Nirmal Metro Gujarati News
article

પ્રજાસત્તાક દિવસના ઉપલક્ષ્યમાં HDFC બેંક દ્વારા અમદાવાદમાં તિરંગા યાત્રાનું કરાયું આયોજન HDFC બેંક દ્વારા અમદાવાદમાં તિરંગા યાત્રાના આયોજન સાથે ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી

સંપત્તિ અને બજાર મૂડીકરણની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની અગ્રણી HDFC બેંક દ્વારા શુક્રવારે અમદાવાદમાં તિરંગા યાત્રાના આયોજન સાથે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ભવ્ય યાત્રાના આયોજન થકી ડિજિટલ અને સાયબર છેતરપિંડી વિશે જાગૃતિ ફેલાવવાના ઉમદા હેતુ સાથે દેશભક્તિની ભાવનાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

આ તિરંગા યાત્રા રિલીફ રોડ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાથે શરૂ થઈ હતી અને ગાંધી રોડ, ખડિયા, સુમેલ બિઝનેસ પાર્ક, સારંગપુર, સ્વામિનારાયણ મંદિર અને શાહીબાગ વગેરે વિવિધ વિસ્તારોમાંથી પસાર થયા પછી અસારવા ખાતે સમાપ્ત થઈ હતી.

આ યાત્રામાં બેંક અધિકારીઓ, ગ્રાહકો અને સ્થાનિક લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમણે યાત્રા દરમિયાન રાષ્ટ્રીય ધ્વજ અને માહિતીપ્રદ પત્રિકાઓનું વિતરણ કર્યું હતું. જેમાં રાષ્ટ્રીય ભાવનાના સંદેશ અને સુરક્ષિત ડિજિટલ બેંકિંગ પ્રથાઓના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

તિરંગા યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના નાગરિકોને આજના ડિજિટલ યુગમાં સાયબર છેતરપિંડી સામે સાવચેત રહેવાની જરૂરિયાત વિશે શિક્ષિત કરવાની સાથે રાષ્ટ્રના મૂલ્યોનું સન્માન કરવાનો હતો. રાષ્ટ્રીય ગૌરવને નાણાકીય શિક્ષણ સાથે જોડીને પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવાની આ ખરેખર એક અનોખી રીત હતી.

ડિજિટલ સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટેના HDFC બેંકના પ્રયાસોએ લોકોને પ્રભાવિત કર્યા હતા અને યાત્રાને જબરદસ્ત સફળતા મળી હતી. બેંક દ્વારા સુરત અને વડોદરામાં પણ આવી જ તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને પણ નાગરિકો તરફથી ખુબજ સરસ પ્રતિસાદ મળ્યો હતો.

Related posts

Herbalife India collaborates with IIT Madras to Launch  Plant Cell Fermentation Technology Lab

Reporter1

Aashirvaad Bikaneri Besan teams up with Rupali Ganguly to celebrate family bonding

Reporter1

આત્મરતિ ભજનનો અંતિમ પડાવ છે

Reporter1
Translate »