થોડા દિવસ પહેલાં મહારાષ્ટ્રમાં ગોંદિયા નજીક ખજરી ગામે મહારાષ્ટ્ર પરિવહનની બસ એક બાઈક સવાર ને બચાવવા જતાં અકસ્માતનો ભોગ બની હતી અને તે દુઃખદ ઘટનામાં ૧૫ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. એ સિવાય સેલવાસ નજીક અકસ્માતમાં સુરતના ચાર આશાસ્પદ યુવાનોના મોત નિપજયા હતા. વિવિધ અકસ્માતમાં આ પ્રમાણે ૧૯ લોકોનાં મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૮૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા શ્રી પ્રવીણભાઈ તન્ના અને તેમના સાથીદારો દ્વારા આ સહાયતા રાશિ પહોંચતી કરવામાં આવશે અને એ જ પ્રમાણે નવસારી સ્થિત રામકથાના શ્રોતા શ્રી પ્રગનેશ પટેલ દ્વારા સહાયતા રાશિ પહોંચતી કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.
next post