ઉત્તર પ્રદેશના મિરઝાપુર અને ભદોઈથી વારાણસી તરફ આવી રહેલા એક ટ્રેક્ટરને બેકાબૂ બનેલા ટ્રક દ્વારા જોરદાર ટક્કર મારવામાં આવી હતી અને એ ટક્કર એટલી બધી ભયાનક હતી કે ટ્રેક્ટરમાં સવાર દસ લોકોના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યા હતાં. આ કરુણ ઘટનાના સમાચાર પૂજ્ય મોરારીબાપુને મળતા તેમણે તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૫૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. આ રાશિ બનારસ સ્થિત રામકથાના શ્રોતા શ્રી કિશનભાઇ જાલાન દ્વારા પહોંચતી કરવામાં આવી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.