Nirmal Metro Gujarati News
Uncategorized

ગુજરાતમાંથી આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL)ની ધોરણ ૧૦ની વિદ્યાર્થીની શિવાંગી પાટી સીબીએસસી – ૨૦૨૪ની પરીક્ષામાં ટોપ સ્કોરર બની

ગુજરાત, 13 મે, 2024: ટેસ્ટ પ્રિપેરેટરી સર્વિસીસમાં નેશનલ લીડર્સ એવી આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL)માં ગુજરાતની ધોરણ 10ની વિદ્યાર્થીની શિવાંગીની મહત્વપુર્ણ  શૈક્ષણિક સિદ્ધિની જાહેરાત કરતા આનંદ અનુભવે છે, જે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ (CBSE) પરીક્ષા 2024 માં ટોપ સ્કોરર તરીકે ઉભરી આવી છે.

શિવાંગીએ ગણિત, વિજ્ઞાન અને સંસ્કૃતમાં સંપૂર્ણ 100 અંક મેળવીને પ્રશંસનીય સિદ્ધિ હાંસલ કરી છે.

આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) પ્રત્યે આભાર વ્યક્ત કરતા શિવાંગીએ પોતાના શિક્ષકો તરફથી મળેલ અમૂલ્ય માર્ગદર્શન અને માર્ગદર્શનને સ્વીકાર્ય કર્યો હતો. તેણીએ સંસ્થાને વ્યાપક એજ્યુકેશન કન્ટેન્ટ  અને સખત કોચિંગ પ્રદાન કરવા માટે શ્રેય આપ્યો હતો, જે તેણીને ટૂંકા ગાળામાં જટિલ ખ્યાલોને અસરકારક રીતે સમજવા માટે સક્ષમ બનાવે છે.

આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL)ના ચીફ એકેડેમિક અને બિઝનેસ હેડ અમિત સિંહ રાઠોડે વિદ્યાર્થીઓને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે, “અમને અમારા વિદ્યાર્થીઓની સિદ્ધિઓ પર ખૂબ ગર્વ છે. તેમની મહત્વપુર્ણ સફળતા અમારી સંસ્થાના સમર્પણનો પુરાવો છે. અમારા અભ્યાસક્રમની અસરકારકતા અને દરેક વિદ્યાર્થીની શ્રેષ્ઠતા તરફની યાત્રા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે.”

આકાશ હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી સ્કુલના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરાયેલા વિવિધ કોર્સ ફોર્મેટ દ્વારા વ્યાપક IIT-JEE કોચિંગ પ્રદાન કરે છે.  તાજેતરમાં આકાશે કોમ્પ્યુટર આધારિત તાલીમ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.  પોતાનું નવીન iTutor પ્લેટફોર્મ રેકોર્ડ કરેલા વિડિયો લેક્ચર્સનું વિતરણ કરે છે, જે વિદ્યાર્થીઓને સ્વ-ગતિના શિક્ષણમાં જોડાવવા અને ચૂકી ગયેલા સત્રોને પકડવા સક્ષમ બનાવે છે. તદુપરાંત, મોક ટેસ્ટ રીયલ એકઝામ કન્ડિશનનું અનુકરણ કરે છે, જે વિદ્યાર્થીઓને પરીક્ષાનો અસરકારક રીતે સામનો કરવા માટે જરૂરી પરિચિતતા અને આત્મવિશ્વાસથી સજ્જ કરે છે.

 

Related posts

APRIL ગ્રુપએ ભારતની અગ્રણી કન્ઝ્યુમર ટિસ્યુ પ્રોડક્ટ્સ કંપની ઓરિગામીમાં અંકુશાત્મક હિસ્સો ખરીદ્યો

Reporter1

સેમસંગ ઇન્ડિયાએ AIથી સજ્જ ફીચર્સ સાથે Odyssey OLED, ViewFinity અને Smart Monitorsની 2024 શ્રેણી રજૂ કરી

Reporter1

ઉપાસના કામિનેની કોનિડેલા આ વિશ્વ પર્યાવરણ દિવસે જંગલો અને રેન્જર્સને બચાવવા WWF સાથે ભાગીદારી કરે છે

Reporter1
Translate »