Nirmal Metro Gujarati News
business

માનવ-કેન્દ્રિત, હાઇબ્રિડ AI નવી તકો ખોલે છે: સેમસંગના વોન-જૂન ચોઇ

 

 

ગુરુગ્રામ 13 (10) જૂન, 2024 – વિશ્વ અત્યંત આકર્ષક અને શક્યતઃ ટેકનોલોજીમાં અત્યંત ઐતિહાસિક ક્ષણોમાંની એકના પ્રારંભે છે. મોબાઇલ AIનો યુગ આવી ગયો છે – જેણે સેમસંગ માટે અમારા સૌપ્રથમ AI ફોન Galaxy S24 પર Galaxy AIની રજાત માટેના દ્વાર ખોલ્યા છે. 

હાઇબ્રિડ AI ભિગમ સાથે ક્રાંતિકારી મોબાઇલ અનુભવ

Galaxy S24 સિરીઝમાં જનરેટીવ AI ટેકનોલોજીના ફાયદાઓને વાસ્તવિક જીવનમાં લાવતા, સેમસંગએ અમારા AI ઇન્ટીગ્રેશનમાં હાઇબ્રિડ અભિગમ અપનાવ્યો છે. AI અનેક તકો પ્રદાન કરે છે અને સેમસંગ માને છે કે મોબાઇલ ડિવાઇસિસ તેની તકોને ખોલવા માટેનું પ્રાથમિક પ્રવેશ બિંદુ છે, કેમ કે વિશ્વમાં રહેલા યૂઝર્સ તેમની રોજબરોજીની જરુરિયાતો માટે તેમના પર નિર્ભર રહેવાનું ચાલુ રાખશે.

રોજબરોજના જીવનમાં મોબાઇલ ડિવાઇસિસ જે રીતે આવશ્યક ભૂમિકા બજાવે છે તેનો અર્થ એ છે કે તે અત્યંત અંગત ચીજ છે કે જેનો લોકો અત્યંત નિર્ણાયક અને યાદગાર ક્ષણોએ ઉપયોગ કરે છે. સેમસંગ આ વર્તણૂંકને સમજે છે અને માને છે કે સ્માર્ટફોન્સે સખત મહેનત કરવાની જરૂર છે જેથી યૂઝર્સ અત્યંત અગત્યની ક્ષણોને સરળ, વધુ સહજ અને વધુ લંબાણપૂર્વકની બનાવી શકે. સેમસંગ ગોપનીયતાની અગત્યતાને પણ ઓળખે છે તેથી આ બ્રાન્ડ યૂઝર્સને તેઓ જે કંઇ શેર કરે છે અને ખાનગી રાખે છે તેની પર સંપૂર્ણ નિયંત્રણ આપે છે.

“આ તમામ જરૂરિયાતોને પહોંચી વળવા માટે અત્યંત વ્યવહારુ અને વિશ્વસનીય ઉકેલ તે અમારો હાઇબ્રિડ અભિગમ છે અને સેમસંગને તે દ્રષ્ટિએ સૌથી આગળ મુકે છે. અમે યૂઝર્સને ત્વરીત પ્રતિભાવ અને વધારાની ગોપનીયતાની ઓન-ડિવાઇસ AI પર અને ક્લાઉડ આધારિત AIની શ્રેષ્ઠતા ઉદ્યોગ અગ્રણી ભાગીદારો સાથે દૈનિક જીવનમાં તેમને જરૂરી વિવિધ પ્રકારના ફંકશન્સ પ્રદાન કરવાની ખાતરી વચ્ચે સંતુલન પૂરું પાડીએ છીએ,” એમ સેમસંગ ઇલેક્ટ્રોનીક્સના મોબાઇલ ઇએક્સપિરીયન્સ બિઝનેસ, મોબાઇલ આરએન્ડડી ઓફિસના ઇવીપી અને વડા વોન-જૂન ચોઇએ જણાવ્યું હતુ.

 

ઓન-ડિવાઇસ AI સાથે તકોને વિસ્તારતા

સેમસંગએ ઓન-ડિવાઇસ AI આધારિત લાઇવ ટ્રાન્સલેટ ફીચર બનાવ્યુ છે કારણે વોઇસ કોલ્સ એ સ્માર્ટફોનનું અત્યંક મૂળ ફીચર છે, એટલુ જ નહી જોડાવાનું સંદેશાવહનનું ખાનગી સાધન છે. સેમસંગે યૂઝર્સને ભાષાના અંતરાય વિના સંદેશાવહન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે, ત્યારે તેની સાથે દરેક સંદેશાવહન સુરક્ષિત અને ગોપનીય રહે તેની ખાતરી પણ રાખી છે.

“આ ફીચરને વાસ્તવિક બનાવવા માટે, અમારી આરએન્ડડી ટીમ તેમની શ્રેષ્ઠતાને ખરી રીતે બહાર લાવવા માટેની સહયોહગાત્મક પ્રક્રિયાના ભાગરૂપે દિવસ અને રાત કામ કરે છે. AI લેંગ્વેજ મોડેલ્સથી લઇને વાસ્તવિક પરિસ્થિતિમાં ટેસ્ટીંગ સુધીના યોગ્ય કદને નિર્ધારિત કરવાને લઇને MX બિઝનેસમાં રહેલી અમારી આરએન્ડડી સંસ્થાઓએ પોતાની જાતને પડકારી છે અને સમગ્ર ઓન-ડિવાઇસ પર આ ફીચર ચાલે તે માટે અમે જે વિચાર્યુ હતું તે મર્યાદા ઉપરાંત પણ વેગ આપ્યો છે,” એમ શ્રી ચોઇએ જણાવ્યું હતુ.

