મુંબઇ, 25 જૂન, 2024: ભારતના સૌથી મોટા કમર્શિયલ વ્હીકલ નિર્માતા ટાટા મોટર્સે દેશના સૌથી મોટા ફાઇનાન્સિયલ સર્વિસિસ ગ્રૂપ પૈકીના એક
બજાજ ફિનસર્વ લિમિટેડનો હિસ્સો બજાજ ફાઇનાન્સ લિમિટેડ સાથે સમજૂતી કરાર (એમઓયુ) ઉપર હસ્તાક્ષર કર્યાં છે. બજાજ ફાઇનાન્સ સમગ્ર
કમર્શિયલ વ્હીકલ પોર્ટફોલિયો ઉપર નાણાકીય ઉકેલો પ્રદાન કરશે તથા ગ્રાહકોને કંપનીની વ્યાપક પહોંચ, સ્પર્ધાત્મક વ્યાજદરો, ફ્લેક્સી લોન અને
ડિજિટલી સક્ષમ લોન પ્રક્રિયાનો લાભ થશે.
ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલ્સના વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ – ટ્રક, રાજેશ કૌલે આ ભાગીદારી વિશે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, અમે બજાજ
ફાઇનાન્સ સાથે ભાગીદારી કરતાં ઉત્સાહિત છીએ, જે ગ્રાહક સંતોષ માટે ઉત્કૃષ્ટ ઉકેલો પ્રદાન કરવાના અમારા વિઝનને શેર કરે છે. અમને વિશ્વાસ છે કે
કમર્શિયલ વ્હીકલ ફાઇનાન્સિંગમાં તેમના પ્રવેશથી તેઓ ટ્રાન્સપોર્ટેશન સેક્ટરની અપાર સંભાવનાઓને લાભ લઇ શકશે તથા આ ભાગીદારી દેશભરના
ઉદ્યોગસાહસિકોને લાભ થશે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં બજાજ ફાઇનાન્સના વિશાળ નેટવર્કથી ગ્રાહકો પાસે તેમની જરૂરિયાત મૂજબના
ફાઇનાન્સિંગ સોલ્યુશન્સની સરળ એક્સેસ રહેશે. અમે અમારા મૂલ્યવાન ગ્રાહકોને ઉત્તમ સુવિધા પ્રદાન કરવા માટે ઉત્સુક છીએ.
આ અંગે પ્રતિક્રિયા આપતાં બજાજ ફાઇનાન્સના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર અનુપ સહાએ કહ્યું હતું કે, બજાજ ફાઇનાન્સ ખાતે ગ્રાહક કેન્દ્રિતતા અમારા
વ્યવસાયિક સિદ્ધાંતો સાથે જોડાયેલું છે. અમે ગ્રાહકોને અનુકૂળ ફાઇનાન્સિંગ સોલ્યુશન્સ ઓફર કરીએ છીએ, જે તેમના માલીકીના એકંદર અનુભવમાં
વધારો કરે છે. ટાટા મોટર્સ સાથેની અમારી ભાગીદારી આ કટીબદ્ધતાને દર્શાવે છે. ઇન્ડિયા સ્ટેકનો ઉપયોગ કરતાં અમારી બેસ્ટ-ઇન-ક્લાસ પ્રક્રિયા સાથે
અમે કમર્શિયલ વ્હીકલની ખરીદીની પ્રક્રિયા સુવિધાજનક અને સમસ્યા-મુક્ત કરવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ. અમને વિશ્વાસ છે કે આ ભાગીદારી
ફાઇનાન્સિંગ સોલ્યુશન્સ સાથે વધુ કમર્શિયલ વ્હીકલ માલીકોને સશક્ત કરશે.
ટાટા મોટર્સ સબ-1 ટનથી 55-ટન કાર્ગો વ્હીકલ્સ અને 10-સીટરથી લઇને 51-સીટર માસ મોબિલિટી સોલ્યુશન્સની વિશાળ શ્રેણી ઓફર કરે છે, જેમાં
સ્મોલ કમર્શિયલ વ્હીકલ્સ અને પીક-અપ, ટ્રક અને બસ સેગમેન્ટ લોજિસ્ટિક અને માસ મોબિલિટી સેગમેન્ટની ઉભરતી જરૂરિયાતોને પૂર્ણ કરે છે. કંપની
તેના 2500થી વધુ ટચપોઇન્ટ્સના વિશાળ નેટવર્ક દ્વારા બેજોડ ગુણવત્તા અને સેવાની કટીબદ્ધતા સુનિશ્ચિત કરે છે, જે પ્રશિક્ષિત નિષ્ણાતો દ્વારા
સંચાલિત છે તેમજ ટાટા જેન્યુઇન પાર્ટ્સની સરળ એક્સેસ દ્વારા સમર્થિત છે.
બજાજ ફાઇનાન્સ ભારતમાં સૌથી વૈવિધ્યસભર એનબીએફસી પૈકીની એક છે, જે ધિરાણ, થાપણો અને ચૂકવણીમાં ઉપસ્થિતિ સાથે 83.64 મિલિયનથી
વધુ ગ્રાહકોને સેવા આપે છે. 31 માર્ચ, 2024 સુધીમાં કંપનીની એસેટ અન્ડર મેનેજમેન્ટ રૂ. 3,30,615 કરોડ છે.
