Nirmal Metro Gujarati News
article

કાલિકા જીવન અને મૃત્યુનું સમન્વયી સ્વરુપ છે. રામાયણ પણ જીવન અને મૃત્યુનું સમન્વિત રૂપ છે

વ્યાસપીઠ જીવન અને મૃત્યુ બંને શીખવે છે.
ગુરુમાં પરંપરા હોય છે,બુધ્ધપુરુષ પરંપરામુક્ત હોય છે.

ગોકર્ણ(કર્ણાટક)ની ભૂમિથી પ્રવાહિત રામકથાનાં ત્રીજા દિવસે બાપુએ કહ્યું કે કથાને હું પ્રેમયજ્ઞ કહું છું અને સાંજે જે મળીએ છીએ એ પ્રેમસભા છે,જ્યાં અનેક કલાઓ પ્રગટ થાય છે અને યજ્ઞની પાસે બે ચાર લોકો બેઠા હોય એ પ્રેમવર્ષા છે.યજ્ઞ પૃથ્વિની નાભી છે એવું વેદ કહે છે.
સીતાજી માટે અદભુત રામાયણના આધાર ઉપર કહેવાયું છે કે એ કાલિકા બનેલા.રાવણની સામે યુદ્ધ શરૂ થાય છે,કુંભકર્ણ અને મેઘનાથ વિરગતિ પામી ચૂક્યા છે,રામ-રાવણ વચ્ચે ભીષણ દ્વંદ યુદ્ધ થાય છે વાલ્મિકીજીએ અદભુત રામાયણ લખ્યું છે એટલે એને આદિ રામાયણ પણ કહી શકાય.ત્યાં રાવણને ખૂબ જ મોટો બળવાન બતાવેલો છે.સંસ્કૃતમાં પણ યુદ્ધનું વર્ણન ખૂબ ભયંકર રીતે કરેલું છે.
એ પછી એક પ્રક્ષેપ આવે છે.ત્રિજટા જાનકી પાસે જાય છે.રાવણ મરતો નથી,પણ થોડુંક આશ્વાસન પણ આપે છે,સાંભળીને જાનકી ખૂબ દુઃખી થાય છે,જો કે એ લીલા છે,પણ ત્યારે ત્રિજટા પોતાના સપનાની વાત કરે છે અને સાથે૦સાથે એક વાત એ પણ કરે છે જેમાં સીતાને થોડીક સલાહ આપે છે. એને ખબર નથી કે આ છાયા સીતા છે.ત્રિજટા કહે છે કે સમગ્ર રાક્ષસ સમાજ યુદ્ધમાં છે તો તમારી પણ ફરજ છે કે યુદ્ધમાં જાઓ.પતિના સંઘર્ષની વેળામાં નારી હંમેશાં પતિઓના સાથે આવી છે એ ભારતીય સંસ્કૃતિમાં વારંવાર બતાવેલું છે.એક બાજુ આશ્વાસન આપે છે અને અશોક વાટિકામાં સીતાજી ઊભા થાય છે.પૃથ્વી માતાને પ્રણામ કરે છે એક રૂપમાં યુદ્ધ મેદાનમાં આવે છે.ભગવાન રામને ખબર નથી એ વિભીષણને સામે જોઈ અને પૂછે છે કે રાવણ મરતો કેમ નથી? ત્યારે વિભૂષણ કહે છે કે એની નાભિમાં અમૃત કુંભ છે.
બાપુએ કહ્યું કે એક અમૃત છે જે મરવા નથી દેતું અને એક સંજીવની છે જે મરેલાને જીવિત કરે છે. કાલિકા જીવન અને મૃત્યુનું સમન્વયી સ્વરુપ છે. રામાયણ પણ જીવન અને મૃત્યુનું સમન્વિત રૂપ છે વ્યાસપીઠ જીવન અને મૃત્યુ બંને શીખવે છે.
કથા એવી છે કે રાવણના ગુરુ શુક્રાચાર્ય અને દેવતાઓના ગુરુ ગૃહસ્પતિ.રાવણના સદગુરુ શંકર છે.રાવણ સંજીવની વિદ્યા લેવા માટે શુક્રાચાર્ય પાસે જાય છે અને શુક્રાચાર્ય એ વિદ્યા આપે છે. રાવણ યોગી નથી પણ કુયોગી છે અને બ્રહ્મરંધ્રમાંથી અમૃત ટપકતું ટપકતું નાભી કુંડમાં એકઠું થાય છે.આથી ૩૦ તીર મારવા છતાં પણ રાવણ મરતો નથી.
અલગ અલગ રામાયણના સંદર્ભમાં અલગ અલગ કથાઓ છે આ ૩૧મું તીર રામ પાસે ક્યાંથી આવે છે કુબેર રઘુ રાજા પાસે જાય છે અને ફરિયાદ કરે છે કે રાવણ એનો ભાઈ હોવા છતાં પુષ્પક વિમાન લઈ ગયો છે.રઘુરાજા રાવણ પાસે જાય છે.રાવણ રઘુને સ્પષ્ટ ના કહે છે.એ વખતે રઘુ એક તીર ઉઠાવે છે, સરસંધાન કરે છે,એ જ વખતે બ્રહ્મા દોડીને આવે છે અને કહે છે કે તમારા હાથથી રાવણનું મૃત્યુ નથી. રઘુના હાથથી,નહીં રઘુનાથ રામના હાથથી એનું મોત લખેલું છે.રઘુ કહે છે બાણ ચડી ગયું હવે ઉતરે નહીં એ વખતે બ્રહ્મા રઘુના બાણને લઈને રાખે છે અને પછી રામચરિત માનસના અરણ્યકાંડમાં કુંભજ પાસે આવી અને કહે છે કે આ બાણ રાખો.રામ તમારી પાસે આવી અને મંત્ર પૂછે ત્યારે આ બાણ તેમને આપજો.
રામ વિહવળ થાય છે અને ભાસ થાય છે કે મારી શક્તિ આવી ગઈ છે. અને યુદ્ધના મેદાનમાં કાલિકાના રૂપમાં જાનકી તાંડવ મચાવે છે.અનેક રૂપ ધારણ કરે છે.રામ શોધે છે કે મારી સીતા તો સૌમ્ય છે. દ્રોપદી જ્યાં ગઈ ત્યાં શોક ઉત્પન્ન થયો સીતા જ્યાં જાય ત્યાં અશોક ઉત્પન્ન કર્યું છે.કાલિકાના પગમાં જે મહાકાલ શિવ સુઈ ગયા અને એની ઉપર જગદંબા ઉભી છે. અહીં પણ ક્યાંક લખેલું છે કે રાવણને રામે નહીં કાલિકાએ માર્યો છે.સિતા મહાન છે પણ રામ સિતાના પતિ છે,પાર્વતી મહાન છે પણ શંકર પાર્વતીના પણ પતિ છે.અહીં કોઈ નાનું મોટું નથી.
શાસ્ત્રોમાં આદેશ છે કે વિષયીએ નવ કલાક,સાધકે છ કલાક અને સાધુએ ત્રણ કલાક જ સુવું જોઇએ.
ગુરુમાં પરંપરા હોય છે,બુધ્ધપુરુષ પરંપરામુક્ત હોય છે.
નામવંદના બાદ રામકથાની રચના વિશેની કથા તુલસીજીએ લખી છે.અનાદિ શિવે સૌપ્રથમ રચના કરી પોતાનાં માનસમાં રાખ્યું.પછી અવસર જોઇ શિવા-સતીને રામકથા સંભળાવી.કાલાંતરે કાગભુશંડિને સંભળાવી,કૈલાસ ઊતરીને કથા ભુશુંડિ દ્વારા ગરુડને મળી.પછી એ ગંગધારા નીચે ઊતરીને પ્રયાગમાં યાગજ્ઞવલ્ક્યએ ભરદ્વાજને સંભળાવી.પછી તુલસીજીનાં ગુરુ નરહરિ મહારાજે સૂકર ક્ષેત્રમાં વારંવાર તુલસીજીને સંભળાવી અને એમાંથી રામનવમી ૧૬૩૧માં અયોધ્યામાં રામકથાનું પ્રાગટ્ય થયું.
તદપિ કહિ ગુરુ બારહિ બારા;
સમુઝી પરિ કછુ મતિ અનુસારા.
એક વખત કુંભ સ્નાન બાદ કુંભજને કથા પૂછવામાં આવી અને ત્યાંથી પહેલા સેતુરૂપ શિવકથા બાદ રામકથાનો આરંભ થાય છે.

