Nirmal Metro Gujarati News
Uncategorized

રમીટાઇમ અને ક્લિયરટેક્સ ખામીરહિત આઇ.ટી.આર. ફાઇલિંગ અને રાષ્ટ્ર નિર્માણ માટે રમીના ખેલાડીઓને સશક્ત બનાવવા હાથ મિલાવ્યા

બેંગ્લોર, ભારત, 2024 – રમતના બહુભાષી વિકલ્પો ઓફર કરતા ભારતના પ્રથમ પ્રમુખ કૌશલ-આધારિત રમી પ્લેટફોર્મ્સમાંથી એક, રમીટાઈમ એ તાજેતરમાં ભારતના પ્રીમિયર ટેક્સ અને ફાઇનાન્સ પ્લેટફોર્મ, ક્લીઅરટેક્સ સાથેની વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી. આ સહયોગનો ઉદ્દેશ્ય તમામ રમી ખેલાડીઓને તેમના આવકવેરા રિટર્ન (આઈ.ટી.આર.) એકીકૃત અને અસરકારક રીતે ફાઇલ કરવામાં મદદ કરવાનો છે.

રમીના બધા ખેલાડીઓ, પછી ભલે તે રમીટાઇમ અથવા અન્ય રમી એપ્સ વાપરતા હોય, આ પ્લેટફોર્મ પર નોંધણી કરીને આ ઑફરનો લાભ મેળવી શકે છે. આ એસોસિએશનના ભાગ રૂપે, રમીટાઇમ સાથે નોંધાયેલા તમામ રમી ખેલાડીઓ, જેઓ ક્લીઅરટેક્સ દ્વારા સ્વતઃ અથવા સી.એ. ના સહયોગથી ટેક્સ ફાઇલ કરે છે, તેઓ દ્વારા ક્લીઅરટેક્સને ચૂકવવામાં આવેલી રકમ ‘ડિસ્કાઉન્ટ ક્રેડિટ્સ’ના રૂપમાં તેમના ગેમ વોલેટમાં રમ્મીટાઇમ એપ્લિકેશન પર જાળવવામાં આવશે. વધુમાં, ક્લીઅરટેક્સ પર પ્રાદેશિક ભાષાઓમાં સી.એ. ના સહયોગના ઉપયોગ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવશે. આ એસોસિએશન દ્વારા, રમીટાઇમ આવકવેરાના માળખામાં લોકોની સંખ્યા વધારવા અને નાણાકીય સમાવેશ અને અનુપાલનને પ્રોત્સાહન આપવાના રાષ્ટ્રના વ્યાપક પ્રયાસો સાથે સંરેખિત કરવા સરકારના પ્રયાસોને સમર્થન આપે છે.

દિવ્યા આલોક અગ્રવાલ, ડિરેક્ટર – રમીટાઇમ એ જણાવ્યું હતું કે, “દેશના અગ્રણી રમી પ્લેટફોર્મમાંથી એક તરીકે, રમીટાઇમ માત્ર તેના પોતાના ખેલાડીઓ પર ધ્યાન કેન્દ્રિત કરતું નથી પરંતુ સમગ્ર રમી રમવા વાળા સમુદાય પર ધ્યાન આપે છે. અમે બધા રમી ખેલાડીઓ માટે આઈ.ટી.આર.ના સરળ ફાઇલિંગને સક્ષમ કરવા ક્લીઅરટેક્સ સાથે ભાગીદારી કરવા માટે ઉત્સાહિત છીએ. આ સહયોગ માત્ર ટેક્સ ભરવાને જ સરળ નથી બનાવશે પણ અમારો સમુદાય કોઈપણ મુશ્કેલી વિના કરવેરા નિયમોનું પાલન કરે તેની ખાતરી કરશે, પરંતુ અમારી આકર્ષક ક્રેડિટ પોઈન્ટ ઑફર્સ દ્વારા આ અનુભવને લાભકારી પણ બનાવશે. રમીટાઇમ પર, અમે અમારા વપરાશકર્તાઓના એકંદર અનુભવને વધારવા અને તેમના ગેમિંગ અનુભવને ખામીરહિત બનાવવા માટે સમર્પિત છીએ.”

આઈ.ટી.આર. ફાઇલિંગ સેવાનો લાભ લેવા માટે, રમીના ખેલાડીઓ કે જેઓ બીજા એપ્સનો ઉપયોગ કરે છે તેઓએ રમીટાઇમ પર નોંધણી કરવું જોઈએ છે. આ પગલું સુનિશ્ચિત કરે છે કે તેઓ પણ ક્લીઅરટેક્સ દ્વારા ઓફર કરાયેલ ટેક્સ ફાઇલિંગની સુવ્યવસ્થિત પ્રક્રિયાનો આનંદ માણી શકે છે.

