જ્યારે રાજકોટના ગેઈમ ઝોનમાં આગ લાગી હતી તે જ દિવસોમાં દિલ્હીની એક ચાઈલ્ડ હોસ્પિટલમાં આગ લાગી હતી અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૭ શિશુના મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાં નવજાત શિશુઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને બાળકોને શ્રઘ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર ની સહાયતા રાશિ અર્પણ કરી છે. દિલ્હી સ્થિત રામકથાના શ્રોતાઓ (પ્રદીપ ભાઈ ) દવારા આ રાશિ પહોંચાડવામાં આવી છે.
મુંબઈ માં પંત નગર નજીક આવેલા પેટ્રોલ પંપ પર બોર્ડ પડતાં ઘાટકોપરના ૧૭ લોકોનાં મૃત્યુ થયાં છે. આ ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારીબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી તેમનાં પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજારની સહાયતા રાશિ અર્પણ કરી છે જે સેવા મુંબઈ રામકથાના શ્રોતાઓ (પ્રવીણ ભાઈ) દ્વારા પહોંચતી કરવામાં આવી રહી છે. બંને ઘટનામાં કુલ મળીને રુપિયા ૩,૬૦,૦૦૦ (ત્રણ લાખ સાંઈઠ હજારની ) સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.