Nirmal Metro Gujarati News
article

ગ્રંથકૃપા,ગુરુકૃપા અને ગૌરીશંકરની કૃપા-આ ત્રણેય કૃપા મળી જાય તો જગતમાં બધા જ દ્વાર ખુલી જાય છે

મહાત્મા બ્રહ્મ,બુધ્ધાત્મા પરબ્રહ્મ અને પરમાત્મા પરાત્પર બ્રહ્મ છે.

કલા,સાધના, શિબીરો,વિદ્યા આ બધું ત્યારે જ સાર્થક છે જ્યારે બીજાનું શોષણ ન કરે.

શ્રોતા વક્તાનું સાધન નહીં પણ સાધ્ય થઈ જાય એ જરૂરી છે.

શાંત ચિત્ત અને એકાંત મળી જાય તો સર્વસ્વની પ્રાપ્તિ થઈ શકતી હોય છે.

એટલા એકલા થઈ જાઓ કે ગુરુ સિવાય તમારી પાસે કોઈ જ ન રહે

પતિત પાવની મા ગંગાના કિનારે ઋષિકેશમાં ચાલી રહેલી રામકથાનાં પાંચમા દિવસે બાપુએ જણાવ્યું કે ગ્રંથકૃપા,ગુરુકૃપા અને ગૌરીશંકરની કૃપા-આ ત્રણેય કૃપા મળી જાય તો જગતમાં બધા જ દ્વાર ખુલી જાય છે.

અહીં બ્રહ્મ,પરબ્રહ્મ અને પરાત્પર બ્રહ્મ વચ્ચે શું અંતર છે એવો એક પ્રશ્ન પૂછવામાં આવેલો.એ વિશેની સંવાદ ભરી વાત કરતા બાપુએ કહ્યું એક શુદ્ધ રૂપમાં માત્ર બ્રહ્મનો વિચાર,અન્ય કોઈ વાત ન કરે એ પણ બ્રહ્મવિચાર છે.બીજી રીત કોઈ વસ્તુને કેન્દ્રમાં રાખીને,બ્રહ્મને કેન્દ્ર બનાવી અને અન્ય ગ્રંથોના ઉદાહરણ કે આધાર લઈને બ્રહ્મને પ્રતિપાદન કરવું એ પણ એક બ્રહ્મ વિચારની ક્રિયા છે અને ત્રીજું-બ્રહ્મ સ્વયં પોતાનો વિચાર પ્રસ્તુત કરે એ પણ બ્રહ્મવિચાર પામવાની ક્રિયા છે.

આમ આ સનાતની ત્રિપિટક છે.જાણે કે આધ્યાત્મિક ત્રિકોણ છે.પ્રસ્થાનત્રયિ વિશે પણ આપણે જાણીએ છીએ.

તો અહીં મહાત્મા બ્રહ્મ છે.સાધુ-મહાત્માને ભોજન કરાવીએ ત્યારે આપણે કહીએ છીએ કે બ્રહ્મ ભોજન કરાવ્યું છે.બુદ્ધાત્મા એટલે કે બુદ્ધપુરુષ એ પરબ્રહ્મ છે અને પરમાત્મા પરાત્પર બ્રહ્મ છે.

શાંત ચિત્ત અને એકાંત મળી જાય તો સર્વસ્વની પ્રાપ્તિ થઈ શકતી હોય છે.એટલા એકલા થઈ જાઓ કે ગુરુ સિવાય તમારી પાસે કોઈ જ ન રહે.ગુરુને જ જુઓ,ગુરુને જ સાંભળો,ગુરુને જ સ્પર્શો અને ગુરુને જ ચાખો!

વિષ્ણુ દાદા કહેતા કે આ શ્રુતિઓ છે એ પરબ છે અને ત્યાંથી અધ્યાત્મનું અમૃત પીઓ.ધ્યાન વિશેની વાત કરતા તેમણે કહેલું જેટલા વધારે તમે શાંત થઈ જશો એટલા વધારે ધ્યાનિષ્ઠ બની જશો.વેદાંત રત્નાકરમાં વિષ્ણુ દાદા એ કહ્યું છે કે શાંતિપૂર્ણ ધ્યાનનો માર્ગ અપનાવીને,એકાંતમાં એકલા બનીને ધન્ય થઈ જાઓ.

રામકથા પણ વેદ છે.બાપુએ કહ્યું કે કલા,સાધના, શિબીરો,વિદ્યા આ બધું ત્યારે જ સાર્થક છે જ્યારે બીજાનું શોષણ ન કરે.શ્રોતા વક્તાનું સાધન નહીં પણ સાધ્ય થઈ જાય એ જરૂરી છે.

કોઈએ પૂછ્યું હતું કે કબીર અને તુલસીદાસજીના દોહાઓમાં શું ફરક છે?બાપુએ કહ્યું કે કબીરના દોહામાં ક્રાંતિ છે અને તુલસીદાસજીના દોહામાં શાંતિ છે.ઘણા સમય પહેલા કબીર માટેની કથા કહેલી ત્યારે એક નિવેદન પણ કરેલું કે:કબીર ક્રાંતિકારી, શાંતિકારી અને ભ્રાંતિહારી છે.

આ પછી કથા પ્રવાહમાં પ્રવેશતા બાપુએ કહ્યું કે શિવજી સહજ આસન બિછાવીને બેઠા છે ત્યારે કેવા દેખાય છે?તુલસીદાસજી લખે છે:

બૈઠે સોહ કામ રીપુ કૈસે;

ધરે સરીરું સાંતરસુ જૈસે.

જાણે કે કામદેવ સંતનું શરીર ધરી અને શાંતરસ બેઠો હોય એમ શિવજી બિરાજમાન હતા.શિવજીનું મૌન મુખર બને છે.મૌનમાં મુખરતા જન્મે છે અને એ જ મુખરતા મૌનમાં સમાઈ જાય છે.

શિવજી પાર્વતીની સામે રામકથાનો આરંભ કરે છે. અહીં રામ જન્મના પાંચ કારણોને શબ્દ,સ્પર્શ,રૂપ, રસ અને ગંધ સાથે જોડીને બાપુએ તેનું વિવરણ કર્યું અયોધ્યાની અંદર રામનવમિના દિવસે મંદ,સુગંધ, શીતલ વાયુ વાય છે.પરમાત્માનું અવતરણ અયોધ્યાના રાજમહેલમાં મા કૌશલ્યાની કૂખમાં થાય છે.બાપુએ કહ્યું કે પરમાત્મા ઉરમાં પણ રહી શકે,ઉદરમાં પણ રહી શકે છે.ચાર હાથવાળા ઇશ્વરને ભારતની માતા બે હાથવાળો મનુષ્ય બનાવે છે.એ વખતે સ્તુતિઓનું ગાન,દેવતાઓ દ્વારા સ્તુતિ અને એ પછી ઋષિકેશની ભૂમિ ઉપરથી ત્રિભુવનને રામ જન્મની વધાઈ ખૂબ સંક્ષિપ્ત અને સાદગી ભરી રીતે આપી અને બાપુએ રામકથાને વિરામ આપ્યો. આજે રામકથાની અંદર યોગઋષિ સ્વામી રામદેવજી ની વિશેષ ઉપસ્થિતિ હતી.એણે પોતાનો ભાવ રાખતી વખતે બાપુ પ્રત્યેનો પોતાનો ભાવ પ્રગટ કર્યો અને સાથે-સાથે હમણાં જ એક શંકરાચાર્ય દ્વારા ૩૦૭મી કલમ વિશેની વાત થઈ એના તરફ પોતાની નારાજગી પ્રગટ કરી અને રામકથા,વ્યાસપીઠ અને બાપુ પ્રત્યે પોતાનો આદરભાવ વ્યક્ત કર્યો.

ગ્રંથકૃપા,ગુરુકૃપા અને ગૌરીશંકરની કૃપા-આ ત્રણેય કૃપા મળી જાય તો જગતમાં બધા જ દ્વાર ખુલી જાય છે.

Related posts

Ahmedabad Times Fashion Week 2024 off to a dazzling start

Reporter1

અતિવૃષ્ટિનો ભોગ બનેલા ગુજરાત અને ત્રિપુરા માટે પૂજ્ય મોરારીબાપુની 11 લાખની સહાય

Reporter1

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાઇરેક્ટ ટેક્સીસ (સી.બી.ડી.ટી.) ના ચેરમેન શ્રી રવિ અગરવાલની 3 દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ અને ઈન્ક્મટેક્સ બાર એસોશિએશન, અમદાવાદ ના પદાધિકારીઓ એ તેઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને મેમેન્ટો અને શાલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઓલ ગુજરાત ફેડરેશન ના પ્રમુખ સીએ (ડો.) વિશ્વેશ શાહ, માનદ્દ મંત્રી એડવોકેટ મૃદંગ વકીલ અને વરિષ્ઠ ઉપપ્રમુખ એડવોકેટ આશુતોષ ઠક્કર તેમજ ઇન્કમટેક્સ બાર એસોસિએશન ના પ્રમુખ સીએ શ્રીધર શાહ, માનદ્દ મંત્રી સીએ કેનન સત્યવાદી અને રિપ્રેઝન્ટેશન કમિટીના ચેરમેન એડવોકેટ (ડો.) ધ્રુવેન શાહ બંને સંસ્થા વતી ઉપસ્થિત રહ્યાં હતા. આવકવેરા વિભાગ તરફથી પ્રિન્સિપાલ ચીફ કમિશનર શ્રી યશવંત ચવાણ અને વિભાગના અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. બંને સંસ્થાના ડેલિગેશન દ્વારા ઇન્કમટેક્સના કાયદા અંગે સી.બી.ડી.ટી. દ્વારા લેવામાં આવેલ વિવિધ સરાહનીય પગલાંઓ તેમજ કરદાતાને પડતી મુશ્કેલીઓ અંગે વિચાર-વિમર્શ કરવામાં આવ્યા હતા. ચેરમેન શ્રી રવિ અગરવાલે કરદાતાને આવકવેરા ડિપાર્ટમેન્ટ સાથે જોડતા સેતુ તરીકે ટેક્સ પ્રોફેશનલ્સની ભૂમિકા અંગે સરાહના કરી હતી અને ખાતરી આપી કે આવનારા સુધારાઓ અંગે કરદાતા અને ટેક્સ પ્રોફેશનલ્સ દ્વારા રજૂ કરવામાં આવતા તમામ મુદ્દાને ધ્યાનમાં લેવામાં અને તે અંગે જોગવાઇમાં જરૂરી ફેરફારો કરવામાં આવશે. બંને સંસ્થા દ્વારા થઈ રહેલ કામગીરીની સરાહના કરતાં તેઓ એ બંને સંસ્થાઓના પ્રતિનિધિઓ તરફથી આવનારા નવા ઈન્કમટેકસ કોડ અંગે લગતા સૂચન આવકાર્યા હતા અને બંને સંસ્થા તેમાં મહત્વનો ભાગ ભજવી શકે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

Reporter1
Translate »