Nirmal Metro Gujarati News
business

EventBazaar.com  ભારતનું પહેલું વ્યાપક ઈવેન્ટ મેનેજમેન્ટ પ્લેટફોર્મ/ EventBazaar.com ઈવેન્ટ મેનેજમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ક્રાંતિ લાવવા તરફ અગ્રેસર

 

 

અમદાવાદ: ભારતમાં ઈવેન્ટ મેનેજમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ક્રાંતિ લાવવા તૈયાર અભૂતપૂર્વ પ્લેટફોર્મ, EventBazaar.comને મંગળવારે અમદાવાદમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્લેટફોર્મ ઇવેન્ટ મેનેજમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં 15 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા અનુભવી ઉદ્યોગસાહસિક હિરવ શાહ ની આગવી ઉપજ છે.

લગ્ન, સામાજિક અને ઉજવણીના કાર્યક્રમો તેમજ કોર્પોરેટ ઇવેન્ટ્સ સહિતના કાર્યક્રમોને સમાવતા ઇવેન્ટ મેનેજમેન્ટ સેક્ટરનું અંદાજિત વાર્ષિક કદ રૂપિયા 6 લાખ કરોડનું છે. અત્યાધિક આર્થિક યોગદાન છતા આ સેક્ટર એક હદ સુધી અસંગઠિત છે.

EventBazaar.com ના સ્થાપક અને સીઈઓ શ્રી શાહે જણાવ્યું હતું કે, “ઇવેન્ટ મેનેજમેન્ટ સેક્ટર અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપે છે, લાખો નોકરીઓનું સર્જન કરે છે, પરંતુ તે અત્યંત વિભાજિત અને બિનકાર્યક્ષમ રહે છે. બે વર્ષથી વધુની ઝીણવટભરી તૈયારી અને આયોજન સાથે, EventBazaar.com આ પડકારો સામે અમારો જવાબ છે. તે ગ્રાહકોને ઇવેન્ટ મેનેજર્સ, ડેકોરેટર્સ, એન્કર, કેટરર્સ અને લોજિસ્ટિક્સ પ્રદાતાઓ સહિતના સર્વિસ પ્રદાતાઓ સાથે જોડતો પુલ છે તેમજ દરેક માટે ઇવેન્ટ પ્લાનિંગના અનુભવને સરળ બનાવવા અને વધારવા માટે રચાયેલી વન-સ્ટોપ શોપ છે. તે ભારતીય ઈવેન્ટ મેનેજમેન્ટ સેક્ટરમાં એક નવા યુગની શરૂઆત કરવા માટે તૈયાર છે.”

પરંપરાગત ઇવેન્ટ એગ્રીગેટર મોડલ્સથી આગળ વધીને, EventBazaar.comનો ઉદ્દેશ્ય એવું માર્કેટપ્લેસ ઓફર કરવાનો છે, જે વપરાશકર્તાઓને વિક્રેતાઓ સાથે જોડીને ઇવેન્ટના આયોજનને સરળ અને વધુ કાર્યક્ષમ બનાવે. તે 135થી વધુ બિઝનેસ કેટેગરીને આવરી લઈને, સામાજિક અને કોર્પોરેટ મેળાવડાઓથી લઈને ધાર્મિક અને સીમાચિહ્નરૂપ ઉજવણીઓ સહિતની તમામ ઇવેન્ટ માટે સેવા પૂરી પાડે છે.

પછી તે કોર્પોરેટ ઇવેન્ટ માટે યોગ્ય સ્થળ, સાઉન્ડ સિસ્ટમ, કેટરિંગ અથવા ડેકોરેટર શોધવાનું કામ હોય, કે પછી જન્મદિવસની અંગત પાર્ટીનું આયોજન હોય, આ પ્લેટફોર્મ ગ્રાહકોને વિક્રેતાઓની તુલના કરવા, રિવ્યૂ સુધીની પહોંચ પૂરી પાડવા અને જાણકાર નિર્ણયો લેવા સક્ષમ બનાવે છે અને તે પણ કોઈ વધારાના ખર્ચ વિના.

“કોઈપણ ઇવેન્ટની સફળતા માટે યોગ્ય વિક્રેતાની પસંદગી મહત્વપૂર્ણ છે. EventBazaar.com માત્ર ગ્રાહકો અને સેવા પ્રદાતાઓ વચ્ચેના અંતરને જ દૂર નથી કરતું, પરંતુ વિકલ્પોની વિશાળ શ્રેણી અને પારદર્શક સેવાઓ દ્વારા ખર્ચના લાભની ખાતરી પણ સુનિશ્વિત કરે છે,” તેમ શ્રી શાહે જણાવ્યું હતું.

પ્રથમ તબક્કામાં, EventBazaar.com 6 શહેરોમાં શરૂ કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ, સુરત, ઉદયપુર, ગોવા, મુંબઈ અને નવી દિલ્હીનો સમાવેશ થાય છે, આગામી મહિનાઓમાં વધુ શહેરોમાં વિસ્તરણ કરવાની પણ યોજના છે. પ્લેટફોર્મ પર વેન્ડર્સના ઓનબોર્ડિંગની પણ મંગળવારે સત્તાવાર રીતે શરૂઆત થઈ ગઈ છે. પ્લેટફોર્મનું ભવ્ય લોન્ચિંગ 12 ફેબ્રુઆરીએ થવાનું છે.

EventBazaar.com વિક્રેતાઓ માટે પણ ઘણા બધા વિકલ્પો પ્રદાન કરે છે, જેઓ નજીવી ફી અને વાર્ષિક સબ્સ્ક્રીપ્શન સાથે, મફત, પ્રો અને પ્રીમિયમ પ્લાન્સની પસંદગી કરી શકે છે.

“વિક્રેતાઓએ બીજું કંઈ ચૂકવવાની જરૂર નથી. તેમાં કોઈ આવકની વહેંચણી સામેલ નથી. વધુમાં, વિક્રેતાઓને પોર્ટલ પર સમર્પિત જગ્યા પણ મળે છે, જ્યાં તેઓ તેમની ઓફર્સ અને સેવાઓનું પ્રદર્શન કરી શકે છે,” તેમ શ્રી શાહે વધુમાં જણાવ્યું હતું.

EventBazaar.com ઈવેન્ટ્સ માટે લેટેસ્ટ ઇવેન્ટ ટ્રેન્ડ, શૈક્ષણિક વીડિયો અને આઈડિયા સુધીની પહોંચ પણ પ્રદાન કરે છે. AI-સંચાલિત રોબોટ સારથી, યુઝર્સને ઇવેન્ટ્સનું આયોજન કરવામાં મદદ કરે છે, જ્યારે “ઇવેન્ટ જીની” પ્રોફેશનલ ઓનલાઇન માર્ગદર્શન પૂરું પાડે છે તેમજ નજીવી ફી સામે યુઝરના પ્રશ્નોના જવાબ આપે છે.

Related posts

Toyota Kirloskar Motor Records Its Highest Ever Calendar Year Sales in 2024 by Selling 3,26,329 Units

Reporter1

Brand Vogue opens first store in Ahmedabad

Reporter1

Statement Union Budget 2025-26 by Dr. Pawan Munjal, Executive Chairman, Hero MotoCorp

Reporter1
Translate »