Nirmal Metro Gujarati News
article

બ્રહ્મ ખુદ વિચાર પ્રસ્તુત કરે એ સાર્થક બ્રહ્મ વિચાર છે. સત્યનો આશ્રય લઈને આપણા વિશે આપણે શું છીએ એ કહેવાવું જોઈએ. એકમાત્ર આધાર જે શાશ્વત છે-એ હરિનામ છે. વેદાંતમાં જ્ઞાનીઓને જ્ઞાનથી પણ મુક્ત થવું-એ છેલ્લી અવસ્થા કહી છે. “માર્ગી તો અમારો પંથ છે,દાદા ગાર્ગી સુધી પહોંચ્યા”

દેવભૂમિ ઋષિકેશનાં ગંગા તટ પર પ્રવાહિત રામકથાનાં સાતમા દિવસે કથાનો આરંભ એક મંત્રથી કર્યો.જે મંત્ર વિષ્ણુદાદાએ લખેલો છે:

નાહં મૂર્ખો ન વિદ્વાનં ન ચ જરઠ તનુનૈવ બાલૌ યુવા વા નૈવ સ્ત્રી….

બ્રહ્મ વિચાર ત્રણ સ્વરૂપે કરી શકાય:એક સીધો, અવિનાશી બ્રહ્મ વિશે વિચારીને,બીજામાં કોઈ શાસ્ત્ર ભગવત ગીતા,રામાયણ,ગ્રંથનો આધાર લઈને કરી શકાય.અને ત્રીજું સ્વયં બ્રહ્મ પોતાના વિશે વિચાર પ્રસ્તુત કરે.

આધાર લઈને વિચારીએ તો થાય કે આધાર કેટલો ટકાઉ હશે!આપણે પણ નાશવંત છીએ.પણ જનક, લોમસ,વશિષ્ઠ,વિશ્વામિત્ર સીધા વિચાર કરે છે.એમાં પણ મુશ્કેલી એ છે કે કેટલો પણ બ્રહ્મવિચાર કરે અંતે નેતિ-નેતિ કહેવું પડે છે,ઇતિ-ઇતિ કહી શકાતું નથી.

એટલે વિશેષ સાર્થક અને ફળદાયી બ્રહ્મવિચાર બ્રહ્મ ખુદ પ્રસ્તુત કરે એ છે.

બાપુએ લંકાકાંડનો અંગદ સંધિ લઈને રાવણ પાસે જાય છે એ ઉદાહરણ આપીને કહ્યું કે બંને વચ્ચેનો સંવાદ,એવો જ પરશુરામના આગમન વખતેનો સંવાદ-લોકો એમાં વિશેષ રસ લેતા હોય છે.રાવણ અને અંગદનાં સંવાદમાં રાવણને અંગદ વારંવાર ક્યાં ક્યાં પરાજિત થાય છે એ બતાવે છે ત્યારે રાવણ કહે છે કે એ તારી વ્યાખ્યા છે.પણ હું મારા વિશે શું માનું છું એ પણ સાંભળ!

આપણા વિશે કોઈ અન્ય કહે તો કેટલું સત્ય છે એ કહેવું મુશ્કેલ છે.ગાંધીબાપુએ સત્યના પ્રયોગો ખુદ લખ્યા.મહાદેવભાઇ દેસાઈ ડાયરી લખે છે એમાં ગાંધીજીએ જે નથી લખ્યું એ પણ છે.

પણ ખરેખર બ્રહ્મ વિશે બ્રહ્મને જ બોલવા દઈએ. સત્યનો આશ્રય લઈને આપણા વિશે આપણે શું છીએ એ કહેવાવું જોઈએ.એકમાત્ર આધાર જે શાશ્વત છે એ હરિનામ છે.

