Nirmal Metro Gujarati News
Uncategorized

ઓક્સફર્ડ ઈન્ગ્લિશ લેન્ગ્વેજ લેવલ ટેસ્ટ્સ (ઓઈએલએલટી) યુનિવર્સિટી સાથે ભાગીદારીઓ મજબૂત બનાવે છેઃ દુનિયાભરની 30થી વધુ યુનિવર્સિટીઓને જોડી

નેશનલ, 16મી મે, 2024: ઓક્સફર્ડ ઈન્ટરનેશનલ એજ્યુકેશન ગ્રુપનો હિસ્સો અગ્રણી ઈન્ગ્લિશ લેન્ગ્વેજ ટેસ્ટિંગ પ્રદાતા ઓક્સફર્ડ ઈન્ગ્લિશ લેન્ગ્વેજ લેવલ ટેસ્ટ્સ (ઓઈએલએલટી) દ્વારા આજે દુનિયાભરની 30થી વધુ યુનિવર્સિટી ભાગીદારોને ઉમેરવામાં આવી હોવાની ઘોષણા કરવામાં આવી હતી. આ વિસ્તારિત નેટવર્કમાં હવે પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં રસેલ ગ્રુપની નામાંકિત સભ્ય યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ, યુકે, વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટી જેવી ટોચના ક્રમની યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે. આ  પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં યુકેમાં યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ અને યુએસએમાં વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટી ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા તેમની શૈક્ષણિક ઉત્કૃષ્ટતા અને પ્રભાવશાળી સંશોધન કાર્યક્રમો માટે સૌથી વધુ અગ્રતા અપાય છે. આ ઝંઝટમુક્ત પ્રક્રિયા અને ઝડપી ટર્નઅરાઉન્ડ સમય ભારતીય વિદ્યાર્થીઓને તેમનાં વિદેશમાં શૈક્ષણિક સપનાં સહજ રીતે સાકાર કરવા માટે અનુકૂળતા આપે છે.

આ અવસરે બોલતાં ઓક્સફર્ડ ઈન્ટરનેશનલ એજ્યુકેશન ગ્રુપના સાઉથ એશિયાના રિજનલ ડાયરેક્ટર અમિત ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, અમે અમારા ભાગીદારીના નેટવર્કમાં 30થી વધુ યુનિવર્સિટીઓને જોડવાની ખુશી છે. અમે વૈશ્વિક સ્તરે વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીઓને સશક્ત બનાવવા માટે સમર્પિત છીએ અને ઉત્કૃષ્ટતા પ્રત્યે અમારી કટિબદ્ધતા અમારી પ્રોડક્ટોના વિકાસમાં સિદ્ધ છે, જેને ટોચના ક્રમની યુનિવર્સિટીઓ દ્વારા માન્યતા અપા હોઈ અચૂક અને વધુ ઉત્તમ પરિણામો આપે છે અને સર્વ માટે પહોંચક્ષમ છે. અમે દુનિયાભરના વિદ્યાર્થીઓને વૈવિધ્યપૂર્ણ વિકલ્પો આપવા માટે ભાગીદાર યુનિવર્સિટીઓ સાથે અમારું નેટવર્ક સતત વિસ્તારીએ છીએ.

યુકે, યુએસ, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં 135થી વધુ યુનિવર્સિટીઓ દ્વારા માન્યતાપ્રાપ્ત અને અપનાવવામાં આવેલી ઓક્સફર્ડ ઈએલએલટી સંપૂર્ણ ઓનલાઈન ઓક્સફર્ડ ઈએલએલટી ડિજિટલ અને ટેસ્ટ સેન્ટર આધારિત ઓક્સફર્ડ ઈએલએલટી ગ્લોબલ સાથે ડિજિટલ દુનિયામાં લેન્ગ્વેજ ટેસ્ટિંગને લાવે છે. ઓક્સફર્ડ ઈએલએલટી ઉચ્ચ શિક્ષણમાં પ્રગતિ માટે ઉમેદવારનું વાંચન, શ્રવણ, લેખન અને વાણી કુશળતાનું આકલન કરવા માટે સંરક્ષિત સમાધાન છે. વિદ્યાર્થીઓ વૈશ્વિક સ્તરે ગમે ત્યાંથી પરીક્ષા આપી શકે છે, જેથી નવીનતમ એઆઈ સિક્યુરિટી પગલાં દ્વારા સહાયથી હ્યુમન પ્રોક્ટરિંગ થકી સાનુકૂળતા અને અચૂકતા પૂરી પાડે છે. અચૂકતા અને પહોંચક્ષમતા પર એકાગ્રતા સાથે પરિણામો 48 કલાકમાં વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે.

