સોની લાઈવ દ્વારા તાજેતરમાં રાત જવાન હૈનું ટ્રેલર હાલમાં જૂ કર્યું અને દર્શકો પાસેથી આરંભિક પ્રતિસાદ બહુ જ અદભુત રહ્યો છે. ખાસ કરીને કલાકારો (પ્રિયા બાપટ, બરુન સોબતી અને અંજલી આનંદ)ના અભિનયની સરાહના કરવામાં આવી રહી છે. પ્રિયા બાપટ સુમનનું પાત્ર ભજવી રહી છે, જેને જોશીલો પ્રતિસાદ મળતાં અને તેને મળી રહેલી સરાહનાથી બેહદ ખુશ છે.
ટ્રેલર થકી તેની પરિવર્તનકારી ભૂમિકા આલેખિત થવા સાથે દર્શકોને શોની આશાસ્પદ વાર્તામાં રોચક ડોકિયું પણ કરાવ્યું છે. વાર્તા ત્રણ ઉત્તમ ફ્રેન્ડ્સ (રાધિકા (અંજલી આનંદ), અવિનાશ (બરુન સોબતી) અને સુમન (પ્રિયા બાપટ)ના અણધાર્યા જીવનમાં લઈ જાય છે. તેઓ સૌથી હિંસ્ર સાહસ પર નીકળી પડે છે, જે સંતાનોનો ઉછેર કરવાનું સાહસ છે.
સુમનની ભૂમિકા ભજવવા પર ભાર આપતાં અભિનેત્રી પ્રિયા બાપટ કહે છે, “પટકથાએ મને મજબૂત પાયો આપ્યો છે ત્યારે સુમિત વ્યાસ (ડાયરેક્ટર) અને ખ્યાતિ આનંદ- પુથરન (લેખિકા અને ક્રિયેટર)ના ઊંડાણથી માર્ગદર્શનને કારણે સુમનની મારી ભૂમિકાને મજબૂત આકાર આપ્યો છે. તેમનું દિગ્દર્શન અને લેખન સુમનના પાત્રની ખોજ કરવા અને તેની ખૂબીઓ મઢી લેવામાં મને મદદરૂપ થયાં છે. તેમના ટેકાથી હું પાત્રના આત્મનિરીક્ષણાત્મક અને બિન-સંઘર્ષાત્મક સ્વભાવની ઘેરી વિશ્વસનીયતા લાવી શકી છું.”
યામિની પિક્ચર્સ પ્રા. લિ. દ્વારા પ્રોડ્યુસ્ડ અને ખ્યાતિ આનંદ- પુથરન દ્વારા લિખિત અને ક્રિયેશન, રાત જવાન હૈનું અત્યંત પ્રતિભાશાળી સુમિત વ્યાસે દિગ્દર્શન કર્યું છે અને પ્રોડ્યુસર વિકી વિજય છે. આ કોમેડી- ડ્રામામાં અદભુત કલાકારો છે અને હાસ્યસભર અવસરો અને હૃદયસ્પર્શી વાર્તા સાથે તમને જકડી રાખવા માટે વચનબદ્ધ છે.
તો રાત જવાન હૈ સાથે પેરન્ટહૂડની રોમાંચક મજેદાર સવારી પર નીકળવા તૈયાર થઈ જાઓ, 11મી ઓક્ટોબરથી શુભારંભ, ખાસ સોની લાઈવ પર!