Nirmal Metro Gujarati News
Uncategorized

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ રજૂ કરે છે પ્રીવે- એક એવા પ્રકારનો પ્રોગ્રામ જે બેજોડ કવરેજ અને સેવા ઉત્કૃષ્ટતા પ્રદાન કરે છે

પુણે, 30મી એપ્રિલ 2024: ભારતમાં અગ્રણી પ્રાઇવેટ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓમાંથી એક, બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સએ આજે પ્રીવે લૉન્ચની જાહેરાત કરી હતી, જે એક વિશિષ્ટ ગ્રાહક અનુભવ પ્રોગ્રામ છે જે ઉન્નત અને બેજોડ ગ્રાહક સેવા ઉત્કૃષ્ટતાની ઍક્સેસ પ્રદાન કરે છે.  પરંપરાગત રીતે, ભારતમાં, છેલ્લા કેટલાક વર્ષોમાં ઇન્શ્યોરન્સની પહોંચ વધારવાનો પ્રયાસ મુખ્યત્વે ટીયર 2/ટીયર 3 સ્થાનો અને ગ્રામીણ બજારોમાં ગ્રાહક આધારને વધારવાના પ્રયાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલ છે, જેમાં મુખ્યત્વે મધ્યમ, ઉચ્ચ મધ્યમ વર્ગ અને ગ્રામીણ ગ્રાહકોને આવરી લેવામાં આવે છે.  બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ, ઉપરોક્ત તમામ ગ્રાહક સેગમેન્ટમાં ઇન્શ્યોરન્સની પહોંચ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવા ઉપરાંત, હવે ગ્રાહકના એવા વિશેષ સેગમેન્ટને પણ સેવા આપશે, જેમાં સામાન્ય રીતે વધારેલી કવરેજ લિમિટવાળા ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સની જરૂર પડે છે.  આવા સમજદાર ગ્રાહકોની ફાઇનાન્શિયલ અને જીવનશૈલી પસંદગીઓ સાથે સંરેખિત બહુપક્ષીય આવશ્યકતાઓ અને વ્યાપક સુરક્ષાને ઓળખીને, પ્રીવે પરંપરાગત ઇન્શ્યોરન્સ ઑફરિંગથી આગળ વધે છે.  પ્રીવેનો ભાગ બનીને, ગ્રાહકોને વિશિષ્ટ અને પ્રાધાન્યવાળી ઇન્શ્યોરન્સ સેવાઓની શ્રેણીની ઍક્સેસ મળે છે, જે તેમની જરૂરિયાતોને ચોક્કસ રીતે પૂર્ણ કરવાની ખાતરી આપે છે.

પ્રીવેનો ભાગ બનવા માટે, ગ્રાહકો પાસે તેમની ચોક્કસ જરૂરિયાતો અનુસાર હેલ્થ, હોમ, મોટર, પર્સનલ એક્સિડન્ટ અને સાઇબર ઇન્શ્યોરન્સની વિવિધ પ્રૉડક્ટમાંથી પસંદગી કરવાની સુવિધા છે.  ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટમાં હાલમાં માય હેલ્થ કેર પ્લાન શામેલ છે, જે પાત્રતાના માપદંડ તરીકે ન્યૂનતમ ₹1 કરોડની વીમાકૃત રકમ સાથે કસ્ટમાઇઝ કરી શકાય તેવું હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ પ્રદાન કરે છે; ગ્લોબલ હેલ્થ કેર, જે વિદેશી તબીબી સારવાર અને આયોજિત અને આંતરરાષ્ટ્રીય અને ઘરેલું બંને ઇમરજન્સી સારવાર જેવા કવરેજ પ્રદાન કરે છે, અને ગ્રાહકો પાત્રતા માટે વીમાકૃત રકમના કોઈપણ વિકલ્પો પસંદ કરી શકે છે.  આ ઉપરાંત, વી-પે ઍડ-ઑન કવર સાથે મોટર પ્રૉડક્ટ ઑફર કરવામાં આવશે.  આ ઍડ-ઑન કવર, એક ઑફર હેઠળ જ ફ્રેગમેન્ટેડ મોટર ઇન્શ્યોરન્સ ઍડ-ઑન્સની શ્રેણીને એકીકૃત કરે છે, જેમાં મોટર વાહન માટે ન્યૂનતમ ₹25 લાખ અથવા તેનાથી વધુનું ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ વેલ્યૂ (આઇડીવી) આવશ્યક છે.  માય હોમ ઇન્શ્યોરન્સ ઑલ રિસ્ક પૉલિસી ઘરમાં ઘરના માળખા અને મૂલ્યવાન સામગ્રી બંને માટે વ્યાપક ઇન્શ્યોરન્સ કવરેજની ખાતરી કરે છે.  અહીં પાત્રતાના માપદંડ તરીકે, માળખા માટે ન્યૂનતમ ₹3 કરોડ, નોન-પોર્ટેબલ સામગ્રી માટે ₹30 લાખ અને પોર્ટેબલ વસ્તુઓ માટે ₹6 લાખની વીમાકૃત રકમ રહેશે.  વધુમાં, ઉપરોક્ત પ્રૉડક્ટના સંયોજનમાં, ગ્રાહકો ગ્લોબલ પર્સનલ ગાર્ડ પૉલિસી જેવી ઍડવાન્સ્ડ પ્રૉડક્ટ માટે ઉચ્ચ શ્રેણીની વીમાકૃત રકમ પણ પસંદ કરી શકે છે જે વિશ્વવ્યાપી વ્યક્તિગત અકસ્માત કવરેજને અતિરિક્ત ઍડ-ઑન્સની શ્રેણી અને ધ સાઇબર કેર પ્લાન સાથે વિસ્તૃત કરે છે, જે હંમેશા વિકસતા ડિજિટલ ક્ષેત્રને કારણે સાઇબર-અટૅકના પરિણામે થતા નુકસાન સામે રક્ષણ આપે છે.