અહીં શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ પોતાના વિશે આઠ શ્લોકમાં અર્જુનને કહે છે એ બ્રહ્મવિચાર છે કારણ કે ભગવાન ખુદ બ્રહ્મ છે.બાપુએ કહ્યું કે મારી દ્રષ્ટિએ ચાર કૈલાશ છે:મનથી જઈએ તો સારા વિચાર આવે,બુદ્ધિથી જઈએ તો શાસ્ત્રોક્ત પ્રજ્ઞા પુષ્ટ થાય,ચિતથી કૈલાશ તરફ જઈએ તો ચિત્તવૃત્તિનો નિરોધ થાય અને મૂળ કૈલાશ જ્યાં સમષ્ટિનો અહંકાર શિવ આપણને પ્રાપ્ત થશે.

આ ચાર વસ્તુ સાધકને દીક્ષિત કરે છે.ગીતાજીમાં સર્વારંભ શબ્દ છે,રામચરિત માનસ અનારંભ શબ્દ લખે છે.

એક અવસ્થા આવે પછી બધા જ આરંભથી નિવૃત્તિ લેવાની વાત છે.વેદાંતમાં જ્ઞાનીઓને જ્ઞાનથી પણ મુક્ત થવું એ છેલ્લી અવસ્થા કહેવાય છે.

તો અહીં વિષ્ણુ દાદા લખે છે કે:હું મૂર્ખ નથી, વિદ્વાન પણ નથી,હું બુઢો પણ નથી બાળક પણ નથી અને યુવાન પણ નથી,હું સ્ત્રી પુરુષ કે નાન્યેતર પણ નથી, આમાંથી હું કંઈ નથી.તો અહીં દેહનું સત્ય,સંબંધનું સત્ય,આત્માનું સત્ય રજૂ કરીને એટલું જ કહ્યું કે હું ભૂંજાયેલા ચણા જેવો છું.મારામાં હવે કોઈ અંકુર નહીં ફૂટે પણ સમાજને હું ઉપયોગી થઈ શકીશ.

દાદાનું સામીપ્ય ન મળ્યું સાંન્નિધ્ય ઘણું મળ્યું છે,પણ એકમાત્ર અફસોસ છે કે અમે એને જોઈ ન શક્યા! સંન્યાસ લેવાનું કોઈ કારણ ન હતું.પણ કોઈક જનમની જાગેલી ચેતનાને કારણે સંન્યાસી બન્યા માર્ગી તો અમારો પંથ છે પણ દાદાએ વિચાર્યું હશે કે ગાર્ગી સુધી પણ પહોંચવું છે.જીવના રૂપમાં મારા માટે એ શિવ છે એટલે દાદાની પ્રસ્થાનત્રયી એની ત્રણ આંખો છે.એક આંખ ખુલે તો બ્રહ્મસૂત્ર શરૂ થાય, વચ્ચેની આંખ ખુલે તો ભક્તિ સૂત્ર શરૂ થાય અને બીજી આંખ ખુલે તો ભગવદ ગીતાની કરુણા ખુલતી

Box

કથા વિશેષ:

*ગીતાજીમાં બ્રહ્મ ખુદ પોતાનાં વિચાર પ્રસ્તુત કરે છે.

જેને ધર્મામૃત અષ્ટક કહી શકાય.*

ગીતાજીનાં ૧૨માં આધ્યાયનાં ૧૩ થી ૨૦ સુધીનાં આઠ શ્લોક જે ધર્મામૃત અષ્ટક આ પ્રકારે કૃષ્ણએ બ્રહ્મ વિચાર કહ્યો છે.

અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્રઃ કરુણ એવ ચ।

નિર્મમો નિરહઙ્કારઃ સમદુઃખસુખઃ ક્ષમી॥૧૩॥

(જે સર્વ ભૂતોમાં દ્વૈષભાવ વિનાનો,અકારણ પ્રેમી,અહેતુ દયાળુ,મમત્વ વિનાનો,અહંકાર વિનાનો,સુખ દુ:ખમાં સમ,મારામાં દ્રઢ નિશ્ચયવાળો,મારામાં અર્પેલ મન-બુધ્ધિવાળો મારો ભક્ત મને પ્રિય છે.)

