Nirmal Metro Gujarati News
business

લાઈમલાઈટ ડાયમંડ્સે એક જ દિવસે અમદાવાદમાં 2 નવા સ્ટોર્સ લોન્ચ કર્યા, પ્રખ્યાત અભિનેત્રી ઇશા કંસારાના હસ્તે શુભારંભ

 

-ખૂબ ઝડપથી વિકસી રહેલી લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરીની આ બ્રાન્ડ વર્ષના અંત પહેલા 8 વધારાના સ્ટોર ખોલી
દેશમાં આ જ્વેલરીની વધતી જતી માંગને સંતોષવા માગે છે

અમદાવાદ, 15 ડિસેમ્બર, 2024 –ભારતની સૌથી મોટી લેબગ્રોન ડાયમંડ બ્રાન્ડ -લાઈમલાઈટ ડાયમન્ડ્સે-
હાલમાં જ દેશમાં કુલ 20-સ્ટોર્સના માઇલસ્ટોન પર પહોંચ્યા પછી એક જ દિવસે અમદાવાદમાં 2 નવા સ્ટોર્સનું
લોન્ચિંગ કરી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. અમદાવાદ જેવા મહત્ત્વના માર્કેટમાં બ્રાન્ડની હાજરીને આ પગલું વધુ
મજબૂત કરે છે.

લોન્ચિંગનો શુભારંભ ધમાકેદાર ડાન્સ પરફોર્મન્સ સાથે રીબીન કાપ્યા પછી થયો હતો, જેમાં બ્રાન્ડની લાંબા સમય
સુધી જીવંત રહેવાની નેમને સર્જનાત્મક રીતે રજૂ કરાઇ હતી. બંને સ્ટોર્સનું ઉદ્ઘાટન ગુજરાતના જાણીતા અભિનેત્રી
ઇશા કંસારા દ્વારા કરાયું જેમણે પ્રસંગમાં ગ્લેમર અને ચાર્મનો ઉમેરો કરી દીધો હતો. આ ઉપરાંત બ્રાંડની મેનેજમેન્ટ ટીમના શ્રી નીરવ ભટ્ટ અને શ્રી કરમ ચાવલા ઉપરાંત રીજનલ પાર્ટનર,સી.જી. રોડ, ધ્રુવીન મિરાણી અને દિનેશ
દેસાઈ- તથા રીજનલ પાર્ટનર, સિંધુ ભવન, શ્રી ધવલ ચોક્સી અને સાર્થક ચોક્સીની હાજરીએ કાર્યક્રમને દીપાવ્યો
હતો.

સિંધુ ભવન અને સી.જી. રોડ જેવા પોશ વિસ્તારોમાં શરૂ થયેલા આ નવા સ્ટોર્સમાં સોલિટેર નેકલેસ, બ્રેસલેટ, વીંટી
અને ઇયરિંગ્સનું શ્રેષ્ઠ કલેક્શન મળી રહેશે. કલેક્શનની ડિઝાઇન નવા યુગની ટેક્નોલોજી અને પરંપરાગત સુંદર
જ્વેલરીનું એવું સંગમ છે જે સ્ટોરને સોલિટેર માટેના એકમાત્ર સ્થળ તરીકે સ્થાપિત કરે છે. છેલ્લા બે વર્ષમાં આ
બ્રાન્ડ મુંબઈ, કોલકાતા, દિલ્હી, જયપુર, વારાણસી, હૈદરાબાદ, રાજકોટ, બેંગ્લોર, ચેન્નાઈ વગેરે સહિત 35+ શહેરોમાં ઝડપથી પહોંચવા સાથે LGD જ્વેલરી માટે દેશમાં સૌથી મોટી બની ગઈ છે.

સુંદર કલેક્શનના વખાણ કરતાં ઇશા કંસારાએ કહ્યું, “હું સ્ટોર અને લેબગ્રોન ડાયમન્ડ્સ જોઇને અવાચક બની ગઈ
છું. પહેલી તો વાત એ છે કે આ ભારતમાં બનેલા છે અને મને લાગે છે કે દરેક ભારતીય મહિલા આ ડાયમન્ડ્સ
પહેરીને ગર્વ અનુભવશે. આ ઉપરાંત સૌથી સારી વાત એ છે કે, અદ્યતન ટેક્નોલોજી થી બનાવેલી તેમની સોલિટેર
રેન્જની મોર્ડન ડિઝાઇન્સ ક્લાસી હોવા સાથે બોલ્ડ એલીગન્સ ધરાવે છે. હું લાઈમલાઈટની ટીમને અમદાવાદમાં લેબ ગ્રોન ડાયમન્ડ્સનો આ અનોખો કન્સેપ્ટ લાવવા બદલ અભિનંદન આપું છું. તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.”

