પીપલકોની નવીનતમ ઓફર, લેમને નવા રોકાણકારોને તેમના રોકાણમાં વૈવિધ્ય લાવવામાં મદદ કરવા માટે એપ પર મ્યુચ્યુઅલ ફંડ રોકાણ સેવા શરૂ કરી છે. આ એક વ્યાપક વેલ્થ–ટેક પ્લેયર તરીકે વિકસિત થવાના કંપનીના ધ્યેય તરફ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે.
યુઝર્સ લેમન પર મ્યુચ્યુઅલ ફંડમાં સીધું અને કમિશન–મુક્ત રોકાણ કરી શકે છે અને ઓછામાં ઓછા 100 જેટલા રૂપિયાથી શરૂઆત કરી શકે છે. તેઓ પોર્ટફોલિયો આયાત સુવિધાનો ઉપયોગ કરીને થર્ડ–પાર્ટી એપ્લિકેશન્સ પર કરેલા તેમના રોકાણને પણ ટ્રૅક કરી શકે છે. એપ 40 થી વધુ ફંડ હાઉસની સ્કીમ ઓફર કરે છે, જેમાં મુખ્ય AMC જેમ કે એચડીએફસી, એસબીઆઈ, એક્સિસનો સમાવેશ થાય છે.
આ જાહેરાત પર બોલતા, લેમનના બિઝનેસ હેડ, દેવમ સરદાનાએ જણાવ્યું હતું કે, “અમારો ધ્યેય પ્રથમ વખત રોકાણ કરનારાઓને રોકાણના લેન્ડસ્કેપની ઊંડી સમજ મેળવવા માટે સશક્ત બનાવવાનો છે. આમ, લેમન પર મ્યુચ્યુઅલ ફંડ્સનો પરિચય એ અમારા માટે એક નેચરલ સ્ટેપ છે. ભારતના મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનો ઝડપી વિકાસ, યુએસ, જાપાન અને ચીન જેવા દેશોને પાછળ છોડીને સ્પષ્ટ અને વધતી માંગને રેખાંકિત કરે છે. સરળ, પારદર્શક અને એફોર્ડબલ પ્રોડક્ટ્સ ઓફર કરીને આ માંગને વધુ વધારી શકાય છે.”
માત્ર એક અઠવાડિયા પહેલા, પ્લેટફોર્મે ઇક્વિટી રોકાણકારો માટે શૂન્ય ટ્રેડિંગ બ્રોકરેજ સાથે ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) ટ્રેડિંગ રજૂ કર્યું હતું. લેમન એ એક ઇન્વેસ્ટમેન્ટ એપ્લિકેશન છે, જે ભારત માટે વેલ્થ ટેક પ્રોડક્ટ્સ બનાવતી બ્રાન્ડ્સના હાઉસ પીપલકો દ્વારા ગયા મહિને લોન્ચ કરવામાં આવી હતી. એપ્લિકેશન નવા રોકાણકારો અને અનુભવી રોકાણકારો માટે શોધવા માટે અને નિર્ણય લેવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે બનાવવામાં આવી છે.