Nirmal Metro Gujarati News
business

આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII) દ્વારા આંતરરાષ્ટ્રીય એમએસએમઈ દિવસના સેલિબ્રેશનમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ઇનોવેશન પર પેનલ ડિસ્કશનનું આયોજન કર્યું

જૂન 27, 2024: આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII) અમદાવાદ દ્વારા ઇન્ટરનેશનલ માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSME) દિવસની ઉજવણીના ભાગરૂપે ‘ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એન્ડ ઇનોવેશન’ પર પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યુ હતું.  આ કાર્યક્રમ 27જૂન, 2024ના રોજ અમદાવાદના EDII  કેમ્પસમાં યોજાયો હતો. જેમાં એમએસએમઈ, સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગસાહસિકો અને સહભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ઓનલાઈન મોડ દ્વારા કેમ્પસમાં અને સમગ્ર દેશમાં કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ન્યુ દિલ્હી એસએમઈ બોર્ડના સલાહકાર તેમજ પેનલિસ્ટ શ્રી શૈલેષ પટવારી,  શ્રી પ્રદીપ ઓઝા, સંયુક્ત નિયામક, MSME ડેવલોપમેન્ટ ફેશન ઓફિસ વિકાસ સુવિધા કાર્યાલય (DFO),  વાસા ફાર્માકેમ પ્રાઈવેટ લિમિટેડના ચેરમેન અને એમડી અને ગુજરાત કેમિકલ એસોસિએશન અને ગુજરાત ફાર્માસ્યુટિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડૉ. જૈમિન વસા, શ્રી યમન સલુજા, સહ-સ્થાપક, નાપબુક લિમિટેડ, જાણીતા ઈ-કોમર્સ પોર્ટલના પ્રતિનિધિ અને ડૉ. સુનિલ શુક્લા – ડાયરેક્ટરજનરલ, EDII ઉપસ્થિત રહ્યાં હતાં.
આ કાર્યક્ર્મની શરૂઆત ફેકલ્ટી અને કોઓર્ડિનેટર ડિપાર્ટમેન્ટ ઑફ બિઝનેસ ડેવલપમેન્ટ સર્વિસિસ અને નેશનલ આઉટરીચના ડૉ. રાજીવ શર્મા ના સ્વાગત પ્રવચનથી થઈ હતી. જેમણે એમએસએમઈ દિવસની પ્રાસંગિકતા પર સંક્ષિપ્ત પરિચય આપ્યો હતો, જે દેશ અને દુનિયાના વિકાસમાં વૈશ્વિક સ્તરે જીડીપીમાં 50 ટકા યોગદાન આપે છે.
એમએસએમઈ દિવસની થીમ ‘ બિલ્ડિંગ અ સ્ટ્રોંગર ફ્યુચર ટુ ગેધર’ અનુરૂપ હતી. આ કાર્યક્રમમાં  ‘ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એન્ડ ઈનોવેશનઃઅનલોકિંગ ધ ઓપોર્ચ્યુનિટીઝ ફોર એમએસએમઈ’ વિષય પર પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પેનલમાં પોલિસી મેકર, ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ, વિવિધ ક્ષેત્રોના લીડર્સનો સમાવેશ થાય છે, જેમણે તેમની આંતરદૃષ્ટિ અને અનુભવો શેર કર્યા હતા કે, કેવી રીતે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એમએસએમઈને તેમનાં વિકાસને આગળ વધારવામાં મદદ કરી શકે છે અને કેવી રીતે નવીનતા ડિજિટલ તકનીકોની સંભવિતતાનો ઉપયોગ કરી શકે છે.
ઈડીઆઇઆઈના ડાયરેક્ટર જનરલ ડૉ. સુનિલ શુક્લાએ કહ્યું કે, “ઈડીઆઇઆઈ ક્ષેત્રના ઉત્થાન અને તેના વિકાસને વેગ આપવા માટે તેની શરૂઆતથી એમએસએમઈ સાથે નજીકથી કામ કરે છે. આ સંસ્થાએ સરકારી અને ખાનગી હિતધારકોના સમર્થનથી ટેક્નોલોજી, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ઇનોવેશનના ક્ષેત્રમાં એમએસએમઈ ની અનેક પહેલો હાથ ધરી છે. ધિરાણની ઍક્સેસને સરળ બનાવવા માટે ઘણી સરકારી પહેલો છતાં એમએસએમઈ સમયસર અને ઓછી કિંમતે ક્રેડિટ મેળવવા માટે સંઘર્ષ કરે છે. આ પ્રક્રિયાને સરળ બનાવવી જરૂરી છે, જે એમએસએમઈ માટે અનુકૂળ હોવી જોઈએ.”