સ્ટોરની રીટેઇલ જ્વેલરીની ડિઝાઈન્સમાં એલીગન્સ, મોર્ડનિટી, સસ્ટેનેબિલિટી અને લક્ઝરીને એ રીતે વણી લેવામાં આવી છે કે તે એકીકૃત રીતે બ્રાન્ડના મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે. આ ઉપરાંત અંદરની સજાવટ ક્લીન અને મિનિમલિસ્ટ રીતે કરાઇ છે જે લેબગ્રોન ડાયમન્ડ જ્વેલરીના સૌંદર્યને પ્રગટ કરે છે.

શોપર્સ અહીં સોલિટેર ડિઝાઇનના એવા અપૂર્વ કલેક્શનમાં ચોક્કસ ખોવાઇ જશે જે માત્ર સુંદર અને ભવ્ય જ નહીં
પણ પહેરવામાં પણ શ્રેષ્ઠ છે. વધુમાં, બ્રાન્ડની કસ્ટમર સર્વિસમાં ડિઝાઇન કસ્ટમાઇઝેશન, લાઇફટાઇમ બાયબેક
અને વેલ્યૂ પ્રોટેક્ટેડ કોમ્પલિમેન્ટરી જ્વેલરી ઇન્સ્યોરન્સ અને તેની સાથે 100% એક્સચેન્જ ગેરેંટીનો સમાવેશ થાય
છે. આ બધું ગ્રાહકોમાં વધુ ભરોસો અને આત્મવિશ્વાસ જગાડે છે.

આ પ્રસંગે પોતાની ખુશી વ્યકત કરતા લાઈમલાઈટ ડાયમંડ્સના સ્થાપક અને એમડી પૂજા શેઠ માધવન કહે છે,
“અમારી બ્રાન્ડ માટે ગ્રાહકોનો આટલો અદભૂત પ્રતિસાદ જોયા પછી અમદાવાદમાં અમારો નવો સ્ટોર શરૂ કરતા
મને ઘણા આનંદ અને ગર્વની લાગણી થાય છે. અમદાવાદ તેના કલરફૂલ કલ્ચર માટે જાણીતું છે. શહેરનો સમૃદ્ધ
ઇતિહાસ અને આર્કિટેક્ચર, અમારા આધુનિક લક્ઝરી સાથે પરંપરાને સંયોજિત કરવાના લાઈમલાઈટના વિઝનને
સંપૂર્ણ રીતે પૂરક છે. પોતાની શ્રેષ્ઠ વસ્તુના પ્રદર્શનમાં ગૌરવ લેતા અહીના ગ્રાહકોએ અમારી જ્વેલરીની પ્રીમિયમ
ક્વોલિટી, મેક અને ડિઝાઇનની પણ ઘણી પ્રશંસા કરી છે. પાછી, સોનામાં સુગંધ એ વાતની છે કે આ જ્વેલરીની
કિંમત પરવડે તેવી છે.

LGD ઉદ્યોગમાં વૃદ્ધિ વિશે જણાવતા તેઓ કહે છે, “ગ્રાહકોમાં વધતી સ્વીકૃતિને કારણે ભારતમાં LGD ઉદ્યોગમાં વાર્ષિક ધોરણે 15-20% વૃદ્ધિ થઇ રહી છે . લોકોમાં એલજીડી અંગે જાગૃતિમાં નોંધપાત્ર વધારો થયો છે. અમારા
સ્ટોરમાં આવતા લગભગ દરેક ગ્રાહકને ખબર છે કે લેબગ્રોન ડાયમંડ પણ એકદમ સાચા જ છે કારણ કે તે પણ
કાર્બનથી બનેલા છે. તે પણ ખાણમાંથી નીકળેલા ડાયમંડ જેવા જ છે. જ્યારે બીજી બાજુ બન્ને સમાન હોવા છતાં
LGDs વધુ પોસાય તેવા છે. કારણ કે તેમને બનાવવામાં માઇનિંગ જેટલો ખર્ચ થતો નથી. ગ્રાહકો લેબગ્રોન ડાયમંડ
સાથે તેમની જ્વેલરીને અપગ્રેડ કરવાનું વિચારી રહ્યા છે. સરખા જ ભાવમાં LGDથી એવા તમામ લોકો પોતાની
જ્વેલરી અપગ્રેડ કરી શકે છે કે જેઓ નાના ડાયમંડ્સના આભૂષણોમાંથી સોલિટેરમાં જવા માગે છે. આ ઉપરાંત આ
એવા લોકો માટે પણ ફાયદારૂપ છે કે જેઓ તેમના રૂપિયા સમજદારીપૂર્વક ખર્ચવાનું પસંદ કરે છે. લાઈમલાઈટ
જેવી બ્રાન્ડ્સ દ્વારા બાયબેક અને એક્સચેન્જની સુવિધા સાથે બ્રાન્ડેડ પ્રોડક્ટની કિંમત એવી રીતે નક્કી કરવામાં
આવી છે કે તેમને પોતાની જ્વેલરી પહેરવાના શોખને પૂરો કરવા સાથે મોટા ખર્ચની પણ ચિંતા રહેતી નથી .”

