવ્યાંગોની આકાંક્ષાઓનું સમર્થન કરવું, સામાજિક અવરોધોને તોડી પાડવા અને ભવિષ્ય માટે માર્ગ મોકળો કરવાનો છે, જ્યાં દરેકને સમાવવામાં આવે અને તેઓનું સન્માન કરવામાં આવે.

Related posts

HERO MOTOCORP SHOWCASES ITS FUTURE MOBILITY VISION AT EICMA 2024 UNVEILS HIGH-PERFORMANCE MOTORCYCLES AND ELECTRIC SCOOTER FOR GLOBAL MARKETS OUTLINES EXPANSION PLANS FOR EUROPE AND UK

Master Admin

Makes Luxury Personal’ at the Bharat Mobility Global Expo 2025

Reporter1

Toyota Kirloskar Motor Joins Hands to Celebrate Hornbill Music Festival 2024 for the Third Consecutive Year 

Reporter1
Translate »