Nirmal Metro Gujarati News
Uncategorized

સ્ટડી ગ્રુપનાયુકે યુનિવર્સિટી ડિસ્કવરી ડેને અદભુત પ્રતિસાદઃ ગુજરાતમાં સેંકડો વિદ્યાર્થીઓએ અગ્રણી યુકે યુનિવર્સિટીઓમાં ભણવાના વિકલ્પો જોયા અને મૂલ્યવાન ઈનસાઈટ્સ પ્રાપ્ત કરી

મુખ્ય હાઈલાઈટ સ્ટાર સ્પીકર આઈએચઈ ખાતે બોર્ડના અધ્યક્ષ શ્રી જેમ્સ
પિટમેન દ્વારા માહિતીસભર સત્ર હતું, જેમણે વિદ્યાર્થીઓને યુકેમાં શૈક્ષણિક
પ્રવાસમાં આગળ કઈ રીતે વધવું તે વિશે માર્ગદર્શન આપ્યું હતું.
નવી દિલ્હી, જૂન24, 2024: – આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સફળતા માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં વૈશ્વિક
આગેવાન સ્ટડી ગ્રુપ દ્વારા તાજેતરમાં 13 જૂને, સુરત, 15 જૂને વડોદરા અને 16 જૂને અમદાવાદ સહિત
ગુજરાતનાં ત્રણ મુખ્ય શહેરમાં બહુપ્રતિક્ષિત ભવ્ય યુકે યુનિવર્સિટી ડિસ્કવરી ડે ઈવેન્ટનું આયોજન કર્યું હતું.
આ બહુશહેરી ઈવેન્ટમાં યુનાઈટેડ કિંગડમમાં ઉચ્ચ શિક્ષણની તકોનો લાભ લેવા માર્ગર્શન માટે સેંકડો
ઊભરતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને નોકરિયાત વ્યાવસાયિકોને આકર્ષતાં અદભુત સફળતા મળી હતી.
ડિસ્કવરી ડેના વ્યાપક એજન્ડાએ વિદ્યાર્થીઓને વન-ઓન-વન પર્સનલાઈઝ્ડ કાઉન્સેલિંગ સત્રો અને
શૈક્ષણિક માર્ગ પર ઊંડાણથી માહિતી, અભ્યાસક્રમોની પસંદગી, સ્કોલરશિપની તકો વગેરે વિશે ઊંડાણથી
માહિતી આપી હતી. આ ઈવેન્ટની એક મુખ્ય હાઈલાઈટ એ હતી કે આઈએચઈ ખાતે બોર્ડના અધ્યક્ષ શ્રી
જેમ્સ પિટમેનની આગેવાનીમાં માહિતીસભર સત્ર લેવાયું હતું, જેના થકી વિદ્યાર્થીઓને યુકેમાં તેમના
શૈક્ષણિક પ્રવાસમાં આગળ વધવા માટે મૂલ્યવાન માર્ગદર્શન મળ્યું હતું.
અગ્રણી યુકે યુનિવર્સિટીઓ, જેમ કે, યુનિવર્સિટી ઓફ હડર્સફિલ્ડ, ટીસ્સાઈડ યુનિવર્સિટી, લિવરપૂલ જોન મૂર્સ
યુનિવર્સિટી અને અન્યોએ બૂથ સ્થાપિત કર્યાં હતાં, જેના થકી વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના પ્રતિનિધિઓ સાથે
રૂબરૂ આદાનપ્રદાન કરવાનો મોકો મળ્યો હતો. આને કારણે વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયાઓ, અભ્યાસક્રમો,
સ્કોલરશિપ, કેમ્પસ જીવન, નવીનતમ પ્રવાહો, વિઝા નિયમન વગેરેમાં ફર્સ્ટ- હેન્ડ ઈનસાઈટ્સ મળી હતી.
ઉપરાંત ઈવેન્ટે વિદ્યાર્થીઓને તેમનાં વ્યાવસાયિક નેટવર્કને વિસ્તારવાની ઉત્તમ તક મળી હતી.
સ્ટડી ગ્રુપના સાઉથ એશિયાના રિજનલ ડાયરેક્ટર શ્રી કરણ લલિતે જણાવ્યું હતું કે, "અમને ગુજરાતમાં
પ્રાપ્ત અતુલનીય પ્રતિસાદથી બેહદ ખુશી છે. અમારું લક્ષ્ય વિદ્યાર્થીઓને વ્યાપક ટેકો અને યોગ્ય સાધનો
આપીને યુકેમાં અભ્યાસ કરવા વિશે સુમાહિતગાર નિર્ણયો લેવા માટે સશક્ત બનાવવાનું છે. ઈવેન્ટે
બ્રિટિશનું શિક્ષણ અને તેના વૈશ્વિક માનના ભરપૂર મૂલ્યને દર્શાવ્યું હતું."
25+ વર્ષની નિપુણતા, પર્સનલાઈઝ્ડ અભિગમ, સિદ્ધ ટ્રેક રેકોર્ડ અને વ્યાપક સેવાઓ સાથે સ્ટડી ગ્રુપે તેમની
શૈક્ષણિક આકાંક્ષાઓ હાંસલ કરવામાં ગુજરાતમાં વિદ્યાર્થીઓને સહાય કરવા માટે તેની કટિબદ્ધતા પર ભાર
આપ્યો હતો.
સ્ટડી ગ્રુપ વિશે:
સ્ટડી ગ્રુપ આંતરરાષ્ટ્રીય શિક્ષણની અગ્રણી પ્રદાતા છે અને દુનિયાભરમાં 50 યુનિવર્સિટીઓ માટે વિશ્વસનીય
વ્યૂહાત્મક ભાગીદાર છે. શિક્ષણ થકી બહેતર દુનિયા બનાવવા કટિબદ્ધતા સાથે અમે અભૂતપૂર્વ શિક્ષણથી
નાવીન્યપૂર્ણ અભિગમથી આંતરરાષ્ટ્રીય ભરતી અને વિદ્યાર્થીઓના આધાર સુધી અમારા ભાગીદારો અને
વિદ્યાર્થીઓ માટે સફળતા પ્રેરિત કરતાં ઉચ્ચ ગુણવત્તાના આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સમાધાન પ્રદાન કરીએ
છીએ. અમારું ડિજિટલ શિક્ષણ મંચ ઈનસેન્ડી સંસ્થાઓને અત્યંત પેડાગોજિકલી શક્તિશાળી ડિજિટલ ટૂલ્સનો
ઉપયોગ કરીને ઉચ્ચ પ્રભાવનું, પરિવર્તનકારી ઓનલાઈન અને સંમિશ્રિત શિક્ષણ પ્રદાન કરવામાં મદદ કરે
છે.
વધુ માહિતી માટે વિઝિટ કરો studygroup.com અથવા LinkedIn અને અમારાblogપર અમારા નવીનતમ સમાચારો અને અપડેટ્સ જુઓ.

Related posts

Samsung TV Plus Announces the Launch of Four New FAST Channels From Viacom18 Exclusively on Samsung Smart TVs

Master Admin

એવા વળાંક પર…!

Reporter1

સેમસંગ દ્વારા આગામી ગેલેક્સી Z સિરીઝ ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ માટે પ્રી-રિઝર્વ શરૂ

Reporter1
Translate »