Nirmal Metro Gujarati News
business

HONOR એ ભારતમાં HONOR 200 સિરીઝ લોન્ચ કરી, જે AI-સંચાલિત સ્ટુડિયો-લેવલ પોટ્રેટ ફોટોગ્રાફી સાથે મોબાઈલ ઈમેજિંગને ફરીથી વ્યાખ્યાયિત કરે છે

 

 

 

તેમાં DXO માર્ક ગોલ્ડ-સર્ટિફાઈડ 6.78-ઈંચ આઈ કમ્ફર્ટ ડિસ્પ્લે, સ્ટુડિયો હાર્કોર્ટ સાથે કો-એન્જિનિયર્ડ HONOR AI પોટ્રેટ એન્જિન સાથે પ્રો-ગ્રેડ પોટ્રેટ ફોટોગ્રાફી અને સેકન્ડ જનરેશન સિલિકોન-કાર્બન બેટરી સાથે બહેતર પયફોર્મન્સ આપે છે.

 

 

 

નવી દિલ્હી, 24 જુલાઈ 2024: ભારતીય બજારમાં તેના પોર્ટફોલિયોનું વિસ્તરણ કરતા, HONOR એ આજે HONOR 200 સિરીઝના લોન્ચની જાહેરાત કરી છે, જે તેની પ્રતિષ્ઠિત નંબર સિરીઝ લાઈનઅપમાં નવીનતમ ઉમેરો છે. HONOR 200 Pro 5G અને HONOR 200 5G નો સમાવેશ કરીને, આ નવી સિરીઝ પાવર અને ક્રિએટિવિટીની સીમાઓને આગળ ધપાવે છે, તે AI-સંચાલિત પોટ્રેટ ક્ષમતાઓ, ઈમર્સિવ ડિસ્પ્લે, મજબૂત હાર્ડવેર પરફોર્મન્સ અને સાહજિક વપરાશકર્તા-કેન્દ્રિત AI અનુભવો ધરાવતા ગ્રાહકોને ઉત્તમ અનુભવ પ્રદાન કરે છે.

 

 

 

HONOR 200 Pro 5G બે સુંદર રંગો ઓશન સિયાન અને બ્લેકમાં ઉપલબ્ધ હશે અને તેની કિંમત રૂ. 57,999 હશે. વેચાણ 20 જુલાઈ 12:00 મધ્યરાત્રિથીતમારાનજીકનામેઈનલાઈનસ્ટોર્સપરશરૂથશે.20મીજુલાઈથી 23મી જુલાઈનારોજ, બધાગ્રાહકોમાટેરૂ. 8000 ના ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ સાથે સ્માર્ટફોન મેળવી શકાય છે. આ ઉપરાંત, ICICI બેંક અને SBI બેંક ક્રેડિટ કાર્ડ ધારકો રૂ. 3000 નું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. વધુમાં, ગ્રાહકો કેટલાક પસંદ કરેલા મેઈનલાઈન સ્ટોર્સમાં 8,499 ની કિંમતની મફત HONOR ગિફ્ટ્સ મેળવી શકે છે અથવા તેના બદલે રૂ. 2000 નું ઈન્સ્ટન્ટ કૂપન ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.

 

HONOR 200 5G બે વેરિઅન્ટમાં બે કલર – મૂનલાઈટ વ્હાઈટ અને બ્લેકમાં પણ ઉપલબ્ધ હશે. 12GB +512GB ની કિંમત રૂ. 39,999 અને 8GB+256 GB ની કિંમત 34,999 હશે. વેચાણ 20 જુલાઈ 12:00 મધ્યરાત્રિથીતમારાનજીકનામેઈનલાઈનસ્ટોર્સ પર શરૂ થશે. 20મી જુલાઈથી 23મી જુલાઈનારોજ, સ્માર્ટફોનનેરૂ. 1000 ના ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ અને સાથે રૂ. 2000 ની બેંક ઓફર સાથે મેળવી શકાય છે. વધુમાં, ગ્રાહકો કેટલાક પસંદ કરેલા મેઈનલાઈન સ્ટોર્સમાં 8,499 ની કિંમતની મફત HONOR ગિફ્ટ્સ મેળવી શકે છે અથવા રૂ. 2000 નું ઈન્સ્ટન્ટ કૂપન ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. આકર્ષક ઓફર્સ સાથે, HONOR 200 5G (8GB +256GB) વેરિઅન્ટ 20 અને 23 જુલાઈથી રૂ. 29,999* ની પ્રારંભિક કિંમતે ખરીદી શકાય છે.

