- SUVs, હાઇબ્રિડ્ઝ અને યુરોપીયન વ્હિકલ્સ માટે હાઇ-પર્ફોમન્સ લ્યૂબ્રીકન્ટ્સ રજૂ કર્યા
- EDGE રેન્જ કેસ્ટ્રોલના વર્કશોપ અને ઓનલાઇન અને ભારતભરના ઓફલાઇન આઉટલેટ્સમાં ઉપલબ્ધ બનશે
- કેમ્પેન TVC ‘Stay Ahead’મા શાહરુખ ખાન હાલમાં લાઇવ છે (યુટ્યૂબની લિંક અહે છે)
- કેસ્ટ્રોલ T20 વર્લ્ડ કપ અને વિમ્બલડન ડીઝની સ્ટારમાં પ્રસારણ માટેની સ્પોન્સર છે
મુંબઇ, 10 જૂન2024: કેસ્ટ્રો ઇન્ડિયા લિમીટેડએ કેસ્ટ્રોલ EDGE લાઇનમાં અનેક આકર્ષક પ્રોડક્ટ શ્રેણીની રજૂઆત કરી હતી. આ પ્રિમીયમ અને એડવાન્સ્ડ એન્જિન ઓઇલની ઓન-ડીમાન્ડ પર્ફોમન્સ માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં હવે ત્રણ નવા પેસેન્જર કાર સેગમેન્ટની જરૂરિયાત અનુસારના વેરિયાંટ્સનો સમાવેશ થાય છે, જે ઓટોમોટીવ ઉપભોક્તાઓની વિકસતી જરૂરિયાતને સંબોધે છે.
આ લોન્ચને Stay Ahead શિર્ષકવાળી ડાયનેમિક ટેલિવીઝન કોમર્શિયલ (TVC) કેમ્પેન ટેકો આપે છે, જેમાં બોલિવુડના સુપરસ્ટાર અને બ્રાન્ડ એમ્બેસેડર શાહરુખ ખાનને દર્શાવવામાં આવ્યા છે. આ TVCએ તેનો ગ્રાન્ડ પ્રિમીયર જેની આતુરતાપૂર્વક પ્રતીક્ષા કરાઇ હતી તેવી ભારત વિ. પાકિસ્તાનની T20 મેચ સાથે સંપન્ન કર્યો હતો, જેમાં શાહરુખ ખાનને એક તાજગીભર્યા અને આકર્ષક અવતારમાં રજૂ કરવામાં આવ્યા છે, જે કેસ્ટ્રોલ EDGE દ્વારા પ્રદાન કરવામાં આવતા ચડીયાતા પર્ફોમન્સને ઉજાગર કરે છે.
આ કોમર્શિયલ આજના પાપારાઝીની સંસ્કૃતિનું સુંદર રીતે નિરૂપણ કરે છે, જેમાં સેલિબ્રિટીઝ શટરબગ્સના ‘Stay Ahead’ રહેવાના નવીન માર્ગોને શોધતા હોય તેમ દર્શાવવામાં આવ્યુ છે. TVCમાં ઓન ડીમાન્ડ એન્જિન પર્ફોમન્સ વધારવાની કેસ્ટ્રોલ EDGEની ક્ષમતા દર્શાવતા અગત્યના સંદેશા પર ભાર મુકવામાં આવ્યો છે, જેમાં ડ્રાઇવર્સ કોઇ પણ પરિસ્થિતિમાં અને ભૂપ્રદેશમાં અપવાદરૂપ પર્ફોમન્સ પ્રાપ્ત કરી શકે છે.
આ TVCનોશાહરુખ ખાનને દર્શાવવા સાથે શરૂ થાય છે, જે પોતાની જાતને પાર્ક કરેલી કારની બહાર કેસ્ટ્રોલ EDGEના પેકને હાથમાં લઇને પોતાના મંત્રમુગ્ધ કરતા નૃત્યને દર્શાવે છે. અને તરત જ ફિલ્મી ફોટોગ્રાફરો (પાપારાઝી) તેમની બાઇક પર તેમનો પીછો કરતા થાકી જાય છે અને અંતે શાહરુખ ખાનને જોતા પોતાનું આશ્ચર્ય વ્યક્ત કરે છે. આ ફ્રેમ ફ્લેશબેકમાં જાય છે, જે રોમાંચક અને જોવાલાયક પીછો કરતી પ્રવૃત્તિમાં જાય છે જ્યાં પાપારાઝી એસઆરકેની કારના પિક્ચરનો નજીકથી ખેંચવા માટે આતુર હોય છે.જોકે દરકે સમયે એસઆરકે આગળ નીકળી જાય છે, અને પાપારાઝીને પોતાનું અસ્પષ્ટ પિક્ચર લેવા દે છે.