ન્યુ દિલ્હી એસએમઈ બોર્ડના સલાહકાર તેમજ પેનલિસ્ટ શ્રી શૈલેષ પટવારી એએમએસએમની વૃદ્ધિ અને વિકાસ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, “એમએસએમઈ માટે આજના ઝડપથી વિકસતા વ્યાપાર લેન્ડસ્કેપમાં સ્પર્ધાત્મક રહેવા અને ખીલવા માટે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન આવશ્યક બની ગયું છે. મોટાભાગના એમએસએમઈ ને હજુ પણ ડિજિટલ તકોનો લાભ લેવા માટે સમકક્ષ આવવું પડશે. ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને આત્મસાત કરીને એમએસએમઈ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો હાંસલ કરી શકે છે જે મોટો ગ્રાહક આધાર પ્રાપ્ત કરવામાં મદદકરશે.”
MSME ડેવલપમેન્ટ ફેસિલિટેશન ઓફિસ (DFO)ના જોઈન્ટ ડાયરેક્ટર શ્રી પ્રદીપ ઓઝાએ ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના પ્રેરક પરિબળ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેમણે કહ્યું કે, “ડિજીટલ પ્લેટફોર્મમાં વિશાળ તકો છે અને આવું જ એકપ્ લેટફોર્મ છે (Gem) ગવર્નમેન્ટ ઈમાર્કેટ પ્લેસ. આ પ્લેટફોર્મ દ્વારા એમએસએમઈ લાભ લઈ શકે છે અને તેમનો વ્યવસાય સીધો શરૂ કરી શકે છે. એમએસએમઈ એ પોતાની વેબસાઇટ, ઈ-કોમર્સ પ્રેસેન્ટ અને સમય સમય પર અપડેટ કરવું જોઈએ. એમએસએમઈ માટે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં તેમની હાજરી સ્થાપિત કરવી જરૂરી છે.”
વાસા ફાર્મા કેમ પ્રાઈવેટ લિમિટેડના ચેરમેન અને એમડી અને ગુજરાત કેમિકલ એસોસિએશન અને ગુજરાત ફાર્માસ્યુટિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડૉ. જૈમિન વસાએ નવી ટેક્નોલોજી અપનાવવા વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, “ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માત્ર નવી ટેક્નોલોજી અપનાવવા માટે જ નથી પરંતુ તેટેક્નોલોજીનો લાભ ઉઠાવવા વિશે વધુ છે. અને આ માટે આ ટેક્નોલોજીને અપનાવવા માટે માનસિકતા સેટ કરવાની અને કેળવવાની જરૂર છે. ખાસ કરીને એમએસએમઈ  માટે આજના ઝડપથી વિકસતા બિઝનેસ લેન્ડસ્કેપમાં ડિજીટલાઇઝેશન અને ટ્રાન્સફોર્મેશનનો ખ્યાલ અસ્તિત્વ અને વૃદ્ધિનો પર્યાય બની ગયો છે. ભારતમાં, એમએસએમઈ જીડીપીમાં 30% યોગદાન આપે છે અને જો ભારતે 5 ટ્રિલિયન અર્થતંત્ર સુધી પહોંચવું હોય તો એમએસએમઈ એ વૃદ્ધિ કરવી પડશે અને GDP ના 50% સુધી પહોંચવું પડશે.”
નાપબુક્સ લિમિટેડના સહ-સ્થાપક શ્રી યમન સલુજાએ એમએસએમઈને ઉભરતા ડિજિટલ બિઝનેસ સોલ્યુશન્સનો લાભ ઉઠાવવા સક્ષમ બનાવવા માટે ઉચ્ચ કૌશલ્યના મહત્વ પર પ્રકાશ પાડ્યો. તેમણે વ્યક્ત કર્યું, “નવી તકનીકો પર કર્મચારીઓને તાલીમ આપવી એ એમએસએમઈના સશક્તિકરણનો એક આવશ્યક ભાગ છે. ડિજિટલ ઉત્ક્રાંતિની ઝડપી ગતિ માંગ કરે છે કે એમએસએમઈ સ્પર્ધાત્મક રહેવા માટે તેમના સંસાધનોને સતત વિકસિત કરે. ભારત સરકાર દ્વારા ડિજિટલાઇઝેશન કાર્યક્રમો વધુ સમાવિષ્ટ અને સુલભ બનવાની જરૂર છે. $5 ટ્રિલિયન જીડીપી લક્ષ્યને ટેકો આપવા માટે જે માત્ર ત્યારે જ શક્યછે જો એમએસએમઈ સંસ્થામાં નવીનતા અને કાર્યક્ષમતાનું નેતૃત્વ કરે.”
જાણીતા ઈ-કોમર્સ પોર્ટલ પ્રતિનિધિએ એમએસએમઈ માટે ધિરાણ મેળવવામાં ટેકનોલોજીની ભૂમિકા અને એમએસએમઈ ઉત્પાદનોને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે નિકાસ કરવાની સુવિધા આપવા અંગે ચર્ચા કરી હતી.
ઈડીઆઈઆઈ ઉદ્યોગસાહસિકતા શિક્ષણ, સંશોધન અને ક્ષમતા નિર્માણમાં તેની કુશળતા માટે પ્રખ્યાત છે અને નવીનતા અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન દ્વારા એમએસએમઈના વિકાસ અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે.
***

Related posts

Toyota Kirloskar Motor Showcases Special-Purpose Iconic Hilux at Himtech 2024

Reporter1

પરમ્પરા એક્ઝિબિશન દ્વારા ગુજરાતનું પ્રથમ ગિફ્ટ એક્ઝિબિશન ‘ગિફ્ટઓફેસ્ટ’ યોજાશે

Reporter1

Hindustan Zinc kicks off inaugural Vedanta Zinc City Half Marathon

Reporter1
Translate »