 

 

 

વિશ્વસનીય અને વિશ્વાસપાત્ર બ્રાંડ બનાવવાની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવતા, HONOR ગ્રાહકોને નીચેની સર્વિસ ઓફર પણ પ્રદાન કરે છે –

 

· ખરીદીની તારીખથી 6 મહિનાની અંદર વન-ટાઈમ ADLD

 

· GST સિવાય 90% સુધી ખાતરીપૂર્વક બાયબેક, ઈન્વોઈસની તારીખથી 30 દિવસ માટે માન્ય

 

· 6 મહિનાની વિસ્તૃત વોરંટી

 

· 18 મહિનાની ડોર-ટુ-ડોર સર્વિસ

 

· ઉદ્યોગમાં પ્રથમ વખત 3 મહિનાનું સાયબર સુરક્ષા કવર (50,000 સુધી)

 

 

 

એટલું જ નહીં, HONOR 200 સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ પર ઉપલબ્ધ થશે. NCEMI જેવા અન્ય પરવડે તેવા વિકલ્પો પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, ઓરીજનલ 100W HONOR ચાર્જર તમારા નજીકના મેઈનલાઈન સ્ટોર્સ પર પણ ખરીદી માટે ઉપલબ્ધ હશે.

 

આજે આ લોન્ચ વખતે અમિત સિંઘ (ડિરેક્ટર- બિઝનેસ ડેવલપમેન્ટ) ઓનરટેક, મનીષ સચદેવા (સ્ટેટ હેડ) ઓનરટેક, કમલેશ ઠક્કર- કમલેશ લાલવાણી એમડી જય જલારામ ટેકનોલોજી PVT લિમિટેડ, ધર્મેશ પટેલ – ડાયરેક્ટર જય જલારામ ટેક્નોલોજીસ લિમિટેડ ઉપસ્થિત રહ્યા હતા. જય જલારામ ટેક્નોલોજીસ એ વેસ્ટ ઇન્ડિયા, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના ડિસ્ટ્રીબ્યુટર અને ઝોનલ ડિસ્ટ્રીબ્યુટર છે.

 

સર્વોચ્ચ પરફોર્મન્સ, AI ક્ષમતાઓ અને ભવ્ય ડિઝાઈન મેળવવા માંગતા વપરાશકર્તાઓ માટે ગો-ટુ પસંદગી બનવા માટે તૈયાર, HONOR 200 સિરીઝ ટ્રિપલ કેમેરા સિસ્ટમ સાથે ફોટોગ્રાફીમાં શ્રેષ્ઠ છે: 50MP પોર્ટ્રેટ મેઈન કેમેરા, 50MP પોર્ટ્રેટ ટેલિફોટો કેમેરા, 12MP અલ્ટ્રા-વાઈડ લેન્સ અને 50MP પોર્ટ્રેટ સેલ્ફી કેમેરા. આ સિરીઝ તેના AI-એન્હાન્સ્ડ HONOR AI પોર્ટ્રેટ એન્જિન સાથે પોટ્રેટ ફોટોગ્રાફીને ઉન્નત બનાવે છે, જે સ્ટુડિયો હાર્કોર્ટના સહયોગથી ડેવલપ કરવામાં આવ્યો છે. આ ટેક્નોલોજી સ્ટુડિયો-લેવલના પોટ્રેટ માટે હાર્કોર્ટની લાઈટિંગ અને શેડો ટેક્નોલોજીને એકીકૃત કરે છે અને આદર્શ એક્સપોઝર સેટિંગ માટે લાઈટિંગ, સ્કિન ટોન, કલર ટેમ્પરેચર અને સીન કમ્પોઝિશનનું મૂલ્યાંકન કરે છે.

