Nirmal Metro Gujarati News
city

“ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ” – અમદાવાદમાં સ્વરા ગ્રૂપ દ્વારા મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકોની ભાગીદારી વધે અને મહત્તમ મતદાન થાય એ માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિઓ પૂરજોશમાં ચાલી રહી છે. લોકશાહીનું મહાપર્વ કહી શકાય એવી લોકસભાની ચૂંટણી અન્વયે ગુજરાતભરમાં તા.૦૭ મે, ૨૦૨૪ ના રોજ મતદાન થવાનું છે ત્યારે લોકો ચૂંટણીને પર્વ સમજી ઉજવે અને મહત્તમ મતદાન કરે તે માટે સૌના સહિયારા પ્રયાસ જરૂરી છે. આજ બાબતને ધ્યાનમાં રાખીને શહરેની કેટલીક કોર્પોરેટ હાઉસ પણ આ અભિયાનમાં સહભાગી થઇ રહી છે. ત્યારે અમદાવાદના જાણીતા ડેવલોપર્સ સ્વરા બિલ્ડિંગ હાર્મોની ગ્રૂપ દ્વારા લોકોમાં વધુમાં વધુ મતદાન કરે એ માટે મતદાન જાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મતદાન જાગૃતિ અભિયાન અંગે વાત કરતા સ્વરા ગ્રૂપના ફાઉન્ડર અને ચેરમેન શ્રી કાર્તિક સોનીએ જણાવ્યું કે, અમે અમારા હીર ફાઉન્ડેશન અંતર્ગત આ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આપણે સૌ જાણીએ છીએ સમગ્ર દેશમાં લોકશાહીનું મહાપર્વ ચાલી રહ્યું છે, ત્યારે આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ મતદાન થવાનું છે. આગામી ૭ મેના રોજ ગુજરાતમાં થનારા મતદાનમાં વધુમાં વધુ લોકો મતદાન કરે અને તમામ નાગરિકો અવશ્ય મતદાન કરી લોકશાહીના મહાપર્વ જોડાય એ ઉદ્દેશ સાથે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત મતદાનનું મહત્વ સમજાવી મતદાન માટે ઓફિસના તમામ સ્ટાફ, મેમ્બર્સ, મિત્રો તેમજ સ્વજનોનેને સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યા છે અને બીજાને પણ તેના માટે પ્રોત્સાહિત કરવાના સંકલ્પ લીધો હતો.
લોકશાહીનું ઉત્તમ દાન દરેક નાગરિકનું મત પ્રદાન’, ‘ભૂલો ભલે બીજુ બધુ મતદાન ને ભૂલશો નહીં’, ‘ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’, ‘મતદાતા જાગૃતિ, રાષ્ટ્રની જાગૃતિ’, ‘નહીં કરીએ જો મતદાન થશે બહુ મોટું નુકસાન’, ‘મતદાન મહાદાન’, ‘મતદાન લોકશાહીનો પ્રાણ’, ‘મારો મત મારી તાકાત’, ‘મત આપો મત અપાવો’, ‘આવો સૌ મતદાન કરીએ લોકશાહીને મજબૂત કરીએ’ જેવાં સૂત્રો તથા બેનર્સ સાથે મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો.

Related posts

ફિક્કી વાયફ્લોએ જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા ભંડોળ એકત્ર કરવાની જાહેરાત કરી

Master Admin

પૂજ્ય મોરારી બાપૂએ પદ્મશ્રી રઘુવીર ચૌધરીનું સન્માન કર્યું

Reporter1

Brighter Diwali for Bharat Families: Shopsy Unveils its Big Diwali Sale

Reporter1
Translate »