એક રમૂજ દ્રષ્ટિકોણ અપનાવતા આ ફિલ્મ પાપારાઝીથી એસઆરકે જેવા સેલેબ્સને આગળ રહેતા હોવ પર ભાર મુકે છે. અત્યંત હળવા પ્રકારે એસઆરકે ફિલમી પત્રકારોથી ‘Stay Ahead’ રહેવાનું રહસ્ય છતુ કરે છે અને તેમને કેસ્ટ્રોલ EDGEનું પેક આપે છે. પાપારાઝી અંતે ક્લિયર શોટ મેળવવાની આશાએ, તેમના કેમેરા તૈયાર કરે છે. જોકે તેમની ધારણા ઝડપથી એક રમૂજી નિરાશામાં ત્યારે પરિવર્તિત થાય છે, જ્યારે તો એસઆરકેને પરી એક વખત આગળ નીકળ જતા જુએ છે. આ કોમર્શિયલ એસઆરકેને આગળ હંકારી જવા સાથે પૂર્ણ થાય છે, જે “કેસ્ટ્રોલ EDGEStay Ahead” સાથે વિશ્વને પાછળ રાખી દે છે.
“શાહરુખ ખાનને દર્શાવતી આ આકર્ષક મલ્ટીમીડિયા કેમ્પેન સાથે અમેઅમારી ઉચ્ચ-પ્રદર્શન કાર લ્યુબ્રિકન્ટની શ્રેણી કેસ્ટ્રોલ EDGEને લોન્ચ કરવા માટે ઉત્સાહિત છીએ. કેસ્ટ્રોલ ઈન્ડિયા લિમિટેડના વાઈસ પ્રેસિડેન્ટ અને માર્કેટિંગ વડા શ્રી રોહિત તલવારએ જણાવ્યું હતું કે, આ ઝુંબેશ એસઆરકેને પોતાના જીવનનો એક ભાગ દર્શાવતા આ બ્રાન્ડ જ તેને લાભ આપી શકે છે તેનું નિરુપણ કરે છે. “કેસ્ટ્રોલ EDGE ની રજૂઆત સાથે, નવીનતા પર અમારું ધ્યાન તેમની કારના વધુ સારા પર્ફોમન્સની ભારતની વધતી માંગને પૂર્ણ કરે છે. નવી કેસ્ટ્રોલ EDGE રેન્જમાં હાઇબ્રિડથી લઈને યુરોપીયન કાર અને SUV સુધીના વાહનોની શ્રેણી માટે ખાસ તૈયાર કરાયેલ પ્રોડક્ટ્સ છે જે અત્યાધુનિક ટેકનોલોજી પ્રદાન કરે છે જે ઉચ્ચતમ ઉદ્યોગ ધોરણોની જરૂરિયાતોને ઓળંગે છે. આ લોન્ચ લુબ્રિકન્ટ સેક્ટરમાં અમારા નેતૃત્વની પુનઃપુષ્ટિ કરે છે અને અમને વિશ્વાસ છે કે કેસ્ટ્રોલ EDGE નવા માપદંડવાળુ એન્જિન પરફોર્મન્સ નિર્ધારિત કરશે અને બિઝનેસમાં વૃદ્ધિ કરશે.”
TVCની રચના અંગે ચર્ચા કરતા, ઓજિલ્વી ઇન્ડિયાના સીસીઓ સુકેશ નાયકએ કહ્યું હતુ કે, “અમારે કેસ્ટ્રોલ પર કંઈક જાદુઈ કાર્ય કરવાનું હતું. બોર્ડમાં એસઆરકે સાથે, અમે તેની ક્ષમતાને સર્જનાત્મક રીતે વધારવા માગીએ છીએ. પછી અમે પોતાને પૂછેલો પ્રશ્ન એ હતો કે “એસઆરકેને ઓન-ડીમાન્ડ પ્રદર્શનની જરૂર કેમ છે?” અને તેમાંથી ‘Stay Ahead’નો જન્મ થયો. આ માત્ર એક TVC નથી, તે મજેદાર ટીઝર, સૌપ્રથમ SRK ઇમેજ ગેલેરી, રોલર કોસ્ટર ચેઝ અને સુંદર રમૂજથી ભરપૂર એક સંપૂર્ણ વિકસિત કેમ્પેન છે જે ગ્રાહકોને વ્યસ્ત રાખશે.”
