Nirmal Metro Gujarati News
Uncategorized

શિવાલિક ગ્રુપે ‘ટ્રોફી’નું અનાવરણ કર્યુઃ ગિફ્ટ સિટીમાં વધુ એક સીમાચિહ્નરૂપ વિકાસ

 

અ ‘ટ્રોફી’ ટુ ગિફ્ટ સિટીઃ સેઝ- ગિફ્ટ સિટીમાં શિવાલિક ગ્રુપનું વધુ એક નવું કોમર્શિયલ નજરાણું

 

ડ્રોન આકારની ઇમારsત સ્કાયવ્યૂથી ડાયનેમિક ટ્વિસ્ટેડ ટાવર – કર્વ ઑફ ઇન્ડિયા સુધી, શિવાલિક ગ્રુપ ગિફ્ટ સિટી ખાતે તેના 25 વર્ષના વારસા સાથે તેની સૌથી નવી અજાયબીઃ ગિફ્ટ સિટીને વધુ એક ટ્રોફી રજૂ કરે છે.ખૂણાના વ્યૂહાત્મક સ્થાન પર સ્થિત, આર્કિટેક્ચરનું આ રત્ન માત્ર વ્યવસાયને જ નથી આવકારતું, પણ ગિફ્ટ સિટીના પ્રવેશદ્વાર, કોમર્શિયલ સેઝ ખાતે પણ નવીનતા અને પ્રેરણાદાયી ડિઝાઇન માટેનો તખ્તો તૈયાર કરે છે. ભવ્ય પ્રવેશદ્વાર અને ખૂણા પર સ્થિત ગિફ્ટ સિટીના પ્રીમિયર વોટરફ્રન્ટ સેઝ કોમર્શિયલ પ્રોજેક્ટને રજૂ કરતા તે મુલાકાતીઓ માટે પ્રથમ અદભૂત દૃશ્ય છે.

શહેરી આર્કિટેક્ચરના ભાવિમાં મહત્વાકાંક્ષી છલાંગ લગાવતા, શિવાલિક ગ્રૂપ ગૌરવભેર “ટ્રોફી” રજૂ કરે છે, આ અત્યાધુનિક વિકાસ સેઝ કોમર્શિયલ ગિફ્ટ સિટીનું કેન્દ્રસ્થાન બનવા માટે તૈયાર છે. આ પ્રોજેક્ટ માત્ર ડિઝાઇન અને કાર્યક્ષમતાના શિખરનું જ પ્રતિનિધિત્વ નથી કરતું, પણ પરિવર્તનકારી શહેરી જગ્યાઓ માટે શિવાલિકના વિઝનના પર્યાય સમાન સન્માન તેમજ વિશેષાધિકારને પણ પ્રતિબિંબિત કરે છે.

ગિફ્ટ સિટી ગર્વથી 17-18 માળના અનોખા માળખા રજૂ કરે છે. 47,380 ચોરસ મીટરના કુલ બિલ્ટ-અપ એરિયા સાથે, અહીં 4,50,000 થી 5,00,000 ચોરસ ફૂટનો કાર્પેટ એરિયા અને 10 લાખ ચોરસ ફૂટ સુધીનો બિલ્ટ-અપ એરિયા છે. આ માળખું જગ્યા અને પ્રકાશના મહત્તમ ઉપયોગ માટે ડિઝાઈન કરવામાં આવી છે, અહીં દરેક ચોરસ ઇંચ જગ્યામાં શ્રેષ્ઠતા માટેની શિવાલિકની પ્રતિબદ્ધતાનો અનુભવ કરી શકાય છે.

આ ઇમારતનું આર્કિટેક્ચર આંતરરાષ્ટ્રીય આર્કિટેક્ટ દ્વારા કંડારવામાં આવેલું મંત્રમુગ્ધ કરતું દ્રશ્ય વર્ણન છે, જેનું માળખું આકર્ષક ‘ટ્રોફી’ની ડિઝાઇનમાં વહેંચાયેલું છે. આ ટ્રોફી ગિફ્ટ સિટી માટે SEZ કોમર્શિયલમાં હોવાથી તેને લીઝ પર આપવામાં આવશે, કંપની HO ઓફિસ તેમજ MNC માટે આ એક સુવર્ણ તક હશે. તેમાં બગીચા સાથેના સુંદર અગ્રભાગનો પણ સમાવેશ થાય છે, જે ચમકતી પાઈપ અને અસીમિત કાચ સાથે મનોરમ્ય દ્રશ્યો પ્રદાન કરે છે, જે ઈન્ટીરિયર અને શહેરી જગ્યાના વિસ્તરણનું મિશ્રણ કરે છે. ટ્રોફીના પાયાથી લઈને શાફ્ટ સુધીના દરેક સેગમેન્ટને ઝીણવટપૂર્વક તૈયાર કરવામાં આવ્યું છે, જે સૌંદર્યલક્ષી ભવ્યતા અને કાર્યાત્મક તેજસ્વીતાના મિશ્રણને પ્રતિબિંબિત કરે છે.

