Nirmal Metro Gujarati News
article

સદગુરુ મનનો જ્ઞાતા પણ છે અને નિર્માતા પણ છે. ગુરુ આપણને પોતાની નજરમાંથી ઉતારી નથી નાખતા,આપણે સ્વયં ઉતરી જઈએ છીએ

આચરણથી ભજનને અનાવૃત કરી શકાય છે.
ભજન પ્રગટ કરવા એકાંત, અશ્રુ, આશ્રય, ગાયન, માળા-બેરખો વગેરે ઉપકરણો છે.
ભજન આવે ત્યારે સંશય અને ભ્રમ આદિ દેડકાઓ ભાગી જાય છે.

તંજાવુર ખાતે પ્રવાહિત રામકથા છઠ્ઠા દિવસમાં પ્રવેશી ત્યારે આરંભે રામકથાનું સંપાદન કરતા નીતિન વડગામાએ સારદોહન પુસ્તિકા-માનસ વિશ્રામઘાટ (મથુરા કથા)વ્યાસપીઠને અર્પણ કરી અને પોતાનો ભાવ રાખ્યો.
ગોસ્વામીજીએ વિનય પત્રિકામાં એક પદ લખ્યું છે જેમાં તેઓ કહે છે કે મને એક પણ આચરણ, ભજનના એક પણ આચરણની-ખબર નથી.તેઓની દીનતા જુઓ! ગોસ્વામીજી આપણા બધાના પ્રવક્તા બનીને બોલી રહ્યા છે.આપણા મનને સમજે છે. સદગુરુ મનનો જ્ઞાતા પણ છે અને નિર્માતા પણ છે. ઈસુને કેટલા લોકો સમજી શક્યા?ઘણા જ નજીક કહેવાતા આઠ લોકો હતા અને એમાં પણ અત્યંત નજીક ગણાતા જુડાશે થોડાક સિક્કાઓ માટે ઈસુને વેચી નાખ્યા!એ જ રીતે ભગવાન બુદ્ધની પાસે ચાર શિષ્યો હતા એ ચારેય પણ બુદ્ધની નિંદા ઉપર ઉતરી આવે છે.અને આ સિલસિલો કાયમ ચાલ્યો છે. મહાવીર,કૃષ્ણ,રામને પણ કેટલા લોકો ઓળખી શક્યા છે?આ પરંપરા છે.આપણે દાવો કરીએ છીએ કે અમે નજીક છીએ.પણ આ બનાવટી નજીકતા છે. દાવો કરતી વખતે એ નથી જાણતા કે ઘડિયાળને બનાવનાર ઘડિયાળના એક-એક ભાગ વિશે જાણે છે.એક પળ ખાલી નથી કે સંગ કરનાર નિંદા ઉપર ન ઉતરી આવ્યો હોય.ગુરુ આપણને પોતાની નજરમાંથી ઉતારી નથી નાખતા,આપણે સ્વયં ઉતરી જઈએ છીએ.
શ્રીમદ ભાગવતમાં પણ ભજન માટેના થોડાક આચરનો બતાવ્યા છે.એ આચરણથી ભજનને અનાવૃત કરી શકાય છે.ભજન તો બધામાં પડ્યું છે. અહીં બાપુએ ઉસ્તાદ ઝાકીર હુસેનને યાદ કરીને આવનારી ૨૭ તારીખે મુંબઈમાં તેના વિશેની પ્રાર્થના સભા વિશે સંદેશમાં લખ્યું છે એ કહ્યું કે:નાનામાં નાના માણસને પણ એ ખૂબ ઊંચાઈ ઉપર બેસાડી દે એવા પ્રકારની ખાનદાનીથી ભરેલા હતા.આ રીતે એમને અંજલી આપવામાં આવી.
રાવણ નિવેદન કરે છે કે મારો તામસી દેહ હોવાથી ભજન થતું નથી.આ ભજનથી છટકવાની ચાલાકી છે.વિભીષણ અને કુંભકર્ણ પણ તામસી દેહ ધરે છે છતાં એ ભજન વિશે ખૂબ કહે છે.
ગઈકાલે કહેલું કે આપણા બાળકોના દફતરમાં રામચરિત માનસ અને ગીતાજી રાખો એના વિશે પણ ઘણા કહી રહ્યા છે.પણ સમય આવશે ત્યારે એનું ફળ મળશે અને ઘટના ઘટશે.
ભજનને પ્રગટ કરવા માટે પાંચ વસ્તુની જરૂર છે:એક છે-એકાંત.મારો અનુભવ છે કે રાત્રિના ૧૨ વાગ્યા પછીનું એકાંત એ શ્રેષ્ઠ એકાંત છે.જ્યારે તમરાં બોલતા હોય,વિશેષ અવાજ હોય તમારા નહીં પણ તુમ્હારા તુમ્હારા કહેતા હોય એવું લાગે છે.
એ જ રીતે જીવનમાં ઘટેલી કોઈ ઘટના કે પ્રિયજનની યાદ વખતે આંસુ આવી જાય એ-અશ્રુ.ત્રીજું આશ્રય છે અને ચોથું છે:કંઈક ગાવું,કંઈક ગણગણવું.
બેરખો સદગુરુનાં ઘરનું ઓહડ છે.માળા ઔષધી છે માળા-શબ્દ,સ્પર્શ,રૂપ,રસ અને ગંધ સાથે જોડાયેલી છે એ જણાવતા કહ્યું કે એ રંગ બદલે છે.અગ્નિમાં ગરમીથી એનો રસ નીકળે છે.એને નામરસ કહીએ કે રામરસ કહીએ માળા રસમયી અને મધુમય છે. કોઈપણ પ્રકારના અત્તર લગાવ્યા વગર પણ એ ખુશ્બુ આપે છે.જે માળા ઉપર ખૂબ જ જપ થયો હોય એને પોતાની ખુશ્બુ હોય છે.રિયાઝ પણ એક ભજન પ્રગટ કરવાનું સાધન છે અને ગુરુએ આપેલું ઉપકરણ પછી એ માળા હોય કે બેરખો.
શ્રીમદ ભાગવતમાં લખ્યું છે કે કોઈ પુણ્યાત્મા સાધુ રહેતા હોય એની આસપાસમાં રહેવું.તળાવમાં દેડકાઓ નીકળે પછી ભેંસ પડતી નથી,પણ ભેંસ જેવી પાણીમાં પડે દેડકાઓ ભાગી જાય છે,એમ ભજન આવે ત્યારે સંશય અને ભ્રમ આદિ દેડકાઓ ભાગી જાય છે.બધાની સાથે સમાન વ્યવહારથી પણ ભજન ઉત્પન્ન થાય છે.કોઈ વિશેષ પર્વમાં આપણી ઓકાત પ્રમાણે નાનકડો મહોત્સવ અને નર્તન કરવાથી પણ ભજન પેદા થાય છે.બધા જ વિપરીત ભાવ હોવા છતાં પણ બધાને સમાન દ્રષ્ટીથી જુઓ એ પણ ભજનનું આચરણ છે.
અને આવું આચરણ સ્પર્ધામાંથી મુક્તિ,ઈર્ષામુક્તિ અહંકાર મુક્તિ આપે છે.તુલસી કહે છે આમાંથી કોઈ આચરણ મારામાં નથી,મારામાં એકમાત્ર નામ છે. કથાપ્રવાહમાં રામ જન્મ પછી નામ કરણ સંસ્કાર, વિદ્યા સંસ્કાર બાદ વિશ્વામિત્ર પોતાની યજ્ઞ રક્ષા માટે અયોધ્યામાં દશરથ પાસે રામ લક્ષ્મણની માગણી કરે છે.રામ લક્ષ્મણને વિશ્વામિત્રને સોંપવામાં આવે છે અને ત્યાંથી લીલાનો આરંભ કરતા રામ એક જ બાણથી તાડકાને નિર્વાણ પદ આપે છે.યાત્રા જનકપુર તરફ ચાલે છે.

Related posts

મજૂરોએ તબીબી સેવાનો લાભ લીધો:રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઈન દ્વારા “સ્કાઈલાઈન કેર્સ” બેનર હેઠળ નિ:શુલ્ક આરોગ્ય શિબિરનું આયોજન

Reporter1

SUD Life Launches Viksit Bharat and New India Leaders Funds to Play the India Growth Story and Create Wealth for Policyholders

Reporter1

Assam Government Hosts Successful Investors’ Roadshow in Ahmedabad, Showcasing Opportunities Ahead of “Advantage Assam 2.0”

Reporter1
Translate »