Nirmal Metro Gujarati News
article

દિવાન બલ્લુભાઈ એલમનાઈ એસોસિયેશન પાલડીના ઉપક્રમે 11મી જાન્યુઆરી 2025ના રોજ અમદાવાદના દીનદયાલ ઉપાધ્યાય સભાગૃહ ખાતે ‘સદીના સિતારા’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે

 

દિવાન બલ્લુભાઈ શાળાનો ભવ્ય ઇતિહાસ છે. સ્વતંત્રતાની લડતમાં મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ અસરકારક રીતે લડતમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રપ્રેમ અને ચારિત્ર્ય નિર્માણના પરિમાણો દ્વારા હજારો વિદ્યાર્થીઓ પસાર થઈ ચૂક્યા છે.

 

અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કરી રહ્યા છે. આમાંથી કેટલાક ભુતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન થવાનું છે. અનોખો ઉત્સાહ છે. મુખ્ય મહેમાન તરીકે નેશનલ સ્ટોક એક્સચેન્જના મેનેજીંગ ડિરેક્ટર શ્રી આશિષ ચૌહાણ ઉપસ્થિત રેહવાના છે જેઓ શાળાના ભુતપૂર્વ વિદ્યાર્થી છે.

 

ડૉ. કુમારપાળ દેસાઈની અધ્યક્ષતા હેઠળ રચાયેલ જ્યુરી દ્વારા ચયન પામેલ વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કરનાર ભુતપૂર્વ વિદ્યાર્થીઓનું સંગીત સાથે સન્માન કરવામાં આવશે. શ્રી સુરેન્દ્રભાઈ પટેલ (કાકા), શ્રી રાજેશ અદાણી અને શ્રી સમીર મહેતા

આ ઉપરાંત શ્રી ઉમંગભાઈ ઠક્કર કે જેઓ અમદાવાદના પ્રખ્યાત બિલ્ડર છે અને એફોર્ડેબલ હાઉસિંગ ના પાયોનીયર તથા અમદાવાદમાં બોમ્બેમાં સુરતમાં 125 થી વધારે પ્રોજેક્ટ કરેલ છે તથા અમદાવાદની આનબાન અને શાન પતંગ હોટલના માલિક છે તથા અન્ય નોંધપાત્ર પ્રદાન કરનાર ભુતપૂર્વ વિદ્યાર્થીઓને શાળાના સમકાલીનો, શિક્ષકો અને ટ્રસ્ટીશ્રીઓની ગરીમામય ઉપસ્થિતિમાં વિશેષ ગૌરવ એનાયત થશે ત્યારે દરેક પુરસ્કૃતની સંક્ષિપ્ત દસ્તાવેજી વિડિયો દર્શાવવામાં આવશે.

 

અમદાવાદની અગ્રગણ્ય શાળાના આ અભૂતપૂર્વ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું છે જેથી  સમગ્ર વિશ્વમાં અનેક દેશોમાં વસતા ભુતપૂર્વ વિદ્યાર્થીઓ પણ કાર્યક્રમ માણી શકે.

 

શાળાના પૂર્વ આચાર્ય શ્રી બી જી પટેલના સંકલન, ભુતપૂર્વ વિધાર્થી શ્રી ઉમંગ ઠક્કર અને એસોસિયેશનની કારોબારી દ્વારા આયોજીત કાર્યક્રમને ભુતપૂર્વ વિદ્યાર્થી શ્રી જયેશ પટેલનું સૌજન્ય પ્રાપ્ત થયું છે.

 

દિવાન બલ્લુભાઈ એલમનાઇ એસોસિયેશનના આગામી પ્રવૃત્તિઓની કેટલીક મહત્વની જાહેરાતોની સદીના સિતારા કાર્યક્રમ દરમ્યાન થવાની છે.

 

 

 

Related posts

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાઇરેક્ટ ટેક્સીસ (સી.બી.ડી.ટી.) ના ચેરમેન શ્રી રવિ અગરવાલની 3 દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ અને ઈન્ક્મટેક્સ બાર એસોશિએશન, અમદાવાદ ના પદાધિકારીઓ એ તેઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને મેમેન્ટો અને શાલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઓલ ગુજરાત ફેડરેશન ના પ્રમુખ સીએ (ડો.) વિશ્વેશ શાહ, માનદ્દ મંત્રી એડવોકેટ મૃદંગ વકીલ અને વરિષ્ઠ ઉપપ્રમુખ એડવોકેટ આશુતોષ ઠક્કર તેમજ ઇન્કમટેક્સ બાર એસોસિએશન ના પ્રમુખ સીએ શ્રીધર શાહ, માનદ્દ મંત્રી સીએ કેનન સત્યવાદી અને રિપ્રેઝન્ટેશન કમિટીના ચેરમેન એડવોકેટ (ડો.) ધ્રુવેન શાહ બંને સંસ્થા વતી ઉપસ્થિત રહ્યાં હતા. આવકવેરા વિભાગ તરફથી પ્રિન્સિપાલ ચીફ કમિશનર શ્રી યશવંત ચવાણ અને વિભાગના અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. બંને સંસ્થાના ડેલિગેશન દ્વારા ઇન્કમટેક્સના કાયદા અંગે સી.બી.ડી.ટી. દ્વારા લેવામાં આવેલ વિવિધ સરાહનીય પગલાંઓ તેમજ કરદાતાને પડતી મુશ્કેલીઓ અંગે વિચાર-વિમર્શ કરવામાં આવ્યા હતા. ચેરમેન શ્રી રવિ અગરવાલે કરદાતાને આવકવેરા ડિપાર્ટમેન્ટ સાથે જોડતા સેતુ તરીકે ટેક્સ પ્રોફેશનલ્સની ભૂમિકા અંગે સરાહના કરી હતી અને ખાતરી આપી કે આવનારા સુધારાઓ અંગે કરદાતા અને ટેક્સ પ્રોફેશનલ્સ દ્વારા રજૂ કરવામાં આવતા તમામ મુદ્દાને ધ્યાનમાં લેવામાં અને તે અંગે જોગવાઇમાં જરૂરી ફેરફારો કરવામાં આવશે. બંને સંસ્થા દ્વારા થઈ રહેલ કામગીરીની સરાહના કરતાં તેઓ એ બંને સંસ્થાઓના પ્રતિનિધિઓ તરફથી આવનારા નવા ઈન્કમટેકસ કોડ અંગે લગતા સૂચન આવકાર્યા હતા અને બંને સંસ્થા તેમાં મહત્વનો ભાગ ભજવી શકે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

Reporter1

ReNew’s partners with Dholera School for CSR initiative

Master Admin

New leadership team to guide BNI Prometheus on growth path

Reporter1
Translate »