પ્લેટફોર્મ 1 વર્ષ માટે શૂન્ય બ્રોકરેજ અને લાઇફ ટાઇમ ફ્રી એકાઉન્ટ ઓફર કરશે
પીપલકોસની લેમન એ લેટેસ્ટ ઓફર સાથે શૂન્ય ટ્રેડિંગ બ્રોકરેજ પ્લેટફોર્મ પર ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) ટ્રેડિંગનો પ્રારંભ કર્યો છે. યુઝર સેન્ટ્રિક ડિઝાઇન અને એપ ઈન્ટરફેસ ટ્રેડર્સના અનુભવને સરળ તેમજ ટ્રેડર્સને ચાર ક્લિક્સમાં લાઈવ ટ્રેડિંગ ચાર્ટની મદદથી F&O ટ્રેડ્સ એક્ઝિક્યુટ કરવા માટે સશક્ત પણ બનાવે છે.
આ લોન્ચ અવસર પર લેમનના બિઝનેસ હેડ શ્રી દેવમ સરદાનાએ કહ્યું કે, “ભારતની સતત ઇકોનોમિક ગ્રોથ, ઇમ્ર્પૂવ રિસ્ક મેનેજમેન્ટ પ્રેક્ટિસ તેમજ રોકાણકારોને સતત અવસર પ્રદાન કરનાર મજૂબત ફાઇનાન્શિયલ સિસટ્મને કારણે હાલના વર્ષોમાં ભારતીય શેરબજારમાં મહત્વપૂર્ણ ઉછાળો જોવા મળ્યો છે. અમે અમારા યૂઝર્સ માટે F&O ટ્રેડિંગ રજૂ કરવા માટે ઉત્સાહિત છીએ અને તેમને બજારની સંભવિતતાનો લાભ ઉઠાવવા માટે સશક્ત કરવા માંગીએ છીએ.”
લેમન લાઇફ ટાઇમ ફ્રી એકાઉન્ટ ઓફર કરી રહ્યું છે (કોઈ એકાઉન્ટ ઓપ કરવાનો ચાર્જ નથી અને ન તો કોઈ વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ નથી). જ્યારે ઝીરો ટ્રેડિંગ બ્રોકરેજ તમામ યૂઝર્સ માટે એક વર્ષ માટે લાગુ થશે. કંપની આગામી બે મહિનામાં બીજી નવી પ્રોડક્ટની જાહેરાત કરવા માટેની પણ તૈયારીઓ કરી રહી છે.
લેમન એ સ્ટોક ઇન્વેસ્ટિંગ એપ છે અને આ મહિનાની શરૂઆતમાં ભારતમાં વેલ્થ ટેક પ્રોડક્ટ્સ બનાવતી બ્રાન્ડ્સના ગ્રૂપ પીપલકો દ્વારા લોન્ચ કરવામાં આવી છે. એપ્લિકેશન નવા રોકાણકારો માટે ડિસ્કવરી અને ડિસિઝન લેવાની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.