વિટ્ટી ઈન્ટરનેશનલ સ્કૂલ મુંબઈ એ રોજ ગ્લોબલ સ્કૂલ ફાઉન્ડેશનના મેક ઈન ઈન્ડિયા ઈનોવેશન ઈનિશિએટિવ (MI4)ના ગ્રાન્ડ ફિનાલેનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું.આ પ્રતિષ્ઠિત ઈવેન્ટનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના અભૂતપૂર્વ નવા વિચારોને પ્રદર્શિત કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો. આ ઇવેન્ટમાં GSF ઇન્ડિયાના તમામ કેમ્પસમાંથી 800થી વધુ વિદ્યાર્થીઓએ ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. જેમાં GIIS અમદાવાદ, GIIS પુણે (હડપસર અને બાલેવાડી), OWIS બેંગ્લોર (વ્હાઈટફિલ્ડ અને સર્જાપુર), ગ્લેન્ડેલ એકેડમી, ગ્લેન્ડેલ ઈન્ટરનેશનલ સ્કૂલ, તેલ્લાપુર કેમ્પસ, ગ્લેન્ડેલ ઈન્ટરનેશનલ સ્કૂલ, ફાઈનાન્સિયલ ડિસ્ટ્રિક્ટ, GIIS નોઈડા, GIIS બેંગ્લોર (બેનરઘટ્ટા અને વ્હાઈટફિલ્ડ) અને વિકાસ સ્કૂલ, મદુરાઈના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમની શરૂઆત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત જીએસએફના સીઓઓ શ્રીરાહુલ દેશપાંડે, લક્સર ઈલેક્ટ્રોનિક્સના પાર્ટનર તેમજ જ્યુરી શ્રીદીપ મહેતા તેમજ ISEEE નાપ્રમોટર અને પ્રિન્સિપલ કન્સલ્ટન્ટ શ્રીરામ પાટીલ દ્વારા પરંપરાગત રીતે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. આ અવસરે GSF ઈન્ડિયાના કન્ટ્રી ડાયરેક્ટર શ્રી આશિષ ટિબડેવાલે વિદ્યાર્થીઓની મહત્વપૂર્ણ સિદ્ધિઓની પ્રશંસાકરી અને કહ્યું કે, “GSF MI4 ગ્રાન્ડ ફિનાલેમાં પ્રદર્શિત થયેલી સર્જનાત્મકતા ને જોઈને હું ખૂબ હર્ષની લાગણી અનુભવી રહ્યો સાથે રોમાંચિત પણ છું. હું તમામ સહભાગીઓ, આયોજકો અને સમર્થકોનો હ્રદયપૂર્વક આભાર માનું છું કે જેઓ એ આ ઇવેન્ટને શાનદાર સફળતા અપાવી છે.”
અત્રે ઉલ્લેખનીય છે કે, ટોપ સ્પોર્ટ માટે પોતાના નવીનવિચારોઅનેઉદ્યોગસાહસિકનીભાવનાને પ્રદર્શન કરનાર100 ટીમોની સાથે શરૂ થયેલી સ્પર્ધા રાઉન્ડની પ્રગતિની સાથે સમાપ્ત થઈ હતી. અંતમાં સિરીઝ સ્પર્ધાઓબાદ13 ફાઇનલિસ્ટનેGSF MI4 ચેમ્પિયન ટાઇટલ માટે ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લેવા માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા.
ઇવેન્ટની શરૂઆત વિટ્ટી ઇન્ટરનેશનલ સ્કૂલ મુંબઇના ધોરણ10ના વિદ્યાર્થીઓના પ્રદર્શન થકી કરવામાં આવી હતી. આ સાથે મંચ પર ફાઇન લિસ્ટનું હાર્દિક સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. આ રોમાંચક સ્પર્ધામાં તમામ13 ફાઇન લિસ્ટ ટીમોએ પ્રભાવશાળી પ્રસ્તુતિઓ વચ્ચે પોતાના નવીન વિચારોનું પ્રદર્શન કર્યું હતું. આમાં જીઆઈઆઈએસ હડપસર, પુણેની ટીમ ધ ફૂડફોર્ટિફાયર, ફૂડવાઈઝઃરિડ્યુસિંગ ફૂડવેસ્ટ, નોરિશિંગ લાઇવ્સ પર પ્રોજેક્ટ રજૂ કરતા GSF MI4 ચેમ્પિયનના રૂપમાં ઉભરી આવી હતી. રનર્સઅપટીમ OWIS સરજાપુરના પર્યાવરણ ઉત્સાહીઓએ તેમના પ્રોજેક્ટઈ કો-ટેકઃ ધઅલ્ટીમેટ ગ્રીન એન્ડેવર સાથે સેકેન્ડ(બીજુ) સ્થાન મેળવ્યું અને ત્યારબાદ GIIS અમદાવાદના ધ એજ્યુકેશન એને બલર્સેતેમના અદ્યતન ટેકનોલોજી સોલ્યુશન, જ્ઞાન રથ સાથે કાયમી છાપ છોડી હતી.
GSF MI4 ચેમ્પિયન્સને અમારી આદરણીય જ્યુરી અને વિશેષ મહાનુભાવો દ્વારા અભિનંદન તેમજ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે ઉત્સાહ અને સમર્પણથી તમામ ભાગ લેનાર શાળાઓનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. GSF MI4 ગ્રાન્ડ ફિનાલે ઇનાવેશન, ક્રિએટિવિટી અને આંત્રપ્રિન્યોરશીપની ભાવનાનુંએક મહત્વપૂર્ણ સેલિબ્રેશન હતું.