 

બંને ડિવાઈસ AI-સંચાલિત આઈ-કમ્ફર્ટ અને એમોલેડ ક્વાડ કર્વ્ડ ડિસ્પ્લે ધરાવે છે અને MagicOS 8.0 (એન્ડ્રોઈડ 14) પર HONOR ની MagicOS AI સાથે ચાલે છે, આ સિરીઝ HONOR 200 Pro માં સ્નેપડ્રેગન 8s Gen 3 અને HONOR 200 માં સ્નેપડ્રેગન 7 Gen 3 સાથે સીમલેસ પરફોર્મન્સની ખાતરી આપે છે, HONOR 200 સિરીઝમાં સેકન્ડ જનરેશનની 5200mAh સિલિકોન-કાર્બન બેટરી પણ શામેલ છે, જે અપવાદરૂપ બેટરી જીવન અને પડકારજનક પરિસ્થિતિઓમાં પણ વિશ્વસનીય પરફોર્મન્સ પ્રદાન કરે છે.

 

ઉત્પાદકતાને વધારવા માટે, HONOR 200 સિરીઝમાં લાઈટનિંગ-ફાસ્ટ 100W વાયર્ડ HONOR સુપરચાર્જ છે, જે HONOR 200 Pro ને ફક્ત 41 મિનિટમાં સંપૂર્ણ ચાર્જ કરે છે. Pro વેરિઅન્ટ 66W વાયરલેસ HONOR સુપરચાર્જ પણ આપે છે, જે બેટરીની ચિંતા વિના સીમલેસ ઓનલાઈન ગેમિંગ અને ઈમર્સિવ વિડિયો સ્ટ્રીમિંગની ખાતરી આપે છે.

 

લોન્ચ પર ટિપ્પણી કરતા, HTech ના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર શ્રી સી.પી. ખંડેલવાલે કહ્યું, “HONOR 200 સિરીઝનું લોન્ચ ભારતમાં સ્માર્ટફોન અનુભવને પુનઃવ્યાખ્યાયિત કરવાની અમારી સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. તેની અદ્યતન AI-સંચાલિત પોટ્રેટ ફોટોગ્રાફી, શ્રેષ્ઠ ડિસ્પ્લે ટેકનોલોજી અને પરફોર્મન્સ ક્ષમતાઓ સાથે, HONOR 200 સિરીઝ ઉદ્યોગમાં નવા ધોરણો સ્થાપિત કરવા માટે તૈયાર છે. અમે નવીન ઉત્પાદનો આપવા માટે પ્રતિબદ્ધ છીએ જે ફક્ત અમારા ગ્રાહકોની અપેક્ષાઓ પૂરી જ નથી કરતા પરંતુ તેનાથી પણ આગળ વધી જાય છે, અને HONOR 200 સિરીઝ આ પ્રતિબદ્ધતાનું ઉદાહરણ આપે છે. અમે આ ગ્રાઉન્ડબ્રેકિંગ ડિવાઈસને ભારતીય બજારમાં લાવવા માટે ઉત્સાહિત છીએ અને તેઓ અમારા વપરાશકર્તાઓના જીવન પર જે પરિવર્તનકારી અસર કરશે તે જોવા માટે આતુર છીએ.”

 

 

 

 

Related posts

PNB MetLife Partners with Saraswat Co-Operative Bank to Offer Insurance Solutions

Reporter1

Samsung Teases India-Specific AI Washing Machine Set to Launch This Month

Reporter1

Toyota Kirloskar Motor Celebrates World Student’s Month with 31st iCARE Event Strengthening Educational Infrastructure and Community Engagement

Reporter1
Translate »