Nirmal Metro Gujarati News
business

ભારતમાં પાવરફુલ ગ્રૂપ અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ઉદ્યોગસાહસિક વિકાસ અને પડકારો પર પેનલ ચર્ચાનું આયોજન કરાયું

 

અમદાવાદ: અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના ઉપક્રમે પાવરફુલ ગ્રૂપ દ્વારા ‘ભારતના વિકાસનો લાભ ઉઠાવીને અજેય ઉદ્યોગસાહસિક બનો’ પેનલ ડિસ્કશનનું આયોજન કરાયું હતું. જેમાં ઉદ્યોગસાહસિકોને ફંડિંગ, ઈન્ક્યુબેશન, મેન્ટરિંગ અને ફ્યુચર ગ્રોથની સંભાવનાઓ જેવા મહત્ત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરાઈ હતી. કાર્યક્રમમાં ‘કેન્ડોર લીગલ એન્ડ ઈન્ડસ મેન્ટર્સ’ના સ્થાપક મનસ્વી થાપર, ઈઈન્ફો ચિપ્સના સહ-સ્થાપક સુધીર નાઈક, અયમા ક્રિએશન્સનાં ડિરેક્ટર મીના કાવિયા, લેખક અને ઈન્ટરનેશનલ કિનોટ સ્પીકર અને સલાહકાર કૃણાલ દેવમાને, પાવરફુલ ગ્રૂપના ગ્લોબલ હેડ બિઝનેસ એન્ડ નેટવર્કિંગ અને સ્વરાભ્ભના સ્થાપક નેહલ મહેતા ઉપસ્થિત રહ્યાં હતાં.કાર્યક્રમમાં કૃણાલ દેવમાનેએ કહ્યું કે, ‘ભારત આજે અવિશ્વસનીય ગ્રોથ અને પરિવર્તનના શિખર પર છે. ઉદ્યોગસાહસિક લેન્ડસ્કેપ તેજ ગતિએ વિકસી રહ્યું છે અને વર્તમાન અને ભાવિ પડકારો વિશે જાણકાર રહેવું બિઝનેસ લીડર્સ માટે મહત્ત્વપૂર્ણ છે.’

એમએલએ અમિત ઠાકરેએ જણાવ્યું કે ,’આજે દેશમાં સવા લાખથી વધારે સ્ટાર્ટઅપ છે.ભારતના યુથને વિશ્વના લોકો અલગ દૃષ્ટિએ જુએ છે જે, આપણાં માટે તક સમાન છે. આજે આપણી કોલેજનો વિદ્યાર્થી વિચારે છે કે, હું કંઈક એવું સ્ટાર્ટઅપ કરું જેની દેશમાં નોંધ લેવાય.’

ડિસ્કશનમાં મોડરેટર નેહલ મહેતાએ કહ્યું કે, ‘કાર્યક્રમ મહત્વાકાંક્ષી, સ્થાપિત ઉદ્યોગસાહસિકોને સ્પર્ધાત્મક વાતાવરણમાં ખીલવા જરૂરી સાધનો, જ્ઞાન અને જોડાણોથી સજ્જ કરવા ડિઝાઈન કરાયો હતો. આ કોઈ બિઝનેસ ગેધરિંગ નથી, પણ વિશિષ્ટ ડિસ્કશન થકી એક બીજાની સાથે જોડાવું અને બિઝનેસની નવી ઊંચાઈએ પહોંચવાની તક આપે છે.

Related posts

Galaxy S25 series will include at least 50% recycled cobalt

Reporter1

Winning Team Sputnik Brain of Samsung ‘Solve for Tomorrow’ 2022 Represents India at the ‘Together for Tomorrow, Enabling People’ Digital Olympic Community for Paris 2024

Reporter1

TATA.ev celebrates ‘Festival of Cars’ with amazing prices on EVs

Reporter1
Translate »