છેલ્લા એક મહિના કરતાં પણ વધુ સમયથી ગુજરાતમાં જોર શોરથી ચાલી રહેલો લોકસભા ચૂંટણીનો પ્રચાર માટેનો સમય 5મી મેના રોજ પૂર્ણ થયો હતો. હવે આવતીકાલે સાતમી મેના રોજ ગુજરાતની તમામ 25 લોકસભા બેઠકો પર મતદાન યોજાનાર છે ત્યારે જામનગરના સાંસદ પૂનમબેન માડમે હાલારવાસીઓને ઓડિયો અને વિડિયો દ્વારા મોટી સંખ્યામાં મતદાન કરીને વિકસિત ભારતના સંકલલ્પને સાર્થક કરવા સાદર અપીલ કરી છે.
તેમના ભાવુક સંદેશમાં પૂનમબેન માડમે લોકશાહી પ્રક્રિયામાં સક્રિય સહભાગિતાના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું છે કે, જેમ છેલ્લા 10 વર્ષથી જામનગર લોકસભાના નાગરીકોના સ્નેહ, વિશ્વાસ અને આશીર્વાદથી પૂનમબેન માડમને સેવા કરવા માટે નિમિત્ત બનાવવામાં આવી રહ્યા છે તે જ રીતે ફરી એકવાર મતદાનના દિવસ તારીખ 7 મે ના રોજ મતદાન કરીને વિકસિત ભારતનો સંકલ્પ લઈને આગળ વધી રહેલા આપણા યશસ્વી વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનમાં સહભાગીદાર બનવા અને લોકશાહીના માહપર્વમાં ભાગ લેવા અપીલ કરી છે.
વધુમાં, મોદી સાહેબની સાથે સમગ્ર હાલાર પણ વિકસિત ભારતની યાત્રામાં મજબૂતીથી જોડાય, હાલારની દીકરી તરીકે તેઓને ફરીથી સેવા કરવાની તક મળે તથા સૌના સહકાર અને વિશ્વાસ સાથે પૂનમબેન માડમને ખુબ જ ઝડપથી હાલારનો વિકાસ કરવાની તક મળે તે માટે હાલારવાસીઓ પર વિશ્વાસ વ્યક્ત કરતા પૂનમબેન માડમે સૌનો કિંમતી આશીર્વાદ રૂપી મત કમળને આપવા અપીલ કરી છે.
મહત્વનું છે કે, મંગળવારે રાજ્યની તમામ 26 બેઠકો પર સવારના સાતથી લઈને સાંજના છ વાગ્યા સુધી મતદાન યોજાશે. ત્યારે પૂનમબેન માડમે તમામ નાગરીકોને વધુમાં વધુ મતદાન કરીને કમળને ખીલાવવાની અપીલ કરી છે.