Nirmal Metro Gujarati News
Uncategorized

કોકા-કોલા ઇન્ડિયાની #SheTheDifference કેમ્પેન હેઠળ આ ભાગીદારીનો હેતુ ભારતમાં મહિલા હોકીના ઉત્કર્ષનો છે 

 

7 મે, 2024: કોકા-કોલા ઇન્ડિયાના ફાઉન્ડેશન આનંદનાએ નેશનલ વિમેન્સ હોક લીગ 2024 માટે હોકી ઇન્ડિયા સાથે પોતાની સૌપ્રથમ ભાગીદારીની ઘોષણા કરી છે. આ ટૂર્નામેન્ટનો પ્રથમ તબક્કો 30 એપ્રિલના રોજ શરૂ થયો હતો અને 9 મે 2024ના રોજ ઝારખંડના રાંચી ખાતે સમાપન થશે, ત્યારે ડોમેસ્ટિક લીગ પ્રતિભા અને કૌશલ્યતાનુ રોમાંચક પ્રદર્શન કરવાનું વચન આપે છે.

નેશનલ વિમેન્સ હોકી લીગમાં એવી ટીમ્સનો સમાવેશ થાય છે જેણે પૂણેમાં તાજેતરમાં સંપન્ન થયેલી 14મી હોકી ઇન્ડિયા સિનીયર વિમેન નેશનલ ચેમ્પીયનશિપ 2024માં ટોચના આઠ સ્થાનો પ્રાપ્ત કર્યા હતા. ભાગ લેતા એથલેટ્સ વિવિધય રાજ્યો જેમ કે હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ, મધ્યપ્રદેશ, બંગાળ, મિઝોરમ, મણીપુર અને ઓડીશાનું પ્રતિનિધિત્વ કરે છે. 

કોકા-કોલા ઇન્ડિયાની સ્પોર્ટ્સ પરત્વેની પ્રતિબદ્ધતા અનુસાર ત્રણ વર્ષનો સહયોગ સ્પોર્ટ્સને સાકારાત્મક રીતે આકાર આપવામાં તેની ભૂમિકા અને જાતિ સમાનતાની સ્થિતિ પર ભાર મુકે છે. આ ભાગીદારી કંપનીના #SheTheDifference કેમ્પેન સાથે પણ સંરેખિત થાય છે, જે મહિલાઓની ઉજવણી, ઉત્થાન અને સમર્થન કરવાની પહેલ છે. આ વ્યૂહાત્મક ભાગીદારીનો હેતુ વિશિષ્ટ કોચિંગ, તાલીમ સાધનોની જોગવાઈ, પોષણ સહાય, અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે શિબિરો અને ટુર્નામેન્ટનું સંગઠન જેવા આવશ્યક ઘટકોનો સામનો કરીને મહિલા હોકીને ઉન્નત કરવાનો છે. 

સ્પોર્ટીંગ નૈતિકતા, પ્રોગ્રામના અમલીકરણ ભાગીદાર છે, જે ખેલાડીઓને તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચવા અને ભારતીય રમતગમતના શ્રેષ્ઠ દ્રશ્યને બહાર લાવવા માટે મૂલ્યવાન સમર્થન પ્રદાન કરે છે.

આ ભાગીદાર પર ટિપ્પણી કરતા હોકી ઇન્ડિયાના પ્રમુખ ડૉ. દિલીપ તિર્કીએ જણાવ્યું હતુ કે, ટૂર્નામેન્ટની ઉદઘાટન આવૃત્તિ માટે કોકા-કોલા ઈન્ડિયા ફાઉન્ડેશન, આનંદનાને લઈને અમે રોમાંચિત છીએ. હું માનું છું કે આ એસોસિએશન માત્ર એક રમત તરીકે જ નહીં પરંતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મહિલા હોકી ખેલાડીઓની પ્રતિષ્ઠા પણ વધારશે. આ સહયોગ ભારતમાં રમતગમતની તાલીમ અને રમતગમતની ક્ષમતાઓને વધારવા માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.”.

પ્રમુખના ઉત્સાહનો પડઘો પાડતા, હોકી ઇન્ડિયાના સેક્રેટરી જનરલ શ્રી ભોલા નાથ સિંઘે કોકા-કોલા ઇન્ડિયાના આનંદના સાથેના ભાગીદારીને એમ કહીને આવકારી હતી કે અમારા ધ્યેયો સંપૂર્ણ રીતે સંરેખિત છે,” તેમણે કહ્યું. “હોકી ઈન્ડિયા અને કોકા-કોલા બંને પાયાના સ્તરે, ખાસ કરીને મહિલા હોકીને પ્રોત્સાહન આપવા અને વિકાસ કરવા માટે પ્રતિબદ્ધ છે. અમે રાષ્ટ્રીય મહિલા હોકી લીગની કલ્પના રાષ્ટ્રીય ટીમ માટે મજબૂત ફીડર સિસ્ટમ તરીકે કરીએ છીએ. આ ભાગીદારી એક બન્ને બાજુ લાભાલાભાની સ્થિત દર્શાવે છે અને અમે આવનારા વર્ષોમાં ફળદાયી સહયોગની આશા રાખીએ છીએ.”

આ સહયોગની ઘોષણા કરતા કોકા-કોલા ઇન્ડિયા ફાઉન્ડશનના ડિરેક્ટર રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતુ કે,કોકા-કોલા ખાતે અમેપ્રેરણા અને સમુદાયને એક કરવા માટે સ્પોર્ટ્સની પ્રસ્થાપિત શક્તિમાં વિશ્વાસ રાખીએ છે. હોકી ઇન્ડિયા સાથેની ભાગીદારી સ્પોર્ટ્સ અને ઍથલેટના વિકાસ માટે ટેકાત્મક પર્યાવરણનું સર્જન કરવાના અમારા વિભાજિત વિઝનને વધુ આગળ લઇ જાય છે. આ સાથે અમને સ્પોર્ટ્સમાં રહેલી મહિલાઓને અને વૈસ્વિક ફલક પર તેમની સફળતામાં યોગદાન આપવા મહિલાઓને સ્પોન્સર કરતા ગર્વ અનુભવીએ છીએ.

Related posts

એસવીયૂઇટીના માધ્યમથી પ્લેસમેન્ટ કેન્દ્રિત એસવીયૂ મુંબઇના સમગ્ર બી.એ., અને બી.એસસી પ્રોગ્રામ્સ તેમજ જેઇઇ/એમએચટી-સીઇટીના માધ્યમથી બી.ટેક.પ્રોગ્રામ્સ માટે ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

Reporter1

Morari Bapu’s tributes and assistance to victims of Mahuva and MP accidents, Narmada drownings

Reporter1

ગ્લોબલ આંત્રપ્રેન્યોરશિપ મોનિટર (GEM) 2023/2024 રિપોર્ટ દર્શાવે છે કે ભારત ઉદ્યોગસાહસિક લેન્ડસ્કેપમાં વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યું છે, જે 49 અર્થતંત્રોમાં બીજા ક્રમે છે

Reporter1
Translate »