– પીએમજેએવાય-આયુષ્માન ભારત યોજનામાં ઉમદા કાર્ય બદલ ગુજરાત સરકાર, ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્રના હસ્તે પ્રશંસા પત્ર મળ્યું
ગુજરાત અને ગાંધીનગર જિલ્લાની પ્રખ્યાત પીએસએમ હોસ્પિટલ ફરી એકવાર ગુણવત્તાસભર કાર્ય બદલ મિશાલ રૂપ બની છે. વર્ષ 2023-2024માં પીએમજેએવાય-આયુષ્માન ભારત યોજનામાં ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ ગુજરાત સરકાર, ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પીએસએમ મલ્ટિ-સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ (સ્વામિનારાયણ મેડિકલ કોલેજ, કલોલ સાથે સંલગ્ન)ને સન્માન પ્રાપ્ત થયું હતું.
કલોલ ખાતે 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે, જિલ્લા કલેક્ટરના હસ્તે શ્રી પી.પી.ભક્તવત્સલ સ્વામી, વાઇસ પ્રેસિડેન્ટ, સ્વામિનારાયણ યુનિવર્સિટી તથા શ્રી પી.પી.ભક્તિનંદન સ્વામી, વાઇસ પ્રેસિડેન્ટ, સ્વામિનારાયણ યુનિવર્સિટી તેમજ શ્રી ડૉ.વિજય પંડયા, સીઈઓ, પીએસએમ હોસ્પિટલ અને સ્વામિનારાયણ મેડિકલ કોલેજના આ મહાનુભાવોને પ્રશંસા પ્રમાણપત્ર એનાયત કરાયું હતું. સ્વામિનારાયણ યુનિવર્સિટી અને સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળના પ્રમુખ પી.પી.શાસ્ત્રી સ્વામી શ્રી પ્રેમસ્વરૂપદાસજીએ પીએસએમ હોસ્પિટલની ટીમને આ વિશાળ સિદ્ધિ બદલ આશીર્વાદ આપ્યા છે અને આ સારી કામગીરીને જરૂરિયાત મુજબ આરોગ્ય સેવાઓ માટે અવિરત પણે ચાલુ રાખવા પ્રોત્સાહિત કર્યા હતા.
હોસ્પિટલે છેલ્લા 1 વર્ષમાં મેડિકલ, સર્જિકલ, ઓર્થો, યુરો, ડાયાલિસિસ, પ્લાસ્ટિક સર્જરી, ગાયનેક, પેડિયાટ્રિક્સ ડબલ્યુટીસી સ્પેશિયાલિટીઝના 6,200 થી વધુ ઇન્ડોર દર્દીઓને સેવાઓ આપી છે આ કામગીરીને જોતા પ્રશંસા પત્ર મળ્યું હતું. આ અગાઉ પણ પીએસએમ હોસ્પિટલને 2022માં સેવાઓ બદલ આ જ સન્માન જિલ્લા કલેક્ટરના હસ્તે પ્રાપ્ત થયું હતું ત્રણ વર્ષમાં આ બીજીવાર સન્માન મળ્યું હતું. આ જ દિશામાં સતત સેવા કાર્યોથી હોસ્પિટલની આ મોટી સિદ્ધિ કહી શકાય. એટલું જ નહીં, તાજેતરમાં જ હેલ્થ કેર ઑનર્સ નેશનલ લેવલ કોંકલેવ (HOCON) ગવર્મેન્ટ દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો સન્માનિત કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન પણ પીએસએમ હોસ્પિટલને આરોગ્ય મંત્રીના હસ્તે એવોર્ડ એનાયત કરાયો હતો. કેમ કે, હોસ્પિટલમાં ઓપીડી, અંદરના દર્દીઓને નિઃશુલ્ક સેવાઓ અપાય છે. છેલ્લા 10 વર્ષથી અવિરત ગુણવત્તા ભરી સેવાઓ સંસ્થાના નિષ્ણાત ડોક્ટરો તેમજ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા અપાઈ રહી છે.
સ્વામિનારાયણ ગુરુકુળ પીએસએમ હોસ્પિટલના સ્થાપક શાસ્ત્રી સ્વામિ પૂ. શ્રી પ્રેમ સ્વરૂપદાસ સ્વામીજી તેમજ સંસ્થાના ઉપ-પ્રમુખ ભક્તવત્સલ સ્વામી તથા અન્ય સંતો ગરીબ દર્દીઓ પ્રત્યે સેવા અને સમર્પણની ભાવનાઓ સાથે છેલ્લા ત્રણ દાયકાથી કાર્યરત છે. સર્વે સંતોની સેવાની લાગણીઓ અને દર્દીઓના દર્દને દૂર કરવા માટે દૂર દૂરના ગામડાઓ સુધી આરોગ્યની સેવાઓ તદ્દન નિઃશુલ્ક આપવામાં આવે છે. હોસ્પિટલના પ્રેરણારુપ કાર્યો અને દર્દીઓના આશિષથી આગામી સમયમાં પણ આ હોસ્પિટલ ઉત્તરોતર પ્રગતિ કરીને ફક્ત ગુજરાત જ નહીં પરંતુ દેશ એને વિશ્વમાં પણ એક મિશાલ રૂપ બની રહેશે.