શ્રેષ્ઠ પ્રતિભાઓ વધારવા માટે પ્રત્યેક પ્રદેશમાં મહત્ત્વની ટેકનોલોજીઓ વિકસાવવાનો હવાલો ધરાવતા સેમસંગના વૈશ્વિક આરએન્ડડી નેટવર્ક્સે પણ અગત્યની ભૂમિકા ભજવી છે. પોલેન્ડ, ચીન, ભારત અને વિયેતનામ સહિતના વિશ્વભરના સેમસંગના રિસર્ચ સેન્ટર્સ Galaxy AI દ્વારા સમર્થિત લેંગ્વેજીસને વિકસાવવા અને વિસ્તારવા માટે સમર્પિત છે. ભાષાઓ સાંસ્કૃતિક, સમકાલીન અને સ્થાનિક હોય છે, જેથી લોકોને ભાષાકીય અંતરાયો તોડવા અને વધુ સહજ રીતે સંદેશાવહન કરવા માટે અમારા સ્થાનિક આરએન્ડડી ઓફિસો અગાઉ કરતા વધુ પ્રદેશોમાં નવા તકો ખોલવા માટે વધુ અગત્યની બની છે.

આ તમામ પ્રયત્નોએ સેમસંગને સંપૂર્ણપણે નવુ પ્રદાન કરવામાં સહાય કરી છે જેને શેર કરતા અમે આનંદ અનુભવીએ છીએ. ટૂંક સમયમાં સેમસંગ વોઇસ કોલ્સને ટેકો આપવા માટે પોતાની સ્થાનિક કોલીંગ એપ ઉપરાંત Galaxy AIની શક્તિને Live Translateથી લઇન થર્ડ પાર્ટી મેસેજ એપ્સ સુધી વિસ્તારી રહી છે. તેથી તમે મિત્રો અને સહ કર્ચારીઓ સાથે સંપર્કમાં રહી શકો, તેમજ સંખ્યાબંધ ભાષાઓમાં તમારી લોકપ્રિય એપ્સ પર સંદેશાવહન પણ કરી શકો છો.

જ્યારથી આ ફીચરને અમારા ઓન-ડિવાઇસ પર સંકલિત કરવામાં આવ્યુ છે ત્યારે યૂઝર્સ Live Translateનો ઉપયોગ કરતી વખતે અંગત ડેટા શેર થઇ રહ્યો છે તેવી ગોપનીય સમસ્યાઓ વિશે ચિંતા કર્યા વિના અંતરાયમુક્ત સંદેશાવહનનો અનુભવ કરવા માટે સક્ષમ બનશે.

મોબાઇલ ઉપકરણોની અંદર વધુને વધુ મોબાઇલ AI સુવિધાઓનો સમાવેશ કરવામાં આવશે સેમસંગ અપેક્ષા રાખે છે, કારણ કે નવીનતમ ચિપ્સનો ઇનટેલિજન્ટ કોમ્પ્યુટિંગ પાવર – ખાસ કરીને NPUs – અન્ય ટેક્નોલોજીઓ સાથે, ઝડપી ગતિએ આગળ વધે છે. આનાથી વધુ લોકોને AI સ્વીકારવામાં અને મનની વધુ શાંતિ પ્રદાન કરતી વખતે દરરોજ વધુ અનુકૂળ બનાવશે.

આવતીકાલની જરૂરિયાતો માટે, આજે Galaxy AIનો વિકાસ

“આ રોમાંચક સમાચાર Galaxy AI પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાના વિસ્તરણનો અને મોબાઈલ AI યુગના આગલા તબક્કામાં પ્રવેશવાનો તમામ ભાગ છે. Galaxy S24 સિરીઝ પર Galaxy AIની રજૂઆત માત્ર શરૂઆત હતી. સંપૂર્ણપણે નવો અને અનન્ય AI અનુભવ આપવા માટે, અમે આગામી ફોલ્ડ કરી શકાય તેવા ડિવાઇસિસ માટે Galaxy AI અનુભવને વધુ ઇષ્ટતમ કરીશું. અમારા ફોલ્ડેબલ્સ સેમસંગ ગેલેક્સીમાં સૌથી સર્વતોમુખી અને સાનુકૂળ ફોર્મ ફેક્ટર છે અને જ્યારે Galaxy AI સાથે જોડવામાં આવે છે, ત્યારે આ બે પૂરક ટેકનોલોજીઓ એકસાથે તમામ નવી શક્યતાઓને અનલોક કરશે,” એમ શ્રી ચોઈએ જણાવ્યું હતું.

સેમસંગ ગેલેક્સી AI અનુભવોને સમગ્ર વિશાળ ગેલેક્સી ઇકોસિસ્ટમમાં માત્ર સેમસંગ જ કરી શકે તે રીતે વિસ્તારવા માટે પણ પ્રતિબદ્ધ છે. જેમ જેમ મોબાઇલ AI યુગ ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે, સેમસંગ માત્ર આજની જ નહીં, આવતીકાલની જરૂરિયાતોને પહોંચી વળવા મોબાઇલ AI નવીનતાઓને વેગ આપી રહ્યું છે.

 

 

Related posts

Kinetic Green Collaborates with JioThings Limited to Launch a Suite of Digital and Connected Display Platforms and Analytics

Reporter1

Stay cool and shop smart: Your ultimate summer guide for pets, babies, and wellness on Amazon.in

Reporter1

Max Fashion launches Kalki Koechlin in style with its latest ‘New New You’ Campaign

Reporter1
Translate »