પોતાના મૂળમાં, “ટ્રોફી” એક ઇમારત કરતાં વધુ છે; તે વ્યવસાય અને નવરાશના સમય માટેનું કેન્દ્ર છે, જેને ઉત્પાદકતા અને આરામના વાતાવરણને પ્રોત્સાહન આપવા માટે ડિઝાઈન કરવામાં આવી છે. ગ્રાઉન્ડ ફ્લોર પર રિટેઈલ સ્પેસની કતાર છે, જ્યારે ઉપલા માળ આધુનિક વ્યવસાયોની વિવિધ જરૂરિયાતોને પૂરી કરવા માટેની કસ્ટમાઇઝ કરી શકાય તેવી ઓફિસો માટે સમર્પિત છે. વિચારીને તૈયાર કરવામાં આવેલા માળખામાં સિંગલથી લઈને મલ્ટીપલ ઓફિસો સુધીની હાઈ-ટેક ઑફિસોનો સમાવેશ થાય છે, જેમને કુદરતી પ્રકાશ અને ઊર્જા કાર્યક્ષમતાના મહત્તમ ઉપયોગ માટે ડિઝાઈન કરવામાં આવી છે.

શિવાલિક ગ્રુપ માટે, “ટ્રોફી” માત્ર આર્કિટેક્ચરને લગતી સિદ્ધિ નથી, પરંતુ ટકાઉ વિકાસ માટેની પ્રતિબદ્ધતા છે. આ પ્રોજેક્ટમાં ગ્રીન બિલ્ડીંગના સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેની રચના તેનો ઉપયોગ કરનારાઓની સુખાકારીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. પાયા અને શાફ્ટની વચ્ચેની જગ્યાનો ઉપયોગ સહિયારી જગ્યા તરીકે કરવામાં આવે છે, જે લીલાછમ, લેન્ડસ્કેપમાં તૈયાર કરાયેલા બગીચા અને મનોરંજનના ઝોન ઓફર કરે છે, જે શહેરી વાતાવરણમાં લીલાછમ મરૂદ્વિપ તરીકે કામ કરે છે.

સંક્ષિપ્તમાં, શિવાલિક ગ્રુપનું “ટ્રોફી” GIFT સિટીમાં આર્કિટેક્ચર અને પર્યાવરણના કાર્યક્ષમ પ્રબંધનની દીવાદાંડી છે, જે પ્રદેશમાં વ્યાપારી અને રહેણાંક પ્રોજેક્ટ્સ માટે નવા ધોરણો સ્થાપિત કરે છે. આ પ્રોજેક્ટ સાથે, શિવાલિક ગ્રૂપ એવી જગ્યાઓના સર્જન અંગેના પોતાના સમર્પણને આગળ ધપાવે છે, જે માત્ર દ્રશ્યની રીતે જ અદભૂત નથી પણ સમુદાય તેમજ પર્યાવરણની જરૂરિયાતો સાથે પણ ઊંડાણપૂર્વક જોડાયેલી છે.

Related posts

ગુજરાતમાંથી આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL)ની ધોરણ ૧૦ની વિદ્યાર્થીની શિવાંગી પાટી સીબીએસસી – ૨૦૨૪ની પરીક્ષામાં ટોપ સ્કોરર બની

Reporter1

ટાટા મોટર્સે સરળ કમર્શિયલ વ્હીકલ ફાઇનાન્સિંગ માટે બજાજ ફાઇનાન્સ સાથે ભાગીદારી કરી

Reporter1

સેમસંગ ગેલેક્સી AIની ભાવિ પેઢી રજૂ કરે છેઃ 10 જુલાઈએ નવા ફોલ્ડેબલ સ્માર્ટફોન્સના લોન્ચ કરશે

Reporter1
Translate »