અમદાવાદ: ગુજરાતમાં લોકપ્રિય મોબાઇલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ રિટેઇલર ફોનબોક્સ રિટેઇલ લિમિટેડે આશરે 25 રિટેઇલ સ્ટોર્સના પ્રારંભ સાથે મહારાષ્ટ્રમાં પ્રવેશ કરવાની જાહેરાત કરી છે. અમદાવાદમાં મુખ્યાલય ધરાવતી કંપની ફોનબોક્સ, ફોનબુક અને માય મોબાઇલ બ્રાન્ડ હેઠળ ગુજરાતમાં 181 સ્ટોર્સ ધરાવે છે. કંપની ફેબ્રુઆરી 2024માં એનએસઇ ઇમર્જ ઉપર લિસ્ટ થઇ હતી અને તેણે રૂ. 20.37 કરોડ એકત્ર કર્યાં હતાં, જેમાંથી રિટેઇલ નેટવર્કના વિસ્તરણ માટે રૂ. 13.50 કરોડનો ઉપયોગ કરવાનો ઉદ્દેશ્ય છે.
આ પહેલ વિશે પ્રતિક્રિયા આપતાં ફોનબોક્સ રિટેઇલ લિમિટેડના પ્રમોટર અને ડાયરેક્ટર મનિષભાઇ જી. પટેલે કહ્યું હતું કે, અમે આગામી વર્ષોમાં સમગ્ર ભારતમાં ઉપસ્થિતિ વિકસાવવાની અમારી મહાત્વાકાંક્ષાની દિશામાં આગળ વધ્યાં છીએ અને અમારી કંપની માટે આગામી ડેસ્ટિનેશન મહારાષ્ટ્ર છે. અમારા મલ્ટી-બ્રાન્ડ બિઝનેસ મોડલ અને મજબૂત વિતરણ ક્ષમતા સાથે અમે પશ્ચિમ ભારતમાં અમારી ઉપસ્થિતિ વિસ્તારવા સજ્જ છીએ, જે મજબૂત ભાવિ વૃદ્ધિનો આધાર બની રહેશે.
કંપની મલ્ટી-બ્રાન્ડ રિટેઇલ આઉટલેટ્સ ત્રણ બ્રાન્ડ – ફોનબોક્સ, ફોનબુક અને માયમોબાઇલ હેઠળ સમગ્ર ગુજરાતમાં કાર્યરત છે. આ સ્ટોર્સને કંપની ઓન્ડ એન્ડ કંપની ઓપરેટેડ (કોકો મોડલ) સ્ટોર્સ છે તથા ફ્રેન્ચાઇઝી ઓન્ડ એન્ડ કંપની ઓપરેટેડ (ફોકો મોડલ)માં વધુ વિભાજીત કરાયા છે.
ફોનબોક્સ રિટેઇલ પ્રમોટરમાં અનુભવી ઉદ્યોગસાહસિકોનો સમૂહ સામેલ છે, જેમાં મનીષભાઈ ગિરીશભાઈ પટેલ, જીગર લલ્લુભાઈ દેસાઈ, પાર્થ લલ્લુભાઈ દેસાઈ, જીજ્ઞેશકુમાર દશરથલાલ પારેખ અને અમિતકુમાર ગોપાલભાઈ પટેલ સામેલ છે. કંપનીએ ફોનબોક્સ બ્રાન્ડ સાથે ફેબ્રુઆરી 2021માં તેની કામગીરનો પ્રારંભ કર્યો હતો તથા તેણે ફોનબુક અને માયમોબાઇલ રિટેઇલ સ્ટોર બ્રાન્ડ્સને હસ્તગત કરી હતી.
For more information, please visit: https:https://www.fonebook.in/