લાઈમલાઈટના સી.જી. રોડ સ્ટોરના રીજનલ પાર્ટનર ધ્રુવીન મિરાણી અને દિનેશ દેસાઈએ જણાવ્યું હતું કે,
“લાઈમલાઈટ ડાયમંડ્સ સાથે પહેલીવાર જોડાઇને અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. અમે તાજેતરના વર્ષોમાં લેબગ્રોન
ડાયમંડની માંગમાં આવેલા જબરજસ્ત ઉછાળાને જોયો છે. અમને લાગે છે કે આ ધંધામાં ઘણી સંભાવનાઓ છે.
સ્વાભાવિક છે, આવા સમયે, અમે અમદાવાદમાં અમારા ગ્રાહકોને લેબગ્રોન ડાયમંડની જ્વેલરીની શ્રેષ્ઠ ડિઝાઇન
માટે વધુ રાહ જોવડાવવા ઇચ્છતા ન હતા.”

સિંધુ ભવન ખાતેના સ્ટોરના રીજનલ પાર્ટનર અને ચોકસી લેબગ્રોન ડાયમન્ડ્સના માલિક ધવલ ચોકસી અને
સાર્થક ચોકસીએ કહ્યું, “લાઈમલાઈટ ડાયમંડ્સ સાથે આ પહેલીવાર જોડાણ છે. અમે પણ લેબગ્રોનના ધંધામાં
પહેલાથી છીએ. અમે આ ડાયમંડની વધતી જતી સ્વીકૃતિ અને માંગના સાક્ષી છીએ. અમે આ કેટેગરીમાં અસીમ
શક્યતાઓ જોઈ રહ્યા છીએ. લાઈમલાઈટ સાથેની અમારી ભાગીદારી સાથે અમદાવાદમાં અમારા તમામ ગ્રાહકોને
શ્રેષ્ઠ ડિઝાઇન રજૂ કરવા માટે આતુર છીએ.”

લેબગ્રોન ડાયમંડ્સ અંગે વધેલી જાગૃતિ અને સ્વીકૃતિએ નિઃશંકપણે પરંપરાગત જ્વેલરી ઉદ્યોગમાં મોટા વમળો
પેદા કર્યા છે. ટાટા ગ્રૂપે લેબગ્રોનમાં એન્ટ્રી કરતા ગ્રાહકોના વિશ્વાસ નોંધપાત્ર રીતે વધારો કર્યો છે.વધુમાં, લેબગ્રોન
ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ્સ હવે આકર્ષક બાયબેક અને એક્સચેન્જ સ્કીમ ઓફર કરી રહી છે, જે વિશ્વાસને વધુ મજબૂત કરે છે અને ગ્રાહક તેને અપનાવે છે. આજે દુનિયાના જેમ્સ અને જ્વેલરી માર્કેટમાં લેબગ્રોન હીરાનો હિસ્સો અંદાજિત 20% છે. ભારતમાં પણ આ સેક્ટરમાં 15% વાર્ષિક ગ્રોથ છે.

બ્રાંડની મજબૂતાઈ માત્ર દેશભરમાં સ્ટોર હોવાથી જ નથી આવતી પરંતુ તે ગ્રાહકના પિકઅપ અને ખરીદીના
વર્તનમાં દેખાય છે. બ્રાન્ડેડ વેચાણમાં વર્ષે ત્રણ ગણો વધારો થયો છે જેના પરિણામે ગ્રાહકો સાથે સીધા જોડાણ અને
રીટેઇલ ધંધાને વિસ્તારવા માટે કંપનીના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. બજારમાં વધતી હાજરી સાથે,
સોલિટેયર ડાયમંડ જ્વેલરીની અગાઉ ક્યારેય ન જોઇ હોય તેવી ઉત્કૃષ્ટ શ્રેણી ઓફર કરવાને કારણે, ગ્રાહકોમાં
બ્રાન્ડનો આધાર મજબૂત થઇ રહ્યો છે.

અમારા નવા લાઈમલાઈટ ડાયમંડ સ્ટોરની મુલાકાત લો અને હીરાના જાદુનો અગાઉ ક્યારેય ન કર્યો હોય તેવો
જાત અનુભવ કરો. ઉપરાંત, વધુ ઉત્કૃષ્ટ ડિઝાઇનનો જોવા માટે, www.limelightdiamonds.com પર અમારી
મુલાકાત લો.

 

Related posts

A Culinary Odyssey: Kotak Private collaborates with Celebrity Chef Marco Pierre White to redefine luxury dining for UHNI & HNI clientele  

Reporter1

Tata Motors @ Bharat Mobility Global Expo 2025 Unveils ‘Future of Mobility’ with new benchmarks in Innovation, Connectivity and Sustainability

Reporter1

Ujjivan Small Finance Bank receives RBI approval for foreign exchange services

Reporter1
Translate »