કથા વિશેષ:
આ છ લક્ષણ દેખાય તો સમજવું કે એ બુધ્ધપુરુષ છે:
૧-ઔદાર્ય-ક્યારેક તો સહન ન થાય એટલી ઉદારતા દેખાય.
૨-સૌંદર્ય-સ્મરણનું,ભજનનું,શીલનું સૌંદર્ય.
બાહ્ય અને ભીતરી સૌંદર્ય,બુધ્ધ જેવું,માસુમ.
૩-આદ્રતા:સંવેદનશીલતા ખૂબ હોય છે.
૪-ગાંભીર્ય:હિમાલય જેટલી ગંભીરતા,સમુદ્ર જેટલી ઊંડાઇનું ગાંભીર્ય
૫-ધૈર્ય:ધીરજ ખૂબ જ હોય.
૬-શૌર્ય:એના સમાન કોઇ શૂરવીર નથી.

Related posts

“રામાયણ અભણ થઈને વાંચજો”

Reporter1

દિવાન બલ્લુભાઈ એલમનાઈ એસોસિયેશન પાલડીના ઉપક્રમે 11મી જાન્યુઆરી 2025ના રોજ અમદાવાદના દીનદયાલ ઉપાધ્યાય સભાગૃહ ખાતે ‘સદીના સિતારા’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે

Reporter1

Havmor Ice Cream Introduces Festive Thandai Flavor for Holi

Reporter1
Translate »