સન્તુષ્ટઃ સતતં યોગી યતાત્મા દૃઢનિશ્ચયઃ।

મય્યર્પિતમનોબુદ્ધિર્યો મદ્ભક્તઃ સ મે પ્રિયઃ॥૧૪II

યસ્માન્નોદ્વિજતે લોકો લોકાન્નોદ્વિજતે ચ યઃ।

હર્ષામર્ષભયોદ્વેગૈર્મુક્તો યઃ સ ચ મે પ્રિયઃ॥૧૫॥

(જે હર્ષ,અમર્ષ-બીજાની ઉન્નતિને જોઇને સંતાપ કરનાર-ભય અને ઉદ્વેહથી રહિત છે.)

અનપેક્ષઃ શુચિર્દક્ષ ઉદાસીનો ગતવ્યથઃ।

સર્વારમ્ભપરિત્યાગી યો મદ્ભક્તઃ સ મે પ્રિયઃ॥૧૬॥

(સર્વ આરંભોનો ત્યાગી છે,ભક્તિયુક્ત છે)

યો ન હૃષ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતિ ન કાંક્ષતિ।

શુભાશુભપરિત્યાગી ભક્તિમાન્યઃ સ મે પ્રિયઃ॥૧૭

સમઃ શત્રૌ ચ મિત્રે ચ તથા માનાપમાનયો:।

શીતોષ્ણસુખદુઃખેષુ સમઃ સઙ્ગવિવર્જિતઃ॥૧૮॥

શત્રુ મિત્રમાં,માન-અપમાનમાં સમ છે,ઠંડી-ગરમી,સુખ-દુ:ખ વગેરે દ્વંદોમાં સમ અને આસક્તિ વિનાનો છે.)

*તુલ્યનિન્દાસ્તુતિર્મૌની સન્તુષ્ટો યેન કેનચિત્।

અનિકેતઃ સ્થિરમતિર્ભક્તિમાન્મે પ્રિયો નરઃ॥૧૯॥*

(નિંદા-સ્તુતિને સમાન સમજનાર,મનનશીલ,સ્થિર બુધ્ધિવાળો ભક્તિમાન મને પ્રિય છે.)

નિવાસસ્થાયે તુ ધર્મ્યામૃતમિદં યથોક્તં પર્યુપાસતે

શ્રદ્દધાના મત્પરમા ભક્તાસ્તેઽતીવ મે પ્રિયાઃ॥૨૦II

(જે અહીં પ્રગટ આ અમૃતરૂપી જ્ઞાનનું સમ્માન કરે છે, મારામાં શ્રદ્ધા ધરાવે છે, મને પરમ લક્ષ્ય માનીને તે ઉદ્દેશ્યથી મારી ભક્તિમાં પરાયણ રહે છે, તેઓ મને અત્યંત પ્રિય છે.)

બ્રહ્મ ખુદ વિચાર પ્રસ્તુત કરે એ સાર્થક બ્રહ્મ વિચાર છે.
સત્યનો આશ્રય લઈને આપણા વિશે આપણે શું છીએ એ કહેવાવું જોઈએ.
એકમાત્ર આધાર જે શાશ્વત છે-એ હરિનામ છે.
વેદાંતમાં જ્ઞાનીઓને જ્ઞાનથી પણ મુક્ત થવું-એ છેલ્લી અવસ્થા કહી છે.
“માર્ગી તો અમારો પંથ છે,દાદા ગાર્ગી સુધી પહોંચ્યા”

Related posts

Celebrating the Furry Companions: Zee TV actors share their favourite pet stories on International Dog Day  

Reporter1

Gujarat’s Rich Culture and Flavors Inspire Creativity, Says Tatiana Navka Ahead of Her India Tour

Reporter1

First-ever “East Ahmedabad Half Marathon” to promote fitness, raise health awareness

Reporter1
Translate »