ઓક્સફર્ડ ઈએલએલટી વિશેઃ

ઓક્સફર્ડ ઈએલએલટી એ ઓક્સફર્ડ ઈન્ટરનેશનલ ડિજિટલ ઈન્સ્ટિટ્યૂટની ફ્લેગશિપ ડિજિટલ ઈન્ગ્લિશ લેન્ગ્વેજ લેવલ ટેસ્ટિંગ પ્રોડક્ટ છે, જે ઓક્સફર્ડ ઈન્ટરનેશનલ એજ્યુકેશન ગ્રુપનો હિસ્સો છે. ઓક્સફર્ડ ઈએલએલટી એડેપ્ટેબિલિટી અને ઈનોવેશનનો દાખલો છે. તે ઈનોવેટિવ એઆઈ- પાવર્ડ મંચ દ્વારા પાવર્ડ છે અને બહેતર ઉપભોક્તા અનુભવ સાથે વાંચન, શ્રવણ, લેખન અને વાણી કુશળતાના આકલન માટે સંરક્ષિત સમાધાન પૂરું પાડે છે.

ઓક્સફર્ડ ઈએલએલટી ડિજિટલ અને ઓક્સફર્ડ ઈએલએલટી ગ્લોબલના સમાવેશ સાથે ઓક્સફર્ડ ઈએલએલટીએ 2023 પાયોનિયર એવોર્ડસ શાતે હાઈ કમેન્ડેડ સહિત ઘણા એવોર્ડસ જીત્યા છે. તે ગ્લોબલ બિઝનેસ ટેક એવોર્ડસ 2023 ખાતે ફાઈનલિસ્ટ રહી હતી અને તાજેતરમાં એડટેક કેટેગરીમાં એજ્યુકેશન ઈન્વેસ્ટર એવોર્ડસ 2024માં પણ સન્માનિત થઈ હતી.

ભારતમાં 10 સહિત દુનિયાભરમાં 18 ઈએલએલટી ગ્લોબલ ટેસ્ટ સેન્ટરના વિસ્તરણ સાથે અને 2024માં ભાગીદાર સંસ્થાઓમાં નોંધપાત્ર 126 ટકાના વધારા સાથે ટેસ્ટિંગ પ્રોડક્ટો શક્તિવાર વધી રહી છે અને હવે તેમાં યુકે રસેલ ગ્રુપ યુનિવર્સિટીના સન્માન, જેમ કે, યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટોલ, યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ, યુનિવર્સિટી ઓફ યોર્ક અને યુનિવર્સિટી ઓફ ગ્લાસગોવનો સમાવેશ થાય છે. 85,000થી વધુ વિદ્યાર્થીઓના ટ્રેક રેકોર્ડ સાથે મંચે આકર્ષક વૃદ્ધિ જોઈ છે. યુકે, યુએસ અને કેનેડામાં પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ સાથે ભાગીદારી સાધી છે.

 

 

Related posts

સેમસંગ ઇન્ડિયાએ AIથી સજ્જ ફીચર્સ સાથે Odyssey OLED, ViewFinity અને Smart Monitorsની 2024 શ્રેણી રજૂ કરી

Reporter1

ગ્રાન્ડ શોપ્સી મેલાનો ​​સમગ્ર ભારતમાં લાખો વિક્રેતાઓ અને ગ્રાહકોએ લાભ લીધો, મધ્ય-વર્ષની શરૂઆત સારી વૃદ્ધિનો રેકોર્ડ બનાવ્યો

Reporter1

હિરો મોટોકોર્પ તેના સ્થાપક અને ચેરમેન એમિરટ્સને અને કાયમના હિરો એવા ડૉ. બ્રિજમોહન લાલી મુંજાલને કલેક્ટર્સ એડીશન મોટરસાયકલ ‘ધી સેન્ટેનિયલ’ સાથે શ્રદ્ધાંજલિ આપે છે

Reporter1
Translate »