અભિનેતા રાજકુમાર રાવ ભારતના દૃષ્ટિહીન ઉદ્યોગપતિ શ્રીકાંત બોલાની હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી વાર્તાને મોટા પડદા પર લાવવાની તૈયારી કરી રહ્યા છે. જ્યારે તેને ફિલ્મના ટ્રેલર માટે અપાર પ્રેમ મળ્યો છે, ત્યારે ચાહકો હવે શ્રીકાંત- આ રહા હૈ સબકી આંખે ખોલનેમાં વાર્તા જોવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે, રાજકુમારે અમદાવાદમાં ફિલ્મનું પ્રમોશન શરૂ કર્યું છે.
પ્રમોશનના પ્રથમ ચરણમાં, અભિનેતાએ સ્વર્ણિમ યુનિવર્સિટીની મુલાકાત લીધી અને બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ હાજરી આપી જે દૃષ્ટિહીન લોકોના લાભ અને ઉત્થાન માટે કામ કરે છે. રાજકુમારે આ જ કાર્યક્રમમાં ગુજરાતના 12 થી 15 જેટલા દૃષ્ટિહીન સાહસિકોનું પણ સન્માન કર્યું હતું.
તે એકદમ વોર્મ અને જબરજસ્ત અનુભવ હતો. ગુલશન કુમાર અને T-Series પ્રસ્તુત કરે છે T-Series Films & Chack N Cheese Films Production LLP, ‘શ્રીકાંત – આ રહા હૈ સબકી આંખે ખોલને’ તુષાર હિરાનંદાની દ્વારા દિગ્દર્શિત, ભૂષણ કુમાર, ક્રિષ્ન કુમાર અને નિધિ પરમાર હિરાનંદાની દ્વારા નિર્મિત છે. આ ફિલ્મ અક્ષય તૃતીયાના અવસરે 10મી મે 2024ના રોજ દેશભરમાં રિલીઝ થાય છે.