“કેસ્ટ્રોલ અને એસઆરકે બે આઇકોનિક એવી બ્રાન્ડઝમાં એક સાથે હાજરી અંકિત કરે છે જે પ્રેક્ષકોના તમામ સેગમન્ટ્સ અને વસ્તીઓમાં ભારે આકર્ષણ જમાવવાનું સતત રાખ્યુ છે. અમને બ્લોકબસ્ટર કેમ્પેનમાં યોગદાન આપવાનો ગર્વ થાય છે” એમ માઇન્ડશેર સાઉથ એસિયાના ચિફ એક્ઝિક્યુટીવ ઓફિસર અમીન લાખાણીએ જણાવ્યુ હતું.
આ કેમ્પેન ફિલ્મી ફોટોગ્રાફર્સ એસઆરકેની પ્રથમ-વખતની કસ્ટમ ફોટો ગેલેરી ઓફર કરીને લૂપ પણ બંધ કરે છે. એસઆરકે તેની કારમાં કેસ્ટ્રોલ EDGE સાથે પાપારાઝી કરતાં આગળ રહે છે, પાપારાઝી હવે આ ચિત્રોને મફતમાં એક્સેસ કરી શકે છે અને તેનો ઉપયોગ કરી શકે છે (હાઇપરલિંક અહીં છે).સખત ઉદ્યોગ મર્યાદાઓ સામે ઓછામાં ઓછું 30%1સુધારેલું પ્રદર્શન પ્રદાન કરવા માટે સંપૂર્ણપણે નવું કેસ્ટ્રોલ EDGE ઘડવામાં આવ્યું છે. નવીનતમ OEM વિશિષ્ટતાઓને પહોંચી વળવા માટે ડિઝાઇન અને પરીક્ષણ કરવામાં આવ્યું છે, પાવરબૂસ્ટ ટેક્નોલૉજીTMસુધારેલું પ્રદર્શન પ્રદાન કરવા માટે સંપૂર્ણપણે નવું કેસ્ટ્રોલ EDGE ઘડવામાં આવ્યું છે. નવીનતમ OEM વિશિષ્ટતાઓને પહોંચી વળવા માટે ડિઝાઇન અને પરીક્ષણ કરવામાં આવ્યું છે, પાવરબૂસ્ટ ટેક્નોલૉજી સાથેની આખી શ્રેણી ડ્રાઇવરોને જ્યારે તેની સૌથી વધુ જરૂર હોય ત્યારે વધુ પાવર અને અકેસીલરેશન2ની માંગ કરવાનો આત્મવિશ્વાસ આપે છે.
આ લોન્ચમાં EDGE હાઇબ્રિડનો સમાવેશ થાય છે જે ખાસ કરીને હાઇબ્રિડ એન્જિન માટે તૈયાર કરવામાં આવે છે, EDGE યુરો કાર જે અગ્રણી EURO OEMS જેમ કે Audi, BMW, મર્સિડીઝ, જગુઆર, લેન્ડ રોવર, ફોક્સવેગન, સ્કોડા અને પોર્શેને ટાર્ગેટ કરે છે, અને ઉચ્ચ પ્રદર્શન અને પ્રીમિયમ SUV માટે EDGE SUVનો સમાવેશ કરે છે.
T20 વર્લ્ડ કપ ઉપરાંત, કેસ્ટ્રોલ જુલાઈ 2024માં ડીઝની સ્ટાર ફોર વિમ્બલડનની પર સહયોગી સ્પોન્સર પણ છે. TVC એક ટીઝર સહિત બહુવિધ પ્લેટફોર્મ પર ફેલાયેલા સંપૂર્ણ 360-ડિગ્રી માર્કેટિંગ ઝુંબેશના ભાગરૂપે વિવિધ પ્રેક્ષકો સાથે પડઘો પાડવા માટે સાત ભાષાઓમાં 9 જૂને વિડિઓ, પ્રિન્ટ, ડિજિટલ, પ્રભાવક એમ્પ્લીફિકેશન અને OOH જેવા અસંખ્ય પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી છે.