Nirmal Metro Gujarati News
article

રાજકોટમાં પૂજ્ય મોરારી બાપૂની રામકથામાં રૂ. 60 કરોડનું જંગી દાન પ્રાપ્ત થયું

 

પૂજ્ય મોરારી બાપૂની રામકથાઃ વૃદ્ધોની સેવા માટે અભૂતપૂર્વ રૂ. 60 કરોડનું દાન એકત્રિત થયું

રાજકોટઃ રાજકોટમાં પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના વક્તા પૂજ્ય મોરારી બાપૂની રામકથામાં વૃદ્ધોની સેવા અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવાના મહાન કાર્ય માટે રૂ. 60 કરોડથી વધુ જંગી દાન પ્રાપ્ત થયું છે. દાનની રકમ સદ્ભાવના ટ્રસ્ટ દ્વારા નિર્માણ થનાર વૃદ્ધાશ્રમ તથા બીજા ધાર્મિક કાર્યો માટે અપાશે.

રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજિત રામકથાના પ્રથમ દિવસે જ મોરારી બાપૂએ લોકોને વૃદ્ધો અને પ્રકૃતિ પ્રત્યે તેમનો સ્નેહ અને સમર્થન વ્યક્ત કરવાની અપીલ કરી હતી. તેમના આહ્વાન ઉપર ભક્તોએ અભૂતપૂર્વ દાન કર્યું છે. આ જંગી દાનથી રામકથાના કરુણા અને માનવતાના મૂળ સંદેશને પણ બળ મળ્યું છે.

જામનગર રોડ ઉપર પડઘરીમાં રૂ. 300 કરોડના ખર્ચે બનનાર સદ્ભાવના વૃદ્ધાશ્રમ માટે દાન પ્રાપ્ત કરવું જ આ કથાનો એકમાત્ર ઉદ્દેશ્ય છે. નિરાશ્રિત, વિકલાંગ અને અસહાય વૃદ્ધોને પોતાનું ઘર મળે તે લક્ષ્ય સાથે ડિઝાઇન કરાયેલા આ વૃદ્ધાશ્રમમાં કુલ 1,400 રૂમ હશે, જ્યાં તેમની સંપૂર્ણ સન્માન સાથે દેખભાળ કરાશે. આ પ્રોજેક્ટનો બીજો ઉદ્દેશ્ય મોટાપાયે વૃક્ષારોપણના માધ્યમથી પર્યાવરણ સંરક્ષણ પણ છે, જે આધ્યાત્મિક મૂલ્યોની સાથે પર્યાવરણ પ્રત્યે આપણી જવાબદારીને જોડે છે.

આ રામકથા પ્રભુ શ્રીરામ અને રામાયણના ઉપદેશોથી સમાજના ઉત્કર્ષ માટે પૂજ્ય મોરારી બાપૂની છ દાયકાની યાત્રામાં 947મી કથા હતી. સત્ય, પ્રેમ અને કરુણાના તેમના શાશ્વત સંદેશ સાથે વિશ્વભરમાં લાખો લોકો ઉત્સાહથી જોડાય છે. રાજકોટના આ આયોજને આધ્યાત્મિકતાની સમાજમાં ક્રાંતિ લાવાવની શક્તિને વધુ પ્રબળ કરી છે.

23 નવેમ્બરના રોજ ભવ્ય પોથી યાત્રા સાથે શરૂ થયેલી આ પૂણ્યકથાનો લાભ લગભગ 80,000થી વધુ ભક્તો, ગણમાન્ય લોકો અને સ્વયંસેવકોએ લીધો છે. આ ઉપરાંત દરરોજ મોટી સંખ્યામાં શ્રોતા અને ભક્તોએ ભાવપૂર્વક ભોજનપ્રસાદ પણ ગ્રહણ કર્યું હતું. આ આયોજનને સફળ બનાવવા માટે ઘણા સામાજિક સંગઠનો અને સ્વયંસેવકોએ દિવસ-રાત કામ કર્યું હતું.

01 ડિસેમ્બરના રોજ સમાપ્ત થયેલી રામકથાએ હજારો લોકોમાં દિવ્ય આધ્યાત્મિક અનુભૂતિની સાથે આસ્થાની આર્થક સામાજિક પરિવર્તન તરફ લઇ જવાની ક્ષમતાને પણ પ્રકાશિત કરી છે. આ દાનની રકમનો ઉપયોગ સેંકડો નિરાધાર વૃદ્ધ વ્યક્તિઓ માટે આશાનું કિરણ પેદા કરશે તથા આબોહવામાં પરિવર્તનનો સામનો કરવાના વૈશ્વિક પ્રયાસોમાં પણ યોગદાન આપશે.

Related posts

Honourable South African Minister of Tourism, Ms. Patricia de Lille, to Visit India in December 2024  

Reporter1

ઈચ્છા,ભય અને ક્રોધથી જે મુક્ત થાય એ સદા મુક્ત છે. રામચરિતમાનસ એ અક્ષરાવતાર છે

Reporter1

હું સંકલ્પનું ગંગાજળ હાથમાં લઈને કહું છું: રામાયણ અને મહાભારત રાખો અને તમને કંઈ મુશ્કેલી પડે તો અડિયો દડિયો મારા ઉપર!”-બાપુ

Reporter1
Translate »