ગુજરાત પર જાણે કાળચક્ર ફરી રહ્યું હોય તેમ અકુદરતી મૃત્યુનો સીલસીલો અટકવાનું નામ નથી લેતો. હજુ ભાવનગરમાં બોર તળાવમાં ચાર કિશોરીઓ પાણીમાં ડૂબી જતાં મૃત્યુ પામી તે ઘટનાની શાહી સૂકાઇ નથી ત્યાં માળીયાના વર્ષા મેડી ગામમાં ૩ યુવાનોનાં પાણીમાં ડૂબી જતાં મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૪૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે સેવા રાજકોટના મહેન્દ્ર ભાઈ (અતુલ ઓટો) દ્વારા પહોંચતી કરવામાં આવી છે.
એ પ્રમાણે બોટાદ નજીક આવેલા સમઢિયાળા ગામમાં પણ બરવાળાના બે આશાસ્પદ યુવાનોનું પાણી માં ડૂબી જતાં મોત થયું છે તેમના પરિવારજનોને પણ રુપિયા ૩૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.