Nirmal Metro Gujarati News
business

હેવમોર આઇસક્રીમએ ગુજરાતના શહેરોમાં ભવ્ય ફનફેર અને ઉત્સાહ સાથે વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી કરી 

 

અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને સુરતમાં 8થી14 ફેબ્રુઆરી દરમિયાન ઓન-ગ્રાઉન્ડ એક્ટિવેશન, સ્વાદિષ્ટ આઇસક્રીમનો લુપ્ત ઉઠાવ્યો

હેવમોરએ રેડ વેલ્વેટ ફ્લેવરમાં લિમિટેડ-એડિશન સ્વાદિષ્ટ હાર્ટબીટ આઈસ્ક્રીમ કેક સાથે ઉજવણી કરી

 

અમદાવાદ,  ફેબ્રુઆરી, 2025: લોટ્ટે વેલફૂડ કંપની લિમિટેડનો હિસ્સો અને ભારતની સૌથી પસંદગીની આઇસક્રીમ બ્રાન્ડ પૈકીની એક હેવમોરએ પ્રેમના ઉત્સવની અનોખી ઉજવણી કરતાં આ વેલેન્ટાઇન સિઝનને યાદગાર બનાવી રહ્યું છે. આઇસક્રીમના અનુભવની પુનઃકલ્પના કરવાની તેની પરંપરાને અનુસરતાં હેવમોરએ ફેબ્રુઆરીમાં યાદગાર ક્ષણો અને પ્રેમને વિશિષ્ટ રીતે અભિવ્યક્ત કરવા એક મહિના લાંબી ઉજવણી કરી છે.

આ ઉત્સવના કેન્દ્રમાં હેવમોરનું #BeMyHeartbeat કેમ્પેઇન છે, જે રેડિયો, સોશિયલ મીડિયા, પ્રિન્ટ અને ઓન-ગ્રાઉન્ડ એક્ટિવેશન સહિત ઘણાં પ્લેટફોર્મ ઉપર લોંચ કરાયું છે. આ કેમ્પેઇન હ્રદયની દરેક ધડકનમાં ગુંજતા પ્રેમની ઉજવણી કરે છે તથા પ્રેમની રચનાત્મક અભિવ્યક્તિને પ્રેરિત કરતાં એક વિશિષ્ટ અનુભવ દ્વારા વ્યક્તિની ભાવનાને જીવંત કરે છે. આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ એક્સક્લુઝિવ હાર્ટ બીટ રેડ વેલ્વેટ આઇસક્રીમ કેક છે. આ લિમિટેડ-એડિશન કપલ, મિત્રો અને પરિવારો માટે દરેક ક્ષણને યાદગાર બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

હેવમોરએ 8થી14 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગરના માર્ગો ઉપર ઉજવણી કરી હતી. આ ઉત્સવમાં અમદાવાદ વન મોલ અને અર્બન ચોક ખાતે એક્ટિવેશન સામેલ હતું, જેમાં આકર્ષક ઇન્સ્ટોલેશન અને પોપ-અપ કાર્ટ સામેલ હતાં, જેમાં પસંદગીના આઇસક્રીમ અને સન્ડેની સાથે-સાથે વિશેષ હાર્ટ બીટ રેડ વેલવેટ આઇસક્રીમ રજૂ કરાયાં હતાં. હેવમોર લવ વેનએ શહેરોનો પ્રવાસ કર્યો હતો, ખુશીઓનો પ્રસાર કર્યો હતો તથા આઇસક્રીમ પ્રેમીઓને યાદગાર અનુભવ આપ્યો હતો.

અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે 14 ફેબ્રુઆરીના રોજ ભવ્ય વેલેન્ટાઇન ડે ક્રૂઝ સાથે આ ઉજવણી ચરમસીમાએ પહોંચી હતી. તેમાં 100થી વધુ કપલે હેવમોરની સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ ઉઠાવતાં વિશેષ યાદગાર ક્ષણો શેર કરી હતી. પ્રેમમય વાતાવરણ થી લવ સ્ટોરીઝને દરેકની સામે લાવવામાં પરફેક્ટ માહોલ મળ્યો હતો, જેનાથી તે આ સિઝનમાં સૌથી રોમેન્ટિક સમારોહ પૈકીનો એક બની ગયો હતો.

આઇસક્રીમના ચાહકો હાર્ટ બીટ રેડ વેલ્વેટ આઇસક્રીમ કેક તથા હેવમોરની બેસ્ટસેલિંગ ચોકલેટ આઇસક્રીમ કેક સહિત આઇસક્રીમ કેકની વિશાળ શ્રેણીની તમામ અગ્રણી હેવમોર આઉટલેટ અને પાર્લરમાં મજા માણી શકે છે. આ સ્વિટ ટ્રીટ સ્વિગી, બ્લિંકઇટ અને ઝેપ્ટો દ્વારા ડિલિવરી માટે પણ ઉપલબ્ધ છે.

Related posts

Upskilling in Artificial Intelligence, Machine Learning, and Data Science Helped 4 in 5 Professionals to Transition to New Roles, Finds Great Learning’s Career Progression Report

Reporter1

Clear Premium Water Continues its association with Tennis Premier League Season 6

Reporter1

Silverline Services honoured at AMFI Mutual Fund Summit 2025

Reporter1
Translate »