પ્રીવે ક્લેઇમની પ્રક્રિયા અને સહાયને ઝડપી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત નિષ્ણાતો દ્વારા સેવા અનુભવને વધારવા માટે પ્રતિબદ્ધ છે. ગ્રાહક પાસે ‘પ્રીવે કનેક્ટ‘ની ઍક્સેસ પણ હશે, જે કોઈપણ સેવા વિનંતી અથવા ક્લેઇમ માટે તમામ ઇન્શ્યોરન્સને લગતા પ્રશ્નો અને જરૂરિયાતોને ઝડપથી ઉકેલવા માટે ઉપલબ્ધ સમર્પિત ટીમ છે.  હેલ્થ ક્લેઇમના કિસ્સામાં, વ્યવસાયિકો દ્વારા ઘરે ઝંઝટ-મુક્ત ડિસ્ચાર્જ અને પ્રી-પૉલિસી ચેક-અપ જેવી અતિરિક્ત સેવાઓ પણ પ્રદાન કરવામાં આવે છે.  વધુમાં, આ સેવા ‘કેર એન્જલ્સ’ દ્વારા પૂરક કરવામાં આવે છે, જેઓ પ્રશિક્ષિત વ્યાવસાયિકો છે જે હૉસ્પિટલાઇઝેશનની સમગ્ર યાત્રામાં વ્યક્તિગત સહાય અને સમર્થન પ્રદાન કરે છે.  મોટર ઇન્શ્યોરન્સ ઍડ-ઑન પ્રૉડક્ટ વી-પે માટે, પ્રાથમિકતાના આધારે ક્લેઇમની પ્રક્રિયા કરવા સર્વેયરની નિમણૂક સહિત ઝડપી પ્રતિસાદ પ્રદાન કરવા માટે સુવ્યવસ્થિત કરવામાં આવે છે.  હોમ ઇન્શ્યોરન્સ ક્લેઇમ જેવા નૉન-મોટર ઇન્શ્યોરન્સ ક્લેઇમને સમાન રીતે કાર્યક્ષમ રીતે સંભાળવામાં આવશે, જેમાં ક્લેઇમ હેન્ડલર આજે માર્કેટમાં શ્રેષ્ઠ છે તેવી સમય સીમાની અંદર ગ્રાહકોનો સંપર્ક કરશે છે.  પ્રીવે એક સરળ ક્લેઇમ અનુભવ પ્રદાન કરે છે જે ઇન્શ્યોરન્સની યાત્રાના સંપૂર્ણ જીવનચક્રને વધારીને ગ્રાહક સેવા ઉત્કૃષ્ટતામાં નવું ધોરણ સ્થાપિત કરશે.

પ્રીવે, જે એક પ્રથમ અનન્ય પ્રકારનો પ્રોગ્રામ છે, જે પુણેમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો.  જેમાં બજાજ ફિનસર્વ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી સંજીવ બજાજ પણ ઉપસ્થિત રહ્યા હતા.  લૉન્ચ ઇવેન્ટમાં, પ્રખ્યાત ભારતીય સંગીતકાર જોડી વિશાલ-શેખરે શાનદાર મ્યુઝિકલ પરફોર્મન્સથી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.  ફેશન ડિઝાઇનર રૉકી એસએ તેમના અનન્ય કલેક્શનને રજૂ કરીને ઇવેન્ટમાં ગ્લૅમર પણ ઉમેર્યું હતું.  કેટલાક પસંદગીના ભાગીદારો અને કર્મચારીઓએ પણ રૅમ્પ કરીને ઇવેન્ટની શોભા વધારી હતી.  આ ઇવેન્ટમાં પ્રીવેનો લૉગો લૉન્ચ કરવામાં આવેલ જેનું અનાવરણ બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સના એમડી અને સીઇઓ શ્રી તપન સિંઘેલ, બજાજ ફિનસર્વ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી સંજીવ બજાજ, ઇન્ડિયન ફેશન ડિઝાઇનર રૉકી સ્ટાર અને બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સના માર્કેટિંગ હેડ શ્રી વિક્રમ ભાયાના દ્વારા કરવામાં આવ્યું હતું.

