Nirmal Metro Gujarati News
city

પૂજ્ય મોરારી બાપૂએ પદ્મશ્રી રઘુવીર ચૌધરીનું સન્માન કર્યું

અમદાવાદ, જૂન, 2024: યૂગમૂર્તિ અને જ્ઞાનપીઠ એવોર્ડ ધારક સાહિત્યકાર શ્રી રઘુવીર ચૌધરીને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી સન્માન પ્રાપ્ત કરવા બદલ સારસ્વત સન્માન શિર્ષક હેઠળ એક સન્માન કાર્યક્રમનું ગાંધીનગરમાં માતૃશ્રી જોઇતીબા મહિલા ચૌધરી કોલેજ કેમ્પસમાં આયોજન કરવામાં આવ્યું હતું.
રામચરિત માનસના પ્રચારક અને પ્રભુશ્રી રામના ઉપદેશોનો પ્રસાર કરવામાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર પરમ પૂજ્ય મોરારી બાપૂ આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. તેમની સાથે ગુજરાતી સાહિત્ય, શિક્ષણ અને સમાજના અગ્રણીઓ તથા મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. પૂજ્ય બાપૂએ શ્રી રઘુવીર ચૌધરીને સન્માનપત્ર અર્પણ કરીને તેમનું સન્માન કર્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધન કરતાં શ્રી રઘુવીર ચૌધરીએ જણાવ્યુ ંહતું કે, બાપૂએ આજે પણ તલગાજરડા સાથે તેમનો આત્મીય સંબંધ જાળવી રાખ્યો છે. બાપૂને વ્રજ અને વૈકુંઠ બંન્ને જોઇએ છે તથા વૈકુંઠ બાપૂના ઉદગારમાં સમાયેલો છે. તેમણે ઉમેર્યું હતું કે, બાપૂને સમજવા માટે શ્રીમદ ભગવદગીતા અને શ્રીમદ ભગવદ ગોપી ગીત વાંચવું અને સાંભળવું જોઇએ.
કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત પૂજ્ય બાપૂએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, સારસ્વત સન્માન સમારોહ નિમિત્તે આપણે બધા જેમની વંદના કરવા માટે, જેમના તરફ આપણા હ્રદયનો ઉમળકો વ્યક્ત કરવા માટે એકત્રિત થયાં છીએ, તેવાં મારા ખાસ અને આપણા બધાના વડીલ આદરણીય રઘુવીર ભાઇને મારા પ્રણામ. તેમણે કહ્યું હતું કે સાધુ કોને કહેવાય? ભલે કોઇ માણસ સાધુના વેશમાં ન હોય, સાધની વિશિષ્ટ ઓળખ છાપ કે તિલક ન હોય, પરંતુ સાધુ ચરિતમાનસ હોય, તે વ્યક્તિ સાધુ. જે બધાને માન આપે અને પોતે નિર્માની રહે તે વ્યક્તિને સાધુ કહેવાય. રઘુવીરભાઇ સાહિત્યક્ષેત્રના સંત છે.
પૂજ્ય બાપૂએ ઉમેર્યું હતું કે, મારા મતે રઘુવીરભાઇને પદ્મશ્રી સન્માન મોડેથી મળ્યું છે. જોકે, જ્ઞાનપીઠ એવોર્ડથી થયેલા તેમના સન્માનથી મને વધુ રાજીપો છે. રઘુવીરભાઇએ તેમનું સમગ્ર જીવન સાહિત્યને અર્પણ કર્યું છે અને સમર્પિત કર્યું છે. તેમણે એક ફકરો લખીને તેમાંથી સુક્ષ્મવાત કરી છે.

Related posts

“ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ” – અમદાવાદમાં સ્વરા ગ્રૂપ દ્વારા મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો

Reporter1

દિલ્હી અને મુંબઈમાં વિવિધ ઘટનાઓમાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

Reporter1

એપેક્સોન ઇગ્નાઇટ દ્વારા મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ અમદાવાદના ઉજ્જવલ ભવિષ્યની પહેલ

Reporter1
Translate »