‘નવરસ કથા કોલાજ’ નું ભારતમાં પહેલીવાર કાશ્મીર થી કન્યાકુમારી સુધી પ્રમોશન કરવામાં આવશે
અમદાવાદ ૨૦૨૪ : નિર્માતા, નિર્દેશક અને મુખ્ય અભિનેતા પ્રવીણ હિંગોનિયા અને તેમની ફિલ્મ “નવરસ કથા કોલાજ”ની ટીમ આ ફિલ્મના પ્રમોશન માટે કાશ્મીર થી કન્યાકુમારી સુધીની રોડ ટ્રિપ પર છે. તે એક એવું પરાક્રમ છે જે પહેલાં ક્યારેય બન્યું નથી. ભારતીય સિનેમાના ઇતિહાસમાં આ પહેલીવાર આવો પ્રયાસ કરવામાં આવ્યો છે જે ખૂબ જ સફળ રહ્યો છે. ફિલ્મ ‘નવરસ કથા કોલાજ’ ૧૮ ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ દેશભરના થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મના કલાકારો આજે પ્રમોશન માટે અમદાવાદના મહેમાન બન્યા હતા અને અમદાવાદમાં તેમણે ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કર્યું હતું.
નિર્માતા પ્રવીણ હિંગોનિયા અને એસકેએચ પટેલે દેશભરમાં આ પ્રમોશન યાત્રા કરીને સનસનાટી મચાવી દીધી છે, જેઓ તેમની આગામી હિન્દી ફિચર ફિલ્મ “નવરસ કથા કોલાજ”નું મોટા પાયે પ્રમોશન કરી રહ્યા છે. આ ફિલ્મે ૫૮ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા છે.
ફિલ્મની ટીમ વાઘા બોર્ડર, ગોલ્ડન ટેમ્પલ, જલિયાંવાલા બાગ, ખટકર કલા, શહીદ-એ-આઝમ ભગત સિંહના ગામ, લખનઉ, તાજમહેલ સહિત સમગ્ર દેશનો પ્રવાસ કરી રહી છે. તેઓ લોકો સાથે વાત કરી રહ્યા છે અને તેમને પ્રેક્ષકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. નિર્માતા-દિગ્દર્શક અને અભિનેતા પ્રવીણ હિંગોનિયા, અતુલ શ્રીવાસ્તવ, અલકા અમીન, સ્વર હિંગોનિયા સહિત ફિલ્મ સાથે જોડાયેલી ટીમ આ સિનેમા ટૂર પર છે.
આ ફિલ્મનું ટ્રેલર ભારતીય સૈનિકોને પણ પસંદ આવ્યું છે. ભારત ભ્રમણ માટે ખાસ વેનિટી વેન તૈયાર કરવામાં આવી છે, જેના પર ફિલ્મ નવરસ કથા કોલાજનું પ્રમોશન થઇ રહ્યું છે. આ વાનમાં આખી ટીમ કાશ્મીર થી કન્યાકુમારી જઈ રહી છે, જ્યારે પ્રવીણ હિંગોનિયા પોતાની સામાજિક થીમ આધારિત ફિલ્મ વિશે લોકોને જાગૃત કરી રહ્યા છે, જે ૧૮ ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ દેશભરના થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે.
આ ફિલ્મમાં લેખક, દિગ્દર્શક અને અભિનેતા પ્રવીણ હિંગોનિયાએ ૯ પડકારજનક પાત્રો ભજવ્યા છે. આ ફિલ્મના કલાકારોમાં પઠાન ફેમ શાજી ચૌધરી, દયાનંદ શેટ્ટી, રેવતી પિલ્લઇ (કોટા ફેક્ટરી ફેમ), પંચાયત ફેમ સુનિતા જી, દમ લગા કે હઇશા ફેમ મહેશ શર્મા, પ્રાચી સિંહા, થ્રી ઇડિયટ્સ ફેમ આર્ટિસ્ટ અમરદીપ ઝા અને તેની પુત્રી શ્રેયા, જય શંકર ત્રિપાઠી, ઇશાન શંકર, સ્વર હિંગોનિયાનો સમાવેશ થાય છે. સ્વરાધ્રુપદ પ્રોડક્શન્સના બેનર હેઠળ નિર્મિત આ ફિલ્મનું નિર્માણ એસકેએચ પટેલે પ્રવીણ હિંગોનિયા સાથે મળીને કર્યું છે અને સહ-નિર્માણ અભિષેક મિશ્રાએ કર્યું છે.