Nirmal Metro Gujarati News
entertainment

ફિલ્મ ‘જીજા સાલા જીજા’માં દર્શકોને સાળા બનેવીના સંબંધોની ધમાલ કોમેડી જોવા મળશે 

 

આ ફિલ્મ ગુજરાતભરના થિયેટર્સમાં 21 માર્ચ 2025ના રોજ રિલીઝ થશે

 

ગુજરાતી ફિલ્મના દર્શકોએ કાયમ નવા સબ્જેક્ટ વાળી ફિલ્મને દિલથી આવકારી જ છે અને સૌથી સંવેદનશીલ છતાંય મજાકીયા સાળા બનેવીના સંબંધોને ધમાલ કોમેડી લઈને આવી રહી છે ફિલ્મ ‘જીજા સાલા જીજા’. આ ફિલ્મ ગુજરાતભરના થિયેટર્સમાં 21 માર્ચ 2025ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ તુષાર સાધુ, રાગી જાની, કુશલ મિસ્ત્રી, જય પંડયા, અતુલ પ્રજાપતિ, ક્રિના પાઠક અને ખુશ્બુ ત્રિવેદી જોવા મળશે.

ફિલ્મ ‘જીજા સાલા જીજા’ના લેખક અને દિગ્દર્શક વિપુલ શર્મા છે. જેમણે આ અગાઉ ‘કેમ છો ?’, ‘વર પધરાવો સાવધાન’,’રતનપુર’ અને ‘ફ્રેન્ડો’ જેવી ફિલ્મો આપી છે. આ ફિલ્મનું ટ્રેઇલર રજૂ થતા સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યું છે. દર્શકોને સાળા, તેના બનેવી, અને બનેવીના બનેવીના ના ત્રિકોણની સિચ્યુએશન કોમેડી પસંદ આવશે.

આ સાથે આ ફિલ્મનું રાકેશ બારોટના કંઠે ગવાયેલું ગીત ‘હોકલીયો’ ચારેકોર છવાઈ ગયું છે. હાલ સોશિયલ મીડિયા ઉપર સૌથી ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે અને તેના ઉપર અનેક રીલ્સ બની રહી છે. ફિલ્મનું મ્યુઝીક પ્રીતમ શુક્લ અને પાર્થ ભરત ઠક્કરે આપ્યું છે.

જીજા સાલા જીજા ફિલ્મના નિર્માત કૃપા સોની તથા સંજય સોની છે અને બેનર વ્રજ ફિલ્મસ, ઝીલ પ્રોડક્શન અને માસુમ ફિલ્મ્સ છે. આ સાથે રૂપમ એન્ટરટેઇન્મેન્ટ દ્વારા આ ફિલ્મ નેશનવાઈઝ રિલીઝ થવાની છે. અત્યારે એ વાત ખાસ જૂરરી બને છે કે વ્રજ ફિલ્મસની થોડા સમય પહેલા આવેલી બ્લોક બસ્ટર ફિલ્મ ‘હાહાકાર’ ગુજરાતીઓનું મનોરંજન કરી ચૂક્યું છે.

આ ફિલ્મની વાર્તાની વાત કરીએ તો બન્ની (કુશલ મિસ્ત્રી) એ રાજ (તુષાર સાધુ) નો સાળો છે અને તુષાર સાધુ એ પ્રો.ઝૂરમીટિયા (રાગી જાની) નો સાળો છે, આ ત્રણેય વચ્ચે ખુબ બને છે, ત્રણેય જીજા-સાલા કરતા દોસ્તારો વધારે છે પણ અચાનક એક દિવસ ત્રણેયએ ભાગમાં શેરમાર્કેટમાં રોકેલા રૂપિયાનો મોટો લોસ આવે છે અને આ ત્રણેયની હસતી ખેલતી લાઈફ અવનવા કાંડ સર્જે છે. એકમાંથી બીજી અને બીજાંથી ત્રીજી સિચ્યુએશનમાં એવા ભરાય છે કે એમાંથી નીકળવા જીવલેણ સાહસો કરવા પડે છે. પણ આ બધું દર્શકોને પેટ પકડીને હસાવશે અને ફિલ્મનું ટ્રેઇલર જોતા આ ફિલ્મ સંપૂર્ણ પારિવારિક છે આખી ફેમિલી સાથે બેસીને જોઈ શકો એટલી સરળ અને નિર્દોષ કોમેડી દેખાઈ આવે છે. આમ, ગુજરાતી દર્શકો કોમેડી વધારે પસંદ કરે છે તો જીજા સાલ જીજા એમના માટે શ્રેષ્ઠ ફિલ્મ બની જશે.

 

Related posts

સોની બીબીસી અર્થના અદભુત સપ્ટેમ્બર પ્રસારણ સાથે જીવંત મહેસૂસ કરો

Reporter1

Naya saptah aur dugna manoranjan

Reporter1

Three men, one mission: Revolutionizing menstrual hygiene on Shark Tank India 4

Reporter1
Translate »