Nirmal Metro Gujarati News
national

ડોડામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ સમર્પિત કરી દેશનાં વિવિધ રાજ્યોમાં સહાય પાઠવતા મોરારીબાપુ

ઉગ્રવાદીઓ દ્વારા આજકાલમાં જમ્મુ વિસ્તારને ટાર્ગેટ બનાવી ભારતીય સુરક્ષાદળો પર હુમલાઓ કરવામાં આવે છે. ગઈકાલે એક વધુ ઘટનામાં કેપ્ટન સહીત પાંચ જવાનો શહીદ થયા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ જવાનોની શહીદીને પ્રણામ કર્યા છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પચ્ચીસ હજાર લેખે રુપિયા ૧,૨૫,૦૦૦ નું તુલસીદલ સમર્પિત કર્યું છે. આર્મી વિભાગ પાસેથી વિગતો મેળવીને રકમ મોકલી આપવામાં આવશે.
દેશમાં આ વખતે ચોમાસું તોફાની બની રહ્યું હોય તેમ કેટલાય રાજ્યોમાં વિજળી પડવાથી અનેક લોકોનાં મોત નિપજયા છે. બિહારમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૨૧ લોકોનાં તેમજ યુપીમાં ૩૨ લોકોનાં કરુણ મોત નિપજયા છે. વરસાદી આફતને કારણે માર્યા ગયેલાઓને મોરારીબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૭,૯૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related posts

અનંત ભાઈ અંબાણીની પરોપકારી તેમના લગ્ન પહેલા ચમકે છે– વંચિતો માટે સમૂહ લગ્નથી લઈને ઉદાર કોમન ભંડારા સુધી!

Reporter1

બેરોજગારીથી મળશે છૂટકારો, 4.10 કરોડ યુવાઓને મળશે લાભ

Reporter1

અનંત અંબાણીની હલ્દી સમારોહમાં ઈકો-ચીક લુક

Reporter1
Translate »