Nirmal Metro Gujarati News
Uncategorized

#TravelWithLimca તમારા શહેરની રોમાંચક શોધ પર

  • બ્રાન્ડના ચહેરા તરીકે ગતિશીલ અને ખુશમિજાજી તૃપ્તી ડીમરીને લિમ્કા ગર્લ તરીકે રજૂ કરે છે

 

 

Link to TVC:https://www.youtube.com/watch?v=4SiV-jnlJxs

કોકા-કોલા ઇન્ડિયાની ઘરેલુ સ્તરની વારસાગત બ્રાન્ડ લિમ્કા, ભારતનું લોકપ્રિય લીંબુના સ્વાદવાળું પીણુ છે, તૃપ્તી ડીમરીને લિમ્કા ગર્લ તરીકે લોન્ચ કરવામાં આવી છે તેવી આકર્ષક નવી કેમ્પેન #TravelWithLimca શરૂ કરી છે, જે એવા આઇડીયા પર તૈયાર કરાઇ છે કે આપણા સાન્નિધ્યમાં એવું સંપૂર્ણ વિશ્વ છે જેની શોધ કરવાની બાકી છે. #TravelWithLimca કેમ્પેન તેમના જ શહેરમાં નવા હોટસ્પોટ્સ શોધી કાઢવા માટે પ્રોત્સાહન આપે છે.

સ્ટુડીયો X દ્વારા કલ્પિત, આ કેમ્પેન ફિલ્મ દર્શકોને તૃપ્તી ડીમરી સાથે એક ગતિશીલ મુસાફરીમાં લઇ જાય છે, જેમ કે તેણી શહેરની આનંદદાયક શોધખોળમાં બસની મુસાફરી કરે છે. જ્યારે બસ શેરીમાંથી પસાર થાય છે ત્યારે તૃષાને તૃપ્ત કરતા લિમ્કાનો એક ઘૂંટ તેણીમાં ખુશીનું સ્તર સર્જે છે, તેમજ રોમાંચકતા અને આતુરતાની સમજને પ્રજ્વલિત કરે છે. તાજગીદાયક સ્વાદથી ઉર્જાસભર તૃપ્તીની મુસાફરી એક મોહક વળાંક લે છે, જે શહેરના ગુપ્ત કિંમતી અને સુંદર સ્થળોમાં એક છેડેથી બીજા સ્થળે લઇ જાય છે. ઘોંઘાટભર્યા બજારથી લઇને છમ અવાજ કરતી નાસ્તાની દુકાનો સુધી તેણી સમૃદ્ધ અનુભવની શોધ કરે છે, જે ગ્રાહકોને તાજગીદાયક લિમ્કા સાથે શહેરની યાત્રા કરવાની પ્રેરણા આપે છે.

લિમ્કા પરિવારમાં જોડાવા વિશે પોતાની ખુશી વ્યક્ત કરતા તૃપ્તી ડીમરી કહે છે કેમને લિમ્કાનો ભાગ બનતા અત્યંત ખુશી અને રોમાંચકતાનો અનુભવ થાય છે. નવા સ્થળોની શોધ કરવી અને વિવિધ સંસ્કૃતિનો અનુભવ કરવો તે હંમેશા મારો જુસ્સો રહ્યો છે અને અન્યોને પણ આવુ કરવા માટે પ્રેરણા આપતા મને રોમાંચ થાય છે. લિમ્કા સાથે હું આ શોધ કરવાની રોમાંચક યાત્રા શરૂ કરવાની અપેક્ષા રાખુ છું.

કોકા કોલા કંપનીના ઇન્ડિયા અને સાઉથ વેસ્ટ એશિયા ઓપરેટિંગ એકમના હાઇડ્રેશન, સ્પોર્ટ્સ અને ટી કેટેગરીના માર્કેટિંગના સિનીયર ડિરેક્ટર રુચિરા ભટ્ટાચાર્યએ જણાવ્યું હતુ કે “તેના લીંબુ અને ખાટા સ્વાદ સાથે, લિમ્કા ઉપભોક્તાઓને છેલ્લા પાંચ દાયકાથી પુનઃશક્તિનો સંચાર કરતું આવ્યુ છે. અમે નવા લિમ્કાના ચહેરા તરીકે તૃપ્તી ડીમરીને સમાવતી #TravelWithLimca કેમ્પેન લોન્ચ કરતા રોમાંચ અનુભવીએ છીએ. આ કેમ્પેન સાથે, અમે લોકોને ત્યાં જવા માટે અને પોતાના જ શહેરોની સુંદરતા શોધી કાઢવા માટે અને ઠંડી લિમ્કા સાથે પોતાને જાતને તાજગી મેળવવા પ્રોત્સાહિત કરીએ છીએ!

સ્ટુડીયો Xના ચિફ સ્ટ્રેટેજી ઓફિસર મુકુંદ VMLએ જણાવ્યું હતુ કે “આપણા પોતાના જ શહેરમાં એવા ઘણા સ્થળો છે જેની શોધની પ્રતીક્ષા કરી રહ્યા છે. #Travel with Limca કેમ્પેન તમને તમારા શહેરમાં પૂર્ણતાથી જીવવા પ્રોત્સાહિત કરે છે. આ કોમર્શિયલમાં દરેક ચીજ શહેરના સ્થાનિકીકરણ પર છે – જેમાં આગળ જતા સૌપ્રથમ બસ સ્ટોપના નામથી શરૂઆત થાય છે. તૃપ્તીની ઉભરતી વર્તણૂંક ફક્ત એક સુંદર કામ માટે જ નહી પરંતુ તેણ એક સંપૂર્ણ લિમ્કા ગર્લ પણ છે.”

કેમ્પેનના ભાગરૂપે આ બ્રાન્ડ 30 જૂન સુધી એક પ્રોત્સાહક ઓફર પણ ચલાવશે, જેમાં ઉપભોક્તાઓને DMRC, ઇઝ માય ટ્રીપ અને વધુ પાસેથી ફક્ત તેમની લિમ્કા બોટલને સ્કેન કરીને ટ્રાવેલ વાઉચર્સ જીતવાની તક પૂરી પાડે છે. શોધખોળની દુનિયામાં ડૂબકી મારો અને www.travelwithlimca.coke2home.com પર અસંખ્ય મુસાફરી સંબંધિત કન્ટેન્ટમાં ઍક્સેસને ખુલ્લો મુકો.

#TravelWithLimca કેમ્પેન વિશે વધુ માહિતી માટે અને સાહસમાં જોડવા માટે લિમ્કાનેInstagramપર ફોલો કરો અથવાwww.travelwithlimca.coke2home.comની મુલાકાત લો.

 

Related posts

સેમસંગ શાળાના વિદ્યાર્થીઓમાં કોયડા-ઉકેલ કૌશલ્ય વિકસાવવા માટે સૌપ્રથમ ડિઝાઇન થિંકીંગ વર્કશોપ ‘સોલ્વ ફોર ટુમોરો’ હાથ ધરે છે

Reporter1

Samsung TV Plus Announces the Launch of Four New FAST Channels From Viacom18 Exclusively on Samsung Smart TVs

Master Admin

ટુરિઝમ મલેશિયા અમદાવાદથી કુઆલાલંપુરને જોડતી નવી એરએશિયા ડાયરેક્ટ ફ્લાઇટ્સની જાહેરાત કરવા માટે ઉત્સાહિત છે

Reporter1
Translate »