નવા ગ્લોબલ આંત્રપ્રિન્યોરશિપ મોનિટર (GEM) 2023/2024 રિપોર્ટ અનુસાર, ભારત બિઝનેસ શરૂ કરવા માટે વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ સ્થળો પૈકીનું એક છે અને 49 દેશોમાં બીજા સ્થાને છે. આ આંતરદૃષ્ટિ ભારતના નિષ્ણાતો સાથે કરવામાં આવેલા સર્વેક્ષણ પર આધારિત છે જ્યાં તેમને 13 આંત્રપ્રિન્યોરશિપના ફ્રેમવર્ક શરતો (EFCs) પર દેશનું મૂલ્યાંકન કરવાનું કહેવામાં આવ્યું હતું.
આ મૂલ્યાંકનો અર્થતંત્રના નેશનલ એન્ટરપ્રેન્યોરશિપ કોન્ટેક્સ્ટ ઈન્ડેક્સ (NECI) સ્કોર અને રેન્ક માટેનો આધાર છે અને યુનિવર્સિટી ઓફ ગ્લાસગો એડમ સ્મિથ બિઝનેસ સ્કૂલ દ્વારા તૈયાર કરવામાં આવે છે. ભારત માત્ર ત્રણ GEM દેશોમાંનો એક છે જેમાં તમામ EFCનું પર્યાપ્ત કરતાં વધુ (નેધરલેન્ડ અને સંયુક્ત આરબ અમીરાતની સાથે) મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
ઉચ્ચ સ્કોર
ભારતના મજબૂત પ્રદર્શનને ઉદ્યોગસાહસિકતાના સમર્થનમાં ‘સામાજિક અને સાંસ્કૃતિક ધોરણો’ અને ‘શાળા અને શાળા પછીના સ્તરે ઉદ્યોગસાહસિકતા શિક્ષણ’ જેવી માળખાકીય પરિસ્થિતિઓ પર ઉચ્ચ સ્કોર દ્વારા સમર્થિત કરવામાં આવ્યા છે. આએ પાંચ દેશોમાંથી એક છે જ્યાં નિષ્ણાતો મહિલા ઉદ્યોગસાહસિકો માટે સામાજિક સમર્થન અને તેમના સંસાધનની પહોંચ બંનેને સંતોષકારક અથવા વધુ સારી ગણે છે. પાછલા વર્ષની તુલનામાં ભારતના રેન્કિંગમાં સુધારો થયો છે અને તે ચોથા ક્રમથી બીજા ક્રમેપહોંચી ગયું છે.
જીઈએમ ઈન્ડિયા ટીમના નેશનલ ટીમ લીડર અને આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા (EDII), અમદાવાદના ડિરેક્ટર-જનરલ સુનિલ શુક્લાએ જણાવ્યું હતું કે, “ભારતેગ્લોબલ આંત્રપ્રિન્યોરશિપ મોનિટર (GEM) સર્વે 2024માં 49 અર્થતંત્રોમાંથી નેશનલ આંત્રપ્રિન્યોરશિપ કોન્ટેક્સ્ટ ઈન્ડેક્સ (NECI)માં બીજા નંબરનું સ્થાન મેળવ્યું છે.આ 2022માં 16મા સ્થાનેથી 2023માં ચોથા સ્થાનેથી 2024માં બીજા સ્થાને પહોંચવાનીલાંબી છલાંગ છે. પ્રભાવશાળી અને વિકસતી ઇકોસિસ્ટમને સક્ષમ કરવાની સાથેભારતનું ઉદ્યોગસાહસિક લેન્ડસ્કેપ ઉત્સાહિત લાગેછે.”
રિપોર્ટમાં એ વાત પર પણ પ્રકાશ પાડે છે કે ‘મેકિંગ એ ડિફરન્સ ઈન ધ વર્લ્ડ’ભારતીય ઉદ્યોગસાહસિકોની વચ્ચે એક લોકપ્રિય પ્રેરણા છે, જેના પર પાંચમાંથી ચારથી વધુ લોકોએ સહમતિ વ્યકત કરી છે.ચારમાંથી ત્રણ ઉદ્યોગસાહસિકોએ જણાવ્યું હતું કે તેઓએ પારિવારિક પરંપરા ચાલુ રાખવા માટે વ્યવસાય શરૂ કર્યો છે. જો કેતે ચિંતાજનક છે કે ઉદ્યોગસાહસિકોના એક ભાગે પણ જણાવ્યું હતું કે તેમની પસંદગી નોકરીની અછતને કારણે હતી. અન્ય ઊભરતાં બજારો અને પૂર્વ યુરોપીયન દેશોમાં આ સંખ્યા સમાન અથવા તેનાથી વધુ છે, જે મોટી વૈશ્વિક આર્થિક મંદીને પ્રતિબિંબિત કરે છે.