Nirmal Metro Gujarati News
Uncategorized

જેકે મેક્સ પેંટ્સ એ હોમ બ્યુટિફિકેશન પ્રત્યે પ્રતિબદ્ધતાને મજબૂત કરવા માટે  #SingleBrandSharmaJi કેમ્પેઇન લોન્ચ કર્યું

-શર્મા જીની ભૂમિકામાં જિમી શેરગીલ જોવા મળશે

નવી દિલ્હી, 17 મે 2024 – જેકે મેક્સ પેંટ્સ એ ગર્વથી પોતાનું  લેટેસ્ટ બ્રાન્ડ  કેમ્પેઇન #SingleBrandSharmaJiને  લોન્ચ કર્યું છે, જેનો ઉદ્દેશ પ્રીમિયમ હોમ બ્યુટીફિકેશન સોલ્યુશન્સ પ્રોવાઇડરના રૂપમાં પોતાની સ્થિતિને વધુ મજબૂત કરવાનો છે.

બે દાયકાઓથી ચાલી રહેલી વિશ્વાસ અને શ્રેષ્ઠતાની વિરાસતના મૂળમાં જેકે મેક્સએક્સ પેંટ્સ એ જેકે વોલમેક્સએક્સ વોલ પુટ્ટીની સફળતા નિર્વિવાદ લીડર અને બ્યુટિફૂલ વોલ તેમજ હોમના સંરક્ષકના રૂપમાં  આગળ વધી રહ્યું છે. પોતાના મજબૂત વિતરણ અને માર્કેટમાં પોતાની મજબૂત ઉપસ્થિતિ સાથે આ બ્રાન્ડ નેતૃત્વ,ગુણવત્તા અને નવીનતા માટે પ્રતિબદ્ધતા તેમજ માન્યતા પ્રાપ્ત જેકે વોલમેક્સ વોલ પુટ્ટી દેશભરમાં ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ ધરાવે છે.ગ્રાહકોની વિકસતી જરૂરિયાતોને સમજતા જેકે મેક્સ પોતાના પોર્ટફોલિયોને હવે સુશોભિત પેઇન્ટ અને ફિનીશની સંપૂર્ણ રેન્જ ઓફર રજૂ કરી છે.

આ કેમ્પેઇન જેકે વોલમેક્સ ગ્રાહકો સાથે ઊંડો સબંધ ધરાવે છે, જેઓ તેમની પસંદગીમાં વિશ્વાસ અને સુસંગતતાને પ્રાથમિકતા આપે છે. જાણીતા અભિનેતા જીમી શેરગીલનો પરિચય શર્મા જી તરીકે થયો છે, જે એક સમજદાર ગ્રાહક છે જેઓ વિશ્વાસ, ગુણવત્તા અને બ્રાન્ડ વફાદારીને મહત્વ આપે છે. શર્માજી બ્રાન્ડ માટે તેમની શ્રેષ્ઠ પસંદગીને કારણે વિશ્વસનીય વોલ પુટ્ટી માટે જેકે વોલમેક્સ વોલ પુટ્ટી પર વિશ્વાસ કરે છે. અને હવે જેકે મેક્સ પેંટ્સ ના લોન્ચ સાથે તે પોતાના ઘરને સુશોભિત કરવા માટે તેમના આ વિશ્વાસને આગળ વધારે છે. આ કેમ્પેઇન ઘરની સુંદરતાની જરૂરિયાતો માટે પસંદગી ના વિકલ્પ તરીકે જેકે મેક્સ પેંટ્સની વિશ્વસનીયતા દર્શાવે છે.

TVCની લિંક: https://youtu.be/J9mIJiKIagw

જેકે મેક્સ પેંટ્સ (જેકે સિમેન્ટ લિ.)ના ડેપ્યુટી બિઝનેસ હેડ શ્રી નીતિશ ચોપરાએ આ કેમ્પેઇન  વિશે ઉત્સાહ વ્યક્ત કરતા કહ્યું કે, “અમે અમારી ન્યૂ કેમ્પેઇન  #SingleBrandSharmaJiને લોન્ચ કરવામાં હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ. જેકે મેક્સ પેંટ્સના સારને સમાવે છે તેમજ શ્રેષ્ઠતા અને ગુણવત્તા પર વિશ્વાસ કરવા માટેની અમારી અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમારા ફ્લેગશિપ પ્રોડક્ટ  જેકે વોલમેક્સ વોલ પુટ્ટી દ્વારા ઉદાહરણરૂપ દિવાલ સૌંદર્ય શાસ્ત્રને વધારવામાં અને નવીનતાના બે દાયકાના ઉદાહરણ અમે જેકે મેક્સ પેંટ્સ સાથે ઘરની સુંદરતાના ધોરણને વધારવા માટે તૈયાર છીએ.”

ટેલિવિઝન ઉપરાંત આ કેમ્પેઇન વ્યાપક ઓડિયન્સ સુધી પહોંચવા માટે ઇન્સ્ટ્રાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ સહિત વિવિધ ડિજિટલ પ્લેટફોર્મનો લાભ ઉઠાવી શકશે.

જેકે મેક્સ પેંટ્સ વોલ,વુડ અને મેટલ પેઇન્ટ તેમજ ટેક્સચર અને ડિઝાઇનર ફિનીશની વિવિધ રેન્જ ઓફર કરે છે, જે ટકાઉપણું અને રક્ષણ સાથે સૌંદર્ય શાસ્ત્રને સંયોજિત કરે છે. આ ઉપરાંત ગુણવત્તા અને ગ્રાહક સંતોષના મુખ્ય મૂલ્યો પર આધારિત પ્રોડક્નું સુપ્રિયર પર્ફોર્મન્સ, લોંગેવિટી અને  વિઝ્યુઅલ અપીલ પ્રદાન કરે છે.

Related posts

અમદાવાદના આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) ના 3 વિદ્યાર્થીઓએ JEE એડવાન્સ 2024 માં ટોપ રેન્ક હાંસલ કર્યો

Reporter1

ટાટા મોટર્સે સરળ કમર્શિયલ વ્હીકલ ફાઇનાન્સિંગ માટે બજાજ ફાઇનાન્સ સાથે ભાગીદારી કરી

Reporter1

Samsung to Launch 10 AI Washing Machines in India Ahead of the Festive Season

Reporter1
Translate »