લૉન્ચ અંગે બોલતા, બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સના એમડી અને સીઈઓ શ્રી તપન સિંઘેલએ કહ્યું, “અમારા પાયામાં, અમે એવા અગ્રણી ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ માટે સમર્પિત છીએ જે સમગ્ર દેશમાં દરેક વ્યક્તિની વિવિધ જરૂરિયાતોને પૂરી કરે છે.  પ્રીવે વડે, અમે સતત નવીનતા લાવવા અને સમજદાર વ્યક્તિઓની ચોક્કસ જરૂરિયાતોને પૂરી કરવાની અમારી પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરીએ છીએ.  અમે સમજીએ છીએ કે તેમનો અત્યાધુનિક એસેટ પોર્ટફોલિયો, ચતુરાઈભર્યું ફાઇનાન્શિયલ પ્લાનિંગ અને વિશિષ્ટ જીવનશૈલી પરંપરાગત ધોરણોથી અલગ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટની માંગ કરે છે.  પ્રીવે તેની વિશિષ્ટ ગ્રાહક સેગમેન્ટની પસંદગીઓને અનુરૂપ તેના બેસ્ટ-ઇન-ક્લાસ પ્રૉડક્ટ અને સેવાઓ સાથે અલગ પડે છે, જે બેજોડ સગવડતા માટે આંગળીના ટેરવે ઍક્સેસ કરી શકાય છે.

પ્રીવેને જે ખરેખર અલગ પાડે છે તે દરેક ટચપૉઇન્ટ પર સેવાની ઉત્કૃષ્ટતા માટે અમારું અતૂટ સમર્પણ છે. પ્રીવે સમર્પિત ટીમો દ્વારા ઝડપી ક્લેઇમ નિરાકરણ અને અન્ય બીજી સેવાઓ માટે ઉન્નત અને અવરોધ વગર સેવાનો અનુભવ મળે તે સુનિશ્ચિત કરે છે. અમારા ગ્રાહકો તેમની ઇન્શ્યોરન્સ યાત્રા દરમિયાન બેજોડ સમર્થન અને સહાયની અપેક્ષા રાખી શકે છે. પ્રીવે માત્ર ઇન્શ્યોરન્સ પ્રોગ્રામ જ નથી – તે બેજોડ સેવા અને સુરક્ષા પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા છે.

અમે જાણીએ છીએ કે આ વર્ગના વ્યક્તિઓ પ્રૉડક્ટ અને સેવાઓમાં સંપૂર્ણ શ્રેષ્ઠ સિવાય કંઈપણ અપેક્ષા રાખતા નથી.  પ્રીવે સાથે, અમે ગ્રાહકની અપેક્ષાઓને સતત પૂરી કરનાર ઇન્શ્યોરર બનવાની ઈચ્છા રાખીએ છીએ.”

પ્રીવે એ બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ દ્વારા એવા વિશિષ્ટ ગ્રાહકો માટે એક સેગમેન્ટેડ કેટેગરી બનાવવા માટેની એક અન્ય અગ્રણી પહેલનું પ્રતિનિધિત્વ કરે છે જે ગ્રાહકોની વ્યક્તિગત ઇન્શ્યોરન્સ ઑફરની સહાયક પસંદગી સાથે અનન્ય જરૂરિયાતોને પણ સંબોધિત કરે છે, જે તેમને પોતાની જીવનશૈલીને સુરક્ષિત કરવા માટે સશક્ત બનાવે છે.

 

Related posts

સેમસંગ દ્વારા આગામી ગેલેક્સી Z સિરીઝ ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ માટે પ્રી-રિઝર્વ શરૂ

Reporter1

હાયર ઈન્ડિયાએ ઘરના સૌંદર્ય શાસ્ત્રને પુનઃવ્યાખ્યાયિત કર્યું: આકર્ષક રસોડાને અપગ્રેડ કરવા

Reporter1

હિરો મોટોકોર્પ અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનએ દેશનું વીજળીકરણ કરવા માટે હાથ મિલાવ્યા

Master Admin
Translate »