ક્લિયરટેક્સના કન્ઝ્યુમર બિઝનેસ હેડ, અવિનાશ પોલેપલ્લીએ જણાવ્યું હતું કે, “ક્લિયરટેક્સ પર અમારું મિશન હંમેશા ભારતીયો માટે નાણાકીય જીવન સરળ બનાવવાનું રહ્યું છે. રમીટાઇમ સાથે મળીને, અમે અમારી કુશળતાને મોટી સંખ્યામાં લોકો સુધી વિસ્તારી શકીએ છીએ, રમીના ખેલાડીઓને ટેક્સ ફાઇલિંગની જટિલતાઓને સરળતાથી અને વિશ્વાસપૂર્વક તરીકે કરવામાં મદદ કરી શકીએ છીએ.”

ક્લીઅરટેક્સ નિષ્ણાતની સહાયતા પસંદ કરવા વાળા લોકો માટે સી.એ.ના સહાય સાથે ફાઇલિંગ સેવાઓ પણ પ્રદાન કરશે. નિષ્ણાતોની સહાયવાળી સેવાઓ ઘણા પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ હશે, જે સમગ્ર ભારતમાં ખેલાડીઓ માટે તેમની કરની જવાબદારીઓને સમજવા અને તેનું સંચાલન કરવાનું સરળ બનાવશે.

આ ભાગીદારી ટેક્નોલોજી અને વપરાશકર્તા આધારિત સેવાઓને મર્જ કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે, જે સુનિશ્ચિત કરે છે કે રમીના ખેલાડીઓનો વાઇબ્રન્ટ સમુદાય તેમની કરની જવાબદારીઓ સાથે સુસંગત રહીને તેમની રમતોનો આનંદ માણવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

રમીટાઇમ વિશે
રમીના પ્રેમીઓ માટે રચાયેલ રમીટાઇમ એ અગ્રણી કૌશલ-આધારિત ઓનલાઈન ગેમ છે જે તેની રમતની અસંખ્ય વિવિધતાઓ અને ઝડપી ઉપાડવા જેવી અન્ય સુવિધાઓ દ્વારા દર્શાવેલ છે. તે રમીના તમામ ઉત્સાહીઓ માટે ભારતના પ્રથમ ઘણા ભાષા વાળા રમી પ્લેટફોર્મ પૈકીનું એક છે, જે સુરક્ષા, સલામતી અને વાજબી રમતની વધારાની ગેરંટી સાથે બહુવિધ રમીના ઓનલાઈન વેરિઅન્ટ ઓફર કરે છે.
રમીટાઇમ એપ એવી ટેક્નોલોજી અને ડિઝાઇન પર આધારિત છે જેનો ઉદ્દેશ્ય રમીની રમતને એવી સુવિધાઓ સાથે આપવાનો છે જે તેના શ્રેષ્ઠ ગેમપ્લે, દૃષ્ટિથી આનંદદાયક ગ્રાફિક્સ અને વિશિષ્ટ પુરસ્કારોને કારણે ખરેખર અલગ વર્ગના છે.

ક્લીઅરટેક્સ વિશે

ક્લીઅરટેક્સ એ ભારતનું પ્રીમિયર ટેક્સ ફાઇલિંગ ઉકેલ પ્રદાતા છે, જે વ્યક્તિઓ અને વ્યવસાયો માટે કર અનુપાલનને સરળ બનાવવા માટે સેવાઓની શ્રેણી ઓફર કરે છે. અત્યાધુનિક ટેક્નોલોજી અને નિષ્ણાતોના સહયોગ સાથે, ક્લીઅરટેક્સએ આ પ્રક્રિયાને ઝડપી, સરળ અને તણાવમુક્ત બનાવીને ભારતીયો તેમના કર ભરવાની રીતમાં પરિવર્તન લાવી છે.

Related posts

ઉપાસના કામિનેની કોનિડેલા આ વિશ્વ પર્યાવરણ દિવસે જંગલો અને રેન્જર્સને બચાવવા WWF સાથે ભાગીદારી કરે છે

Reporter1

ફોર્ચ્યુન હોટલ્સ એ ગુજરાતમાં પોતાનું વિસ્તરણ ચાલું રાખ્યું

Reporter1

અનંત ભાઈ અંબાણીના લગ્ન: કલા, સિનેમા અને રાજકારણ વચ્ચે વૈશ્વિક સાંસ્કૃતિક જોડાણ

Reporter1
Translate »