Nirmal Metro Gujarati News
business

ટાટા મોટર્સ દ્વારા ટેક્નિશિયનોના બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાધન અને ઉત્કર્ષ કાર્યક્રમ રજૂ કરાયા

 

મુંબઈ,  જુલાઈ, 2024: આકાંક્ષાઓ અને પહોંચક્ષમતા વચ્ચે અંતર દૂર કરવાના એકધાર્યા પ્રયાસમાં ભારતની અગ્રણી વાહન ઉત્પાદક ટાટા મોટર્સ દ્વારા આજે પુણે, લખનૌ, જમશેદપુર, ધારવાડ, સાણંદ અને પંતનગર પ્રદેશોમાં ભારતમાં તેનાં ઉત્પાદન એકમોમાં કામ કરતા ટેક્નિશિયનોના બાળકોનના ઉચ્ચ શિક્ષણ માટે બે વિશેષ ભંડોળ સહાય કાર્યક્રમ વિદ્યાધન અને ઉત્કર્ષ રજૂ કર્યાની જાહેરાત કરવામાં આવી હતી.

 

વિદ્યાધન કાર્યક્રમ હેઠળ ધોરણ 10 અને 12 સફળતાથી પાસ કરનારા બાળકોના ઉચ્ચ શિક્ષણને ટેકો આપવા માટે કન્સેશનના દરે એજ્યુકેશન ઉપલબ્ધ કરાય છે. ઉત્કર્ષમાં છોકરીઓ, ટ્રાન્સજેન્ડર્સ અઅને દિવ્યાંગ બાળકોને ઓફર કરાતી વાર્ષિક સ્કોલરશિપમાંથી વધારાનો લાભ થશે.

 

વિદ્યાધન અને ઉત્કર્ષના લોન્ચની ઘોષણા કરતાં ટાટા મોટર્સના ચીફ હ્યુમન રિસોર્સીસ ઓફિસર (સીએચઆરઓ) શ્રી સીતારામ કંદીએ જણાવ્યું હતું કે, “ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રગતિ અને વિકાસ માટે મહત્ત્વપૂર્ણ છે. આ કાર્યક્રમ સાથે અમે ઉચ્ચ શિક્ષણ અમારા સખત મહેનતુ ટેક્નિશિયનો તેમનાં પોતાનાં અને તેમના વાલીનાં સપનાં સાકાર થાય તે માટે ભાવિ પેઢીને વધુ પહોંચક્ષમ અને અભિમુખ બનાવીએ છીએ. બાળકો તેમની પસંદગીના કોઈ પણ ક્ષેત્રમાં 10 અને 12 ધોરણની પાર અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે તે માટે વાલીઓએ તે માટે આવશ્યક ભંડોળ માટે હવે ચિંતા કરવાની આવશ્યકતા નથી. તેમને યોગ્ય પાત્રતા અને કુશળતા સાથે સફળ કારકિર્દી અને જીવન નિર્માણ કરવા બહેતર તક મળી શકે છે.”

 

વિદ્યાધનઃ ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ

‘વિદ્યાધનi’ એજ્યુકેશન લોન ભાવિ પેઢીને તેમની સંપૂર્ણ સંભાવના સાકાર કરવા માટે સશક્ત બનાવવા ઉચ્ચ શિક્ષણ માટે પરિવર્તનકારી સેતુ તરીકે કામ કરશે. પાત્ર ટેક્નિશિયનો રૂ. 7.5 લાખ સુધી લોનને પહોંચ મેળવી શકે છે, જેમાં ઘરઆંગણાના શિક્ષણ માટે 95 ટકા સુધી ફી અને આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક ફી માટે 85 ટકા સુધી આવરી લેવાય છે. આ લોન સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) અને ટાટા મોટર્સ સાથે સહયોગમાં ઓફર કરાય છે, જે એસબીઆઈ દ્વારા લાગુ કરાતા રાહતના વ્યાજ દરે ઓફર કરાશે, જેમાં છોકરાઓ માટે 50 ટકા ઓછા અને છોકરીઓ, ટ્રાન્સજેન્ડરો અને દિવ્યાંગ બાળકો માટે 70 ટકા ઓછા દરે ઓફર કરાય છે. પાત્ર બનવા માટે વિદ્યાર્થીઓએ લઘુતમ 2 વર્ષની મુદતના ફુલ-ટાઈમ ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ- ગ્રેજ્યુએટ કોર્સમાં અને ભારત અથવા વિદેશમાં માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીઓ અથવા એઆઈસીટીઈ- સમકક્ષ સંસ્થાઓમાં નોંધણી કરાવવાનું આવશ્યક છે.

 

ઉત્કર્ષ સ્કોલરશિપઃ સશક્તિકરણ સાથે સમાવેશકતા ફૂલેફાલે છે.

ઉત્કર્ષ કાર્યક્રમ છોકરીઓ, ટ્રાન્સજેન્ડર અને દિવ્યાંગોને 10 અથવા 12 ધોરણ સફળતાથી પૂર્ણ કર્યા પછી ઉચ્ચ શિક્ષણમાં ટેકો આપવા દર વર્ષે રૂ. 25,000ની સ્કોલરશિપ પૂરી પાડે છે. પાત્ર બનવા અરજદારોએ લઘુતમ 60 ટકા ગુણ મેળવવાનું અને ભારત અથવા વિદેશમાં માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટી અથવા એઆઈસીટીઈ- સમકક્ષ સંસ્થામાં પ્રવેશ લેવાનું આવશ્યક છે.

 

 

Related posts

સેમસંગ ભારતમાં 2024 Neo QLED અને OLED AI ટેલિવિઝનના લોન્ચ સાથે ટીવી બિઝનેસમાંથી INR 10,000 કરોડના વેચાણની અપેક્ષા રાખે છે

Reporter1

Kiran Sewani’s term as FLO Ahmedabad chairperson draws to a close

Reporter1

Toyota Kirloskar Motor Unveils the All-New Camry Hybrid Electric Vehicle

Reporter1
Translate »