માર્ગ અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો થતો જાય છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે દ્વારકા ખાતેથી નીકળી યાત્રાળુ માંગુકિયા પરિવાર સુરત જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો અને તેમાં સવાર બે બહેનોના કરુણ મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ બંને બહેનોને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને ૩૦ હજારની સહાયતા રાશિ અર્પણ કરી છે. નવસારી સ્થિત રામકથાના શ્રોતા પ્રગ્નેશ પટેલ દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે.
આવી જ એક અન્ય સડક દુર્ઘટના રાજસ્થાનના ઝાલાવાડ વિસ્તારમાં બની હતી. મઘ્યપ્રદેશ એક લગ્ન સમારંભમાં હાજરી આપી પરત ફરી રહેલા પરિવારની કારને બસ સાથે અકસ્માત થતાં ૯ લોકોનાં મોત નિપજયા હતાં. નાથદ્વારા સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા આ ઘટનામાં માર્યા ગયેલાઓને હનુમંત સંવેદના રુપે રુપિયા ૧,૩૫